એક છોકરી પાસે જાણો, કેમ થાય છે છોકરાની પ્રપોઝલ રિજેક્ટ. રસપ્રદ અને સાચા કારણો જાણો.

0
1348

છોકરાઓની હંમેશા છોકરીઓ સામે એક જ ફરિયાદ રહે છે કે તે કારણ વગર તેમના પ્રસ્તાવ એટલે પ્રેમના પ્રસ્તાવનો અસ્વીકાર કરી દે છે. ‘રોકસ્ટાર’ માં જે રણબીરના તૂટેલા દિલમાંથી સંગીત નીકળતું હતું, તે ખરેખર જીવનમાં છોકરાઓના તૂટેલા દિલમાંથી માત્ર નિસાસો અને ગુસ્સો જ નીકળે છે. છોકરાઓને લાગે છે કે જયારે છોકરીઓ તેની સાથે વાત કરવામાં, તેની સાથે ચા-કોફી લંચ કરવામાં અને ત્યાં સુધી કે ફેસબુક ઉપર ચેટ કરવામાં પણ તકલીફ નથી તો પછી પ્રેમની વાત આવતા જ કયો એવો પહાડ તૂટી પડે છે?

સૌથી પહેલા તો પોતાના મગજમાંથી એ વાત કાઢી નાખો કે દરેક તે છોકરી જે તમારી સાથે વાત કરે છે કે તમારી સાથે સમય પસાર કરે છે, તે તમારી સાથે પ્રેમ જ કરે છે કે તમારી ગર્લફ્રેન્ડ બનવા માગતી હોય, બીજી વાત એ છે કે બની શકે કે આગળ જતા તમારા દોસ્તનો સંબંધ ખરેખર પ્રેમમાં બદલાઈ જાય, પરંતુ તેના માટે તમારે ધીરજ રાખવી પડશે અને સાથે જ નાની નાની વાતો અને ઇશારા ઉપર ધ્યાન આપવું પડશે, જેથી તમને ખબર પડી શકે કે એવું કાંઈ થવાની શક્યતા છે કે નહિ.

છોકરાઓને ના આવા જ ઢગલાબંધ પ્રશ્નોના જવાબ તેમને અહિયાં મળી જશે અને કદાચ ત્યાર પછી તેનું દિલ તૂટવાની શક્યતા થોડી ઓછી થઇ જશે.

મિત્રોની વાતોમાં ન આવો :-

મોટાભાગના છોકરાઓને કદાચ એ વાત માનવામાં થોડી મુશ્કેલી થાય પરંતુ તે ૧૦૦% સાચું છે કે તેને ચણાના ઝાડ ઉપર ચડાવવું ઘણું સરલ હોય છે. તમે કોઈ છોકરી સાથે વાત કરો છો, તેની સાથે તમારી સારી દોસ્તી છે, પરંતુ દોસ્તોના હિસાબે આ દોસ્તી માત્ર દોસ્તી જ નહિ પરંતુ તેનાથી ઘણું વધુ છે.

તે તમને કહે છે કે તમારે એ છોકરીને પ્રપોઝ કરવી જોઈએ અને તમે સમજ્યા વિચાર્યા વગર જલ્દીથી જઈને તેને તમારા દિલની સ્થિતિ જણાવી આવો છો (જે કદાચ હકીકતમાં તમારા દિલની સ્થિતિ ન પણ હોય) એવી રીતે ઉતાવળમાં લેવામાં આવેલા નિર્ણયનું પરિણામ કાંઈ વિશેષ સારું નથી આવતું.

આમ તો શું તમને ખબર છે કે માત્ર હેંડસમ નથી, એવા છોકરાને પસંદ કરે છે છોકરીઓ

પહેલા પોતાને પૂછો થોડા પ્રશ્નો

જેવા કે તમે ઉપર વાચ્યું કે ઘણી વખત તમે માત્ર તમારા મિત્રોની વાતોમાં આવીને આવા પ્રકારના પગલા ઉઠાવી લો છો, તો એવું કાંઈપણ કરતા પહેલા થોડું તમારા આત્માને પણ પૂછશો કે તે શું ઈચ્છે છે?

