આમાંથી કોઈ પણ એક નંબર નક્કી કરો અને જાણો પોતાની ઉંમર, આ ટ્રીક એક વાર ટ્રાય કરી જુઓ.

0
15929

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો અમે તમારા માટે હેલ્થ ટીપ્સ, જાણવા જેવું, રાશિ ભવિષ્ય, અજબ ગજબ, અલગ અલગ રેસિપીઓ વગેરેની જાણકારી લાવતા રહીએ છીએ. પણ આજે અમે એ બધાથી અલગ વસ્તુ લાવ્યા છીએ.

મિત્રો આજે અમે તમને એક ટ્રીક જણાવવાના છીએ, જેને જાણીને તમે ખુશ થઈ જશો. એના માટે તમારે તમારા મનમાં એક નંબર નક્કી કરવાનો છે, અને તે નંબરથી તમે તમારી ઉંમર જાણી શકશો. જેમ કેટલાક વ્યક્તિના હાથ જોઈને એમના સ્વાસ્થ્ય અને જીવન શૈલી અને હ્ર્દય રોગ સંબંધી જાણકારી આપી શકાય છે. તેવી જ રીતે અમે તમારા મનને વાંચીને તમારી ઉંમર અને પસંદ કરેલો અક્ષર જણાવીશું.

જણાવી દઈએ કે, આ રીત શરુ કરો તો વચ્ચે અધુરી છોડાવી નહિ. નહીં તો તમને ખબર નહિ પડે છે કે આ ટ્રીક કેટલી સાચી છે. અને હાં, તમે કેલ્કયુલેટરનો ઉપયોગ બિન્દાસ કરી શકો છો. જો તમને આ ટ્રીક ગમે તો શેયર અને લાઇક જરૂર કરજો.

સૌથી પહેલા તો તમે 1 થી 9 નંબર માંથી કોઈ પણ એક નંબર નક્કી કરો.

હવે તેનો 2 વડે ગુણાકાર કરી નાખો.

ગુણાકાર કર્યા પછી જે નંબર આવ્યો તેમાં 5 ઉમેરી નાખો.

હવે એમાં 5 ઉમેર્યા પછી જે નંબર મળે છે, તેનો 50 વડે ગુણાકાર કરો.

હવે જે નંબર આવ્યો એનો 1768 સાથે સરવાળો કરો.

મિત્રો, તમને 1768 સાથે સરવાળો કર્યા પછી જે નંબર કે કહીએ તો રકમ મળી છે, તેમાંથી તમારૂ જન્મનું વર્ષ (જેમ કે 1987, 1995 વગેરે) બાદ કરો.

તો હવે તમને જે નંબર મળ્યો છે એ 3 અંકનો હશે. એ નંબર માંથી પહેલો આંકડો એ આંકડો છે જે તમે મનમાં વિચાર્યો હતો. અને છેલ્લા બે આંકડાથી બનતો નંબર એ તમારી ઉંમર છે.

આ રીતે તમે કોઈ વ્યક્તિની ઉંમર જાણી શકો છો. અને એમના દ્વારા મનમાં પસંદ કરવામાં આવેલો નંબર પણ તમે જાણી શકો છો. આ ટ્રીક બાળકોને ખુશ કરવાં માટે ઘણી સારી ટ્રીક છે. અને આવી અવનવી ટ્રીક બાળકોને શીખવાડતા રહેવામાં આવે તો એમની મગજની ક્ષમતામાં વધારો થયું છે. અને મોટાઓ માટે પણ આવી ટ્રીક એમનું મગજ કસવા માટે સારી રહે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.