એક એપિસોડ માટે આટલી બધી ફી વસુલે ભારતી, કપિલ અને કૃષ્ણા, જાણો શો ના દરેક કલાકારોની ફી કેટલી છે.

0
411

ધ કપિલ શર્મા શો ના કલાકારો એક એપિસોડના લે છે અઢળક રૂપિયા, અર્ચનાને ફક્ત હસવા માટે મળે છે લાખો રૂપિયા. કોમેડિયન કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા’ લોકોમાં ઘણો પોપ્યુલર છે. શો ના દરેક પાત્ર દર્શકોને હસાવવા માટે મજબુર કરી દે છે. લોકડાઉન પછી આ શો ફરી વખત શરુ થયો છે, જેમાં એક વખત ફરી અર્ચના પૂરન સિંહ જજની ખુરશી ઉપર બેઠેલી જોવા મળી રહી છે. કપિલ શર્મા આમ તો એકલા જ લોકોને હસાવવા માટે પૂરતા છે, પરંતુ શો સાથે અમુક એવા કલાકારો પણ જોડાયેલા છે, જેની હાજરીથી શો ની મજા ઘણી વધી જાય છે. શો માં ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા જેવા જાણીતા કલાકારો પણ જોડાયેલા છે.

શો પોપુલર છે તે વાત તો સ્પષ્ટ છે તેમાં કામ કરવા વાળા કલાકારોની ફી પણ સારી હશે. ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન ઉભો થતો હશે કે ટીવી ઉપર લોકોને હસાવવા વાળા આ કલાકારોની ફી ખરેખર કેટલી હશે. તેથી આજની આ સ્ટોરીમાં અમે તમારા એ પ્રશ્નનો જવાબ લઈને આવ્યા છીએ. શો ને હોસ્ટ કપિલ શર્મા કરે છે અને તેના નામ ઉપર શો છે તો આમ પણ તેની ફી સૌથી વધુ હશે. પણ તમને જાણીને નવાઈ થશે કે શો સાથે જોડાયેલા બીજા કલાકાર પણ ફી ના નામ ઉપર એક મોટી રકમ વસુલે છે. તો આવો જાણીએ કોની છે કેટલી ફી.

કપિલ શર્મા : કપિલ શર્મા થોડા જ વર્ષોમાં ભારતના સૌથી લોકપ્રિય કોમેડિયન બની ગયા છે. કપિલની પ્રસિદ્ધી માત્ર ભારતમાં જ નથી, પરંતુ વિદેશોમાં પણ છે. કપિલનો શો અઠવાડિયામાં બે દિવસ એટલે કે શનિવાર અને રવિવારે આવે છે. એક અહેવાલ મુજબ તો પહેલા કપિલ વીકેંડ ઉપર પ્રસારિત થતા એપિસોડ માટે 60 થી 70 લાખ રૂપિયા લેતા હતા, પરંતુ લોકપ્રિયતા વધ્યા પછી તેમણે તેની ફી 1 કરોડ રૂપિયા કરી દીધી છે. એટકે કે પ્રતિ એપિસોડના કપિલ 50 લાખ રૂપિયા લે છે.

ભારતી સિંહ : કોમેડિયન ભારતી સિંહનું પણ કામ શો માં દર્શકોને ઘણું પસંદ આવી રહ્યું છે. ભારતી સિંહ શો માં ઘણા પ્રકારના પાત્ર નિભાવીને લોકોનું મનોરંજન કરે છે. ક્યારેક તે તિતલી યાદવ બનીને લોકોને હસાવે છે તો ક્યારેક બુઆ બનીને લોકો દિલ જીતી લે છે. થોડા જ સમયમાં ભારતીનું પણ પાત્ર ઘણું પ્રસિદ્ધ થઇ ગયું છે. ભારતી પ્રતિ એપિસોડના 10 થી 12 લાખ રૂપિયા ચાર્જ લે છે.

કૃષ્ણા અભિષેક : શો માં કૃષ્ણા અભિષેક સપનાનું પાત્ર નિભાવે છે, જો કે નાલાસુપાડામાં પોતાનું બ્યુટી પાર્લર ચલાવે છે. જ્યાંથી કૃષ્ણા અભિષેક શો સાથે જોડાયા છે, ત્યારથી જ શો ના ટીઆરપી વધ્યા છે. કૃષ્ણાએ સપનાનું પાત્ર નિભાવીને સાબિત કરી દીધું છે કે તે એક ઉત્તમ કલાકાર છે. કૃષ્ણા અભિષેક વીકેંડના એપિસોડસ માટે 10 થી 12 લાખ રૂપિયા લે છે.

ચંદન પ્રભાકર : ચંદન પ્રભાકર કપિલ શર્માના કોલેજના મિત્ર છે. કપિલ શર્મા તે વાતનો ઉલ્લેખ ઘણી વખત શો માં કરી ચુક્યા છે. ચંદન પ્રભાકર શો માં ચંદુ ચાયવાલાનું પાત્ર નિભાવે છે. તેનું પાત્ર પણ દર્શકો વચ્ચે ઘણું પ્રસિદ્ધ છે. ચંદન પ્રતિ એપિસોડના 7 લાખ રૂપિયાની મોટી એવી ફી લે છે.

સુનોના ચક્રવર્તી : સુમોના ચક્રવર્તી ટીવીની દુનિયાનું એક ચર્ચિત નામ છે. કપિલ શો માં કામ કરતા પહેલા ઘણી વખત ઘણી હીટ સીરીયલોમાં જોવા મળી ચુકી છે. આમ તો એ કેવું ખોટું નહિ ગણાય કે લોકપ્રિયતા તેને કપિલના શો થી મળી છે. કપિલના શો માં સુમોના ભૂરીનું પાત્ર નિભાવે છે, જેના માટે તે પ્રતિ એપિસોડના 6 થી 7 લાખ રૂપિયાની મોટી ફી વસુલે છે.

કીકુ શારદા : કીકુ શારદા ટીવી ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ અભિનેતા છે. ટીવી ઉપરાંત તે બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. કપિલ શો માં કીકુ શારદા બચ્ચા યાદવ અને અચ્છા યાદવનું પાત્ર નિભાવે છે, જો કે લોકો વચ્ચે ઘણા પ્રસિદ્ધ છે. કીકુની પ્રતિ એપિસોડની ફી 5 થી 7 લાખ રૂપિયા છે.

અર્ચના પુરન સિંહ : નવજોત સિંહ સિદ્ધુના ગયા પછી અર્ચના પુરન સિંહ શો માં જજ તરીકે જોવા મળી રહી છે. અર્ચના પુરન સિંહ પણ જજની સીટ ઉપર બેસવા માટે ઘણી મોટી રકમ લે છે. તેની પ્રતિ એપિસોડની ફી 10 લાખ રૂપિયા છે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.