શું ખરેખર તમને તે છોકરી સાથે પ્રેમ છે? શું તમે ખરેખરમાં તેની સાથે એક સાચો સંબંધ ઈચ્છો છો કે પછી એમ જ ટાઈમ કારણ વગરનું ડેટિંગ કરવા માગો છો કે પછી તમને માત્ર તેની સાથે સમય પસાર કરવાનું ગમે છે, જે આગળ જતા પ્રેમમાં બદલાઈ શકે છે. જયારે તમારી પાસે આ પ્રશ્નોના જવાબ હોય ત્યારે કોઈ આગળ પગલું ભરજો.

હંમેશા પ્રસ્તાવનો અસ્વીકાર થઇ જવાથી છોકરાઓને આંચકો લાગે છે, ત્યાર પછી તે એ છોકરી વિષે ખુબ મહત્વની ગણવામાં આવતી હતી હવે ચાલુ દગાબાજ અને ન જાણે એવી કેટલા પ્રકારની બની જાય છે.

એ વાતનો અસ્વીકાર નથી કરી શકાતો કે એવા પ્રકારનો એકતરફી પ્રેમ વાળા સંબંધોમાં હંમેશા છોકરીઓ વધુ લાભ ઉઠાવે છે અને પોતાનું કામ કઢાવી લે છે. પરંતુ એવી સ્થિતિ ન આવે, તેના માટે કોઈપણ સંબંધોમાં સૌથી વધુ મહત્વ સેલ્ફ-રેસ્પેક્ટને આપો, પોતાની અને સામે વાળાની પણ. એવું કોઈ કામ કે હરકત ન કરો જેથી બંનેમાંથી કોઈની પણ સેલ્ફ- રેસ્પેક્ટને નુકશાન પહોચે.

હવે વાત કરીએ કે જો તમને એવું લાગે છે કે છોકરી પણ તમને પસંદ કરે છે અને આ સંબંધમાં આગળ વધવાની થોડી પણ શક્યતા છે, તો એવું શું કરવામાં આવે કે જેનાથી પ્રસ્તાવનો અસ્વીકાર ન થાય અને સામેથી પણ જવાબ હા માં જ મળે.

કોન્ફિડન્સ બતાવો, ઓવરકોન્ફીડન્સ નહિ :-

એ વાત નક્કી કરી લો કે છોકરીઓને કોન્ફીડેંટ છોકરા વધુ ગમે છે. એવા છોકરા જેના હાથ પગ તેની સાથે વાત કરતી વખતે ધ્રુજતા ન હોય, જે પોતાની લીમીટમાં રહી છોકરીઓ સાથે હસી મજાક કરી લેતા હોય અને છોકરીઓ સાથે વાત કરવામાં ખચકાટ કે શરમ ન આવતી હોય, એવા છોકરા છોકરીઓને વધુ ગમે છે.

તેનો અર્થ એવો જરાપણ નથી કે તમે પોતાની જાતને શાહરૂખ ખાન સમજી લો, કે તમારા ‘પલટ’ કહેતા જ છોકરીઓ દોડતી આવે, કેમ કે એવું તો માત્ર ફિલ્મોમાં જ થાય છે.

વારંવાર ન કરો બીજીની ચર્ચા :-

જેવી રીતે તમને કદાચ છોકરીના એક્સ વિષે સાંભળવું કે તેની ચર્ચા ન ગમે, બસ એવી જ રીતે તમારા દ્વારા વારંવાર કરવામાં આવેલી એક્સની ચર્ચા પણ તમારા સંબંધોની અડચણ બની શકે છે.

દરેક વાતમાં તમારી એક્સને ગલફ્રેન્ડ લાવવી કે સામે બેઠેલી છોકરીની તેની સાથે સરખામણી કરવી કદાચ તમારો નંબર કપાવી શકે છે, એટલા માટે જ્યાં સુધી વાત આગળ ન વધે ત્યાં સુધી એક્સની ચર્ચા કરવાથી વાત નક્કી થતી થતી અટકી જાય છે.

