એક મહિલાને ડિલિવરીના સમયે કેટલો દુઃખાવો થાય છે એ તમે જાણો છો, જાણીને ધ્રુજી જશે તમારી આત્મા.

0
3651

મિત્રો, એ વાત તો આપણે બધા માનીએ છીએ કે, ‘માં’ શબ્દની આગળ બધા શબ્દ ખુબ નાના લાગે છે. આપણા દેશમાં તો સદીઓથી એવું કહેવામાં આવે છે કે, માં ના ચરણોમાં આખી દુનિયા હોય છે. દુનિયામાં માં અને બાળકના સંબંધથી મોટો કોઈ સંબંધ હોતો નથી. તે એક માં જ છે, જે પોતાના દીકરાની વાત કહ્યા વગર જ સમજી જાય છે. તે પોતાના બાળકના બધા દુઃખ તકલીફોને પોતાના બનાવી દે છે.

અને દરેક મહિલા માટે માં બનવાનું સુખ સૌથી મોટું સુખ હોય છે. એક સ્ત્રી ખરા અર્થમાં પૂર્ણ ત્યારે થાય છે, જયારે તે માં બની જાય છે. એક માં પોતાના બાળકને નિ:સ્વાર્થ પ્રેમ કરે છે. તેનો બાળક પણ પોતાની માં ના ખોળામાં પોતાને સુરક્ષીત માને છે. માં અને બાળકનો સંબંધ નિ:સ્વાર્થ ભાવનો હોય છે.

નાનું બાળક પણ પોતાની માં ના ખોળામાં આવે એટલે તરત જ તેને ઓળખી લે છે. એવું કહેવામાં આવે છે કે, માં બનવાનું સુખ મોટા ભાગ્ય વાળી મહિલાઓને જ મળે છે. જયારે એક માં પોતાના બાળકને જન્મ આપે છે, ત્યારે એણે અસહ્ય પીડા સહન કરવી પડે છે. તે સમયે તેને થતા દુઃખાવાનો અંદાજો કોઈ લગાવી શકે નહિ.

જયારે કોઈ પુરુષને થોડી ઈજા થઈ હોય તો એ આખું ઘર માથા પર ઉઠાવી લે છે. ત્યાં, એક મહિલામાં સહનશક્તિ એટલી વધારે હોય છે કે, તે બાળકને જન્મ આપતા સમયે થવા વાળી પીડાને તે હસીને સહન કરી લે છે. આ વાત તો બિલકુલ સાચી છે કે, મહિલાઓમાં પુરુષો કરતા વધારે દુઃખ સહન કરવાની ક્ષમતા હોય છે.

પુરુષો કરતા વધારે શક્તિશાળી હોય છે મહિલાઓ :

ડિલિવરીના સમયે દુ:ખાવો :

ડિલિવરીનો સમય એવો સમય હોય છે, જયારે મહિલા કોઈ પણ પુરુષ કરતા વાધારે પીડા સહન કરે છે. અને ભારતની વાત કરીએ તો આપણે ત્યાં કેટલાક ક્ષેત્રોમાં મહિલાઓની સ્થિતિ હજુ પણ ખુબ નબળી છે. હજુ પણ કેટલાક લોકો એવા છે, જે મહિલાઓને પુરુષો કરતા કમજોર અને નીચ સમજે છે. આવી માનસિકતા વાળા લોકોની સંખ્યા હજુ પણ આપણા દેશમાં ખુબ વધારે છે. પરંતુ આવા લોકો એ નથી જાણતા કે મહિલાઓથી વધારે શક્તિશાળી કોઈ નથી હોતું. મહિલાઓમાં જેટલી સહનશક્તિ હોય છે તેટલી કોઈનામાં નથી.

મિત્રો, મહિલાઓને સૌથી વધારે દુ:ખાવો ત્યારે થાય છે જયારે તે ગર્ભવતી હોય છે. આ દુ:ખાવો મહિના વધવાની સાથે વધતો જ રહે છે. જેમ જેમ મહિલાઓની ડિલિવરી નજીક આવે છે, તેમ તેમ મહિલાઓનો દુ:ખાવો વધતો જાય છે. ગર્ભવતી અવસ્થામાં મહિલાઓને દુ:ખાવો, ઉલ્ટી અને કમજોરી જેવી સમસ્યા હેરાન કરવા લાગે છે. આ હોવા છતાં તે પોતાના પેટમાં ઉછરી રહેલ બાળકનું પૂરું ધ્યાન રાખે છે, અને તેનો એ પ્રયત્ન રહે છે કે એના બાળકને કોઈ પ્રકારની તકલીફ ના થાય.

200 હાડકા એક સાથે ટુટવાના બરાબર થાય છે દુ:ખાવો :

અને ગર્ભવતી થયા પછી મહિલાઓને સૌથી વધારે દુ:ખાવો બાળકના ડિલિવરીના દિવસે થાય છે. 9 મહિના પછી જયારે તે બાળકને જન્મ આપે છે, તે સમયે થવા વાળા દુ:ખાવાના વિષે તમે અને અમે પણ નહિ સમજી શકીએ. જયારે કોઈ મનુષ્યનું કોઈ હાડકું તૂટી જાય છે, ત્યારે તે ચીસો પાડે છે અને રડવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે, એક મહિલાને ડિલિવરીના સમયે કેટલો દુ:ખાવો થાય છે?

મિત્રો હકીકતમાં તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, એક મહિલાને ડિલિવરીના સમયે 200 હાડકા એક સાથે તૂટવાના બરાબર દુ:ખાવો થાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે માં નું સ્થાન ભગવાન કરતા પણ ઉપર હોય છે, અને તેની હંમેશા ઈજ્જત કરવી જોઈએ. એક માં તમને દુનિયામાં લાવવા માટે જેટલું કષ્ટ સહન કરે છે, તેટલું કષ્ટ તમે આખી ઉંમર પણ નહિ સહન કરી શકો. એક માં નું દેવું કોઈ ઉતારી શકતું નથી. દરેક માં ને અમારી સલામ.