આ છે દુનિયાની એકમાત્ર હીરાની ખાણ, જ્યાં જઈને સામાન્ય માણસ બદલી શકે છે પોતાનું નસીબ

0
1085

હીરો પોતાની ચમક માટે આખી દુનિયામાં ઓળખાય છે. એની ચમક સારા સારા લોકોની નિયત બદલી દે છે. દુનિયાભરમાં ઘણી બધી હીરાની ખાણ છે, જયાંથી સેંકડોની સંખ્યામાં હીરા કાઢવામાં આવ્યા છે, અને એને કારણે ઘણી ડાયમંડ કંપનીઓ અમીર થઈ ચુકી છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે, દુનિયામાં એક એવી હીરાની ખાણ પણ છે, જ્યાં કોઈ પણ સામાન્ય માણસ જઈને હીરા શોધી શકે છે. અહીં જે વ્યક્તિને હીરો મળે છે તે તેનો થઈ જાય છે.

આ ખાણ અમેરિકાના અરકાંસાસ રાજ્યના પાઈક કાઉંટીના મરફ્રેસબોરોમાં છે. અહીંના અરકાંસાસ નેશનલ પાર્કમાં આવેલા 37.5 એકડના ખેતરની ઉપરની સપાટી પર જ હીરા મળી જાય છે. અહીં વર્ષ 1906 થી ડાયમંડ મળવાના શરૂ થયા હતા, એટલા માટે આને ‘ધ ક્રેટર ઓફ ડાયમંડ્સ’ પણ કહેવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ 1906 માં જૉન હડલેસ્ટોન નામના એક વ્યક્તિને પોતાના ખેતરમાં બે ચમકતા ક્રિસ્ટલ મળ્યા હતા. એમણે જયારે તેની તપાસ કરી તો ખબર પડી કે તે હીરા છે. એ પછી જૉને પોતાની 243 એકડ જમીન એક ડાયમંડ કંપનીને ઊંચા ભાવે વેચી દીધી.

વર્ષ 1972 માં ડાયમંડ કંપની દ્વારા ખરીદેલી તે જમીન નેશનલ પાર્કમાં આવી ગઈ. એ પછી અરકાંસાસ ડિપાર્ટમેન્ટ ઓફ પાર્ક એન્ડ ટુરિઝમે એ જમીનને ડાયમંડ કંપની પાસેથી ખરીદી લીધી અને પછી એને સામાન્ય લોકો માટે ખુલ્લી રાખી દીધી. જો કે આ હીરાની ખાણમાં હીરા શોધવા માટે લોકોએ થોડી ગણી ફી ચૂકવવી પડે છે.

ખેતરમાંથી લોકોને અત્યાર સુધી હજારો હીરા મળી ચુક્યા છે. નેશનલ પાર્કના અધિકારીઓ અનુસાર, 1972 થી અત્યાર સુધીમાં આ જમીન પર 30 થી વધારે હીરા મળી ચુક્યા છે. ‘અંકલ સેમ’ નામનો હીરો પણ આ જમીન પર મળ્યો હતો, જે 40 કેરેટનો હતો. તે અમેરિકામાં મળેલો અત્યાર સુધીનો સૌથી મોટો હીરો છે.

અહીં મોટાભાગે નાની સાઈઝના જ, જેવા કે ચાર અથવા પાંચ કેરેટના જ હીરા મળે છે. અહીં લોકો મોટી સંખ્યામાં હીરા શોધવા માટે આવે છે. આમાં જેના નસીબ સારા હોય છે, એને હીરા મળી જાય છે અને જેના નસીબના નથી હોતા એને નથી મળતા.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.