કરો સાચા વખાણ :-

માનો કે છોકરીઓને તમારા દ્વારા કરવામાં આવતા વખાણ સાંભળવા ગમે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે દરરોજ એમ જ વખાણ કરી ફૂલવતા રહો. છોકરીઓને ખબર છે કે ક્યારે તમે તેના સાચા વખાણ કરી રહ્યા છો અને ક્યારે તેણે માખણ લગાવી રહ્યા હો છો.

આંખો અને હોઠના વખાણને આગળ માટે બચાવીને રાખો, શરૂઆતના સમયમાં ક્યારેક તેના લુકના તો ક્યારેક તેના કામના વખાણ કરો. વખાણ ત્યારે કરો જયારે તે તમારા દિલમાંથી નીકળે.

પહેલા દોસ્તીનો હાથ આગળ વધારો :-

પહેલી નજરમાં પ્રેમ ઘણો ફિલ્મી સ્ટોરી જેવો છે, એટલા માટે તેની માથાકૂટમાં ન પડો. પરંતુ તમને લાગે છે કે પહેલી વખત તમને મળે અને વાત કરતા જ છોકરી તમારાથી ઈમ્પ્રેશ થઈને પ્રેમમાં પડી જાય, તો ભૂલી જાવ.

જેમ કે રોમાંસ કિંગ શાહરૂખ ખાને કહ્યું છે કે, પ્રેમ દોસ્તી છે, તો સૌથી પહેલા દોસ્તીનો જ હાથ વધારો. એક વખત જયારે તમે કોઈ છોકરીના દોસ્ત બની જાવ છો, તેનો વિશ્વાસ જીતી લો છો અને તે તમારી કંપનીમાં કંફર્ટેબલ અનુભવવા લાગે છે, ત્યારે વાત આગળ વધારવાનું સારું રહેશે.

રોજ કરો થોડી વાતચીત :-

જો તમે વિચારી રહ્યા છો કે તમે એક દિવસ છોકરી સાથે વાત કરશો અને ત્યાર પછી બે અઠવાડિયા સુધી તેણે તમારો ચહેરો નહિ દેખાડો અને તે તમારી યાદમાં તડપવા લાગશે, તો એવું જરાપણ નથી.

બની શકે છે આવતી વખતે જયારે તમે તેની સાથે વાત કરવા જાવ તો તેને તમારું નામ પણ યાદ ન હોય, એટલા માટે દરરોજ થોડી વાતચીત કરો. વાતથી આપનો મતલબ પ્રેમ ભરેલી વાતો નથી. કામ વિષે પૂછો, તેનો દિવસ કેવો રહ્યો તે જાણવાનો પ્રયાસ કરો વગેરે વગેરે.

રીજેક્શનથી ન ડરો :-

કહેવામાં આવે છે કે તમારા ડર ઉપર જીત જ સૌથી મોટી જીત હોય છે તો એવી રીતે તમારા મનમાંથી ડર પણ કાઢી નાખો. જે દિવસે તમેં તમારા મનમાંથી રીજેક્શનનો ડર કાઢી નાખશો તે દિવસ પછી જ તમારું દિલ પણ ઓછું તૂટશે.

રીજેક્ટ થવું કોઈને પણ સારું નથી લાગતું પછી ભલે તે જોબ ઈન્ટરવ્યું હોય કે પછી પ્રેમની બાબત પરંતુ જેવી રીતે એક ઈન્ટરવ્યુંમાં રીજેક્ટ થયા પછી તમને સારી નોકરી મળે છે એવું જ વિચારી લો કે કદાચ આગળ તમને તેનાથી પણ સારી છોકરી મળવાની હોય, રજેક્શનને મેચ્યોરીટી સાથે હેન્ડલ કરો.

અમને આશા છે કે આ ટીપ્સની મદદથી હવે તમે તમારી પસંદની છોકરી તરફ દોસ્તીનો હાથ આગળ વધારી શકશો અને કદાચ ત્યાર પછી વાત આગળ પણ વધી જાય.

આ માહિતી મેન્સેક્સપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.