એક દીકરીનો પોતાના પિતાને લખેલો છેલ્લો પત્ર, દરેક માતા-પિતા એકવાર જરૂર વાંચે.

0
1857

એક દીકરીનો પિતાને લખેલો છેલ્લો પત્ર, દરેક માતા-પિતા એકવાર આ જરૂર વાંચે, જીવનમાં ઘણું કામ લાગી શકે છે.

પ્રિય પપ્પા નમસ્તે,

મને માફ કરજો. તમે દીકરા દીકરીમાં કોઈ ભેદ નથી રાખ્યો. દીકરાની જેમ મને પણ ઘરથી દુર ભણવા માટે મોકલી. મને યાદ છે મારા માટે તમે અને માં એ કેટલી તકલીફો સહન કરી છે. ઘણી વખત એવો સમય પણ આવ્યો હતો કે ફી ભરવાના પૈસા પણ ન હતા, પણ તમે લોન લઈને કે માં ના ઘરેણા વેચીને પણ ફી ભરી છે. દર વખતે મને નવો મોબાઈલ અપાવીને જુનો મોબાઈલ તમે રાખી લેતા હતા. લગ્નની વાત આવી તો તમે જ કહ્યું હતું કે નહિ પહેલા મારી દીકરી ભણશે અને પોતાના પગ ઉપર ઉભી રહેશે પછી તેના લગ્ન વિષે વિચારીશું.

તમે દર વખતે મારી સાથે ઉભા રહ્યા. પણ થોડી એવી ખામી રાખી દીધી પપ્પા તમે. ક્યારેય ન જણાવ્યું કે સમાજ જેવો દેખાય છે તેવો છે નહિ. લોકો દેખાય છે તેવા હોતા નથી. તેને સમજવા ઓળખવાના સંસ્કાર ન આપી શક્યા. હું તો અબુદ્ધ હતી. જેવા લોકો ઘરમાં મળ્યા, જેવો પ્રેમ ઘરમાં મળ્યો એ વિચારીને ઘરેથી નીકળી પડી છું.

મારો ચહેરો એકદમ કચડાઈ ગયો છે. પોલીસે ગાઝીયાબાદ અને તેની આજુબાજુની તમામ કોલેજોને સુચના આપી દીધી છે પણ તે અશક્ય છે. તમે થોડા દિવસો પછી દીકરીને શોધવા પોલીસ સ્ટેશને મારો ગુમ થયાનો રીપોર્ટ લખાવવા જશો તો બની શકે છે, મારો ફોટો જોઇને તમારા પગ નીચેથી જમીન સરકી જાય. મને માફ કરશો પપ્પા.

ભૂલ મારી પણ હતી. જયારે ઘરેથી ભણવા માટે આવી તો મારે સંપૂર્ણ ધ્યાન ભણવા ગણવામાં લગાવું જોઈતું હતું. પપ્પાએ તો કહ્યું જ હતું કે દીકરી ભણવાની ઈચ્છા હોય તો બહાર મોકલું? મેં આગળ આવીને ઘણું ઉમંગથી કહ્યું હતું કે હું ભણીશ પપ્પા. શું ભણી, રાખ? બધાનું જોઇને બોયફ્રેન્ડ બનાવવું જરૂરી લાગ્યું.

મિત્રો સાથે મસ્તી કરવી, હરવું ફરવું, ફિલ્મ જોવી, શોપિંગ કરવું જરૂરી લાગવા માંડ્યું. અભ્યાસ ધીમે ધીમે પાછળ જતો ગયો અને હું એક અલગ દુનિયામાં રહેવા લાગી. પપ્પા અહિયાં પણ તમારી જ ભૂલ છે. તમે જણાવ્યું જ ન હતું ક્યારેય કે સારા લોકોની સંગત શું હોય છે? જેવી સંગત હોય તેવી રંગત હોય છે પપ્પા?

મારી મોટાભાગની બહેનપણીઓમાં એક બે ને બાદ કરતા મોટાભાગની આ રસ્તા ઉપર છે. છોકરીઓ શું છોકરા પણ તે તરફ ભાગી રહ્યા છે. ખાવું પીવું, હરવું ફરવું, મસ્તી કરવી એ જીવન છે. આજે મરીને એવું લાગે છે કે આ જીવન ન હતું. ભણવા માટે ઘરેથી બહાર આવ્યા હતા, તો ભણવાની જરૂર હતી. પોતાનું એક ધ્યેય નક્કી કરીને. કાંઈક એવું વિચાર્યું હોત કે માં બાપનું માથું ગર્વથી ઊંચું થઇ જાત.

કાંઈક એવી કરીને કે સમાજમાં મારું માન વધી જાત. કાંઈક એવું કરીને જેથી દેશને મારી ઉપર ગર્વ થાત. જે અમે કરી રહ્યા હતા ઘણું ખરાબ હતું. તમે ક્યારેય જણાવ્યું ન નહિ પપ્પા કે માણસનું જીવન કીડા મકોડા જેવું નથી હોતું. તેની ઉપર આખી સૃષ્ટિની જવાબદારી હોય છે. તે તમામ જીવોમાં શ્રેષ્ઠ છે, તેની પાસે સારું ખરાબ વિચારી શકવાની બુદ્ધી છે. જે ઈશ્વરે કોઈ જીવને આપી નથી.

માફ કરજો પપ્પા, થોડી ભૂલ મારી હતી તો થોડી તમારી. પણ હું ઈચ્છું છું કે બીજા પિતા પોતાના બાળકોને સમાજને સમજવાની શિખામણ આપે. સારા સંસ્કાર આપે. સારું અને ખરાબ ઓળખવાની સમજણ આપે. અને બીજી બહેનોને વિનંતી છે કે તમને ઘણી મુશ્કેલીથી આઝાદી મળી છે, તેનો સદુપયોગ કરજો. પ્રેમલીલા પહેલા આત્મનિર્ભર અને સ્વાવલંબી બનવા તરફ આગળ વધો. તમારી આત્મનિર્ભરતા તમારો આત્મવિશ્વાસ બમણો કરી દેશે પછી તમે જે માગશો તે મળશે.

માફી સાથે એક વખત ફરી આવજો….

તમારી વ્હાલી દીકરી