એક અતિ સુંદર મહિલાએ વિમાનમાં પ્રવેશ કર્યો અને સીટની શોધમાં નજર દોડાવી. તેણે જોયું કે તેની સીટ એક એવી વ્યક્તિની બાજુમાં છે. જેના બંને હાથ નથી. મહિલાને તે અપંગ વ્યક્તિ પાસે બેસવામાં ખચકાટ થયો.
તે સુંદર મહિલાએ એયરહોસ્ટેસને કહ્યું, હું આ સીટ ઉપર સુવિધાપૂર્વક પ્રવાસ નહિ કરી શકું. કેમ કે પાસેથી સીટ ઉપર જે વ્યક્તિ બેઠો છે તેના બંને હાથ જ નથી.
તે સુંદર મહિલાએ એયરહોસ્ટેસ પાસે સીટ બદલી આપવા આગ્રહ કર્યો.
આશ્ચર્ય પામી એયરહોસ્ટેસે પૂછ્યું, મેમ શું મને કારણ બતાવી શકો છો?
સુંદર મહિલાએ જવાબ આપ્યો, હું આવા લોકોને પસંદ નથી કરતી. હું આવા વ્યક્તિ પાસે બેસીને પ્રવાસ નહિ કરી શકું.
દેખાવમાં તો ભણેલી ગણેલી અને વિનમ્ર દેખાતી મહિલાની એ વાત સાંભળીને એયરહોસ્ટેસ ચક્તિ થઇ ગઈ.
મહિલાએ એક વખત ફરી એયરહોસ્ટેસને ભાર પૂર્વક કહ્યું કે, હું એ સીટ ઉપર નથી બેસી શકતી. એટલે કે મને કોઈ બીજી સીટ આપવામાં આવે.
એયરહોસ્ટેસે ખાલી સીટની શોધમાં ચારે તરફ નજર દોડાવી, પણ કોઈ પણ સીટ ખાલી ન જોવા મળી.
એયરહોસ્ટેસે મહિલાને જણાવ્યું કે, મેડમ આ ઈકોનોમી ક્લાસમાં કોઈ સીટ ખાલી નથી, પરંતુ પ્રવાસીની સુવિધાને ધ્યાનમાં રાખી અમારું કર્તવ્ય છે.
એટલે હું વિમાનમાં કપ્તાન સાથે વાત કરું છું. મહેરબાની કરી ત્યાં સુધી થોડી ધીરજ રાખો. એવું કહીને એયરહોસ્ટેસ કપ્તાન સાથે વાત કરવા જતી રહી.
થોડા સમય પછી પાછી આવ્યા પછી તેણે મહિલાને જણાવ્યું, મેડમ, તમને જે અસુવિધા થઇ, તેના માટે ઘણું દુઃખ છે.
આ આખા વિમાનમાં, માત્ર એક સીટ ખાલી છે અને તે પ્રથમ શ્રેણીમાં છે. મેં અમારી ટીમ સાથે વાત કરી અને અમે એક અસાધારણ નિર્ણય લીધો. એક પ્રવાસીને ઇકોનોમી ક્લાસમાં પ્રથમ શ્રેણીમાં મોકલવાનું કાર્ય અમારી કંપનીના ઈતિહાસમાં પહેલી વખત બની રહ્યું છે.
સુંદર મહિલા ઘણી ખુશ થઇ ગઈ. પરંતુ તે પહેલા તે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરે અને એક શબ્દ બોલી શકે.
એયરહોસ્ટેસે તે અપંગ અને બંને હાથ વગરના વ્યક્તિ તરફ આગળ વધી ગઈ અને વિનમ્રતા પૂર્વક તેમને પૂછ્યું.
સર શું તમે પ્રથમ શ્રેણીમાં જઈ શકશો? કેમ કે અમે નથી ઇચ્છતા કે તમે એક અશિષ્ઠ પ્રવાસી સાથે પ્રવાસ કરીને દુઃખી થાવ.
એ વાત સાંભળીને તમામ મુસાફરોએ તાલી વગાડીને આ નિર્ણયનું સ્વાગત કર્યું. તે અતિ સુંદર દેખાતી મહિલા તો શરમથી નજર જ નહોતી ઉઠાવી શકતી.
ત્યારે એ અપંગ વ્યક્તિએ ઉભા થઈને કહ્યું,
હું એક ભૂતપૂર્વ સૈનિક છું. અને મેં એક ઓપરેશન દરમિયાન કાશ્મીર સરહદ ઉપર થયેલા બોમ વિસ્ફોટમાં મારા બંને હાથ ગુમાવ્યા હતા.
સૌથી પહેલા મેં આ દેવીજીની વાત સાંભળી, ત્યારે હું વિચારી રહ્યો હતો. કે મેં કેવા લોકોની સુરક્ષા માટે મારો જીવ જોખમમાં મુક્યો અને મારા હાથ ગુમાવ્યા?
પરંતુ જયારે તમારા બધાની પ્રતિક્રિયા જોઈ તો હવે મારી જાત ઉપર ગર્વ થઇ રહ્યો છે કે મેં મારા દેસવાસીઓ માટે મારા બંને હાથ ગુમાવ્યા.
અને એટલું કહીને, તે પ્રથમ શ્રેણીમાં જતા રહ્યા.
સુંદર મહિલા એકદમ શરમાઈને માથું નમાવીને સીટ ઉપર બેસી ગઈ.
જો વિચારોમાં ઉદારતા નથી, તો એવી સુંદરતાની કોઈ કિંમત નથી.
મારી પાસે આ વાર્તા આવી હતી.
મેં તે વાંચી તો હ્રદયને સ્પર્શી ગઈ એટલા માટે પોસ્ટ કરી રહ્યો છું. આશા રાખું છું કે તમને લોકોને પણ ઘણી પસંદ આવશે. જય હિંદ.