બિન વગાડી તો મહિલાના ઘર માંથી નીકળ્યા ૧૮ સાંપ, અંતમાં જે નીકળ્યું તે જોઇને નીકળી ગઈ ચીસ

0
2539

ભારતમાં ઘણા વિસ્તારોમાં સાંપની સંખ્યા વધારે જોવા મળે છે. અને લોકોના ઘર માંથી સાંપ નીકળવાના પણ ઘણા કિસ્સા સામે આવે છે. જેમાં અમુક ઉપર સરળતાથી વિશ્વાસ કરી શકાય છે પરંતુ ક્યારે ક્યારે એવું સાંભળવા પણ મળે છે, જે આપણા રુવાડા ઉભા કરી દે છે.

એ તો આપણે બધા જાણીએ છીએ કે, આ પૃથ્વી ઉપર રહેલા જીવો માંથી સૌથી ખતરનાક અને ઝેરીલા જીવ સાંપ હોય છે. માત્ર તેના એક ડંખથી જ માણસનું મૃત્યુ થઇ શકે છે. એટલા માટે જ લોકો સાંપને જોઇને તેનાથી દુર ભાગવાનું જ પસંદ કરે છે. હવે તેવામાં જો સાંપ આપણા ઘરમાં જ આવી જાય તો પછી વ્યક્તિ ક્યાં જાય.

આજે અમે તમને એક એવા જ બિહામણા અને આશ્ચર્ય પમાડે એવા કિસ્સા વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, જેમાં ઘર માંથી સાંપ નીકળ્યા હતા. તમને થતું હશે કે એમાં આશ્ચર્ય જેવું શું છે? તો એના માટે તમારે આ લેખ છેલ્લે સુધી વાંચવો પડશે.

જણાવી દઈએ કે કન્નોજના તીર્વા તહસીલમાં એક વિધવા મહિલા પોતાના ૨ બાળકો સાથે એક ઝુપડીમાં રહેતી હતી. પરંતુ તેની સાથે કાંઈક એવું બન્યું કે તેને એ ઝુપડી છોડવી પડી. એક દિવસ મહિલા સાંજે મજુરી કરીને ઘરે આવી અને હંમેશાની જેમ તે પોતાના બાળકો સાથે ખાઈને સુઈ ગઈ. બીજા દિવસે જયારે મહિલા ઉઠી તો તે પોતાની ઝુપડીમાં ૨ કાળા નાગને જોઇને ચોંકી ગઈ.

અને તે ગભરાયને તરત જ પોતાના બાળકોને લઈને પાડોશીઓ પાસે જતી રહી. ત્યારબાદ ગામમાં રહેલા લોકોએ સપેરા(સાંપનો મદારી) ને બોલાવ્યો અને પછી સપેરાએ બિન વગાડવાનું શરુ કર્યુ. પછી જાણવા મળ્યું કે એ મહિલાનું ઘર એટલે કે એની ઝુપડી ‘નાગલોક’ બની ગઈ હતી.

મિત્રો જણાવી દઈએ કે, જે ઘરમાં મહિલા પોતાના બાળકો સાથે રહેતી હતી તે ઘરમાં સાંપનો ઢગલો પણ રહેતો હતો. અને તે એ આ વાતથી એકદમ અજાણ હતી. જયારે સપેરાએ બિન વગાડવાનું શરુ કર્યુ તો તેના ઘર માંથી જમીન માંથી એક પછી એક કરીને કુલ 18 સાંપ નીકળી આવ્યા.

પણ વાત આટલે પૂરી ન થઇ. કારણ કે આટલા બધા સાંપ જોઇને સપેરાને પણ શંકા ