1,2,3,4….12 જયારે એકની પાછળ એક અથડાતી ગઈ ગાડીઓ, જોતા રહી ગયા લોકો

0
413

નવા વર્ષમાં ધુમ્મસના મારથી હાઇવે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. સવાર સવારમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘણી ઓછી થઈ જાય છે, જે અકસ્માતનું કારણ બને છે. હાઇવે પર સ્પીડથી ચાલી રહેલી ગાડીઓ હંમેશા ધુમ્મસને કારણે ભટકાય છે. એવો જ અકસ્માત ગુરુવારે સવારે દિલ્લી-જયપુર વચ્ચે નેશનલ હાઇવે નંબર 8 પર થયો, જેમાં એક ડઝન વાહન એકબીજા સાથે અથડાઈ ગયા.

અલવર જિલ્લાના બહરોડ પોલીસ સ્ટેશન અંતર્ગત નેશનલ હાઇવે 8 પર દૂધેરા ગામ પાસે ધુમ્મ્સને કારણે એક ડઝન વાહન પરસ્પર અથડાય ગયા જેને લીધે લગભગ 20 લોકો ઘાયલ થયા છે. વાહનોમાં ટક્કર એટલી જોરદાર હતી કે, કારોના ચીથડાં ઉડી ગયા.

ઘટના પછી તે સ્થળ પર બુમાબુમ થઈ ગઈ. કારોમાં ફસાયેલા લોકો દુઃખાવાથી તડપી રહ્યા હતા. ધુમ્મસને કારણે કાંઈ પણ સ્પષ્ટ દેખાતું ન હતું. દરેક તરફ હડકંપ મચેલો હતો.

એક્સીડંટની સૂચના મળ્યા પછી ઘટના સ્થળ પર બહરોડ પોલીસ સ્ટેશન, એનએચઆઈ અને પ્રશાસનના અધિકારી પહોંચ્યા અને ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી બહરોડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

હાઇવે પર ધુમ્મ્સને કારણે થયેલા ભયાનક એક્સિડન્ટ પછી જામ લાગી ગયો. દરેક તરફ ગાડીઓ ફસાયેલી હતી.

બહરોડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જીતેન્દ્ર કુમારે જણાવ્યું કે, બહરોડ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા નેશનલ હાઇવે 8 પર દૂધેરા પાસે થયેલા એક્સિડન્ટથી ડઝનથી વધારે લોકો ઘાયલ થઈ ગયા છે. નેશનલ હાઇવે પર લાંબો જામ લાગ્યો છે, જેને ખોલવામાં આવી રહ્યો છે. બહરોડ પોલીસ સ્ટેશનની પોલીસ અને પ્રશાસનના અધિકારી ઘટના સ્થળ પર ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનો હટાવવામાં લાગ્યા છે.

જણાવવામાં આવ્યું છે કે, ધુમ્મસને કારણે એક પછી એક ટ્રેલર, ટ્રક, ડિઝાયર, સ્કોર્પિઓ, બોલેરો સહીત 13 વાહન પરસ્પર અથડાઈ ગયા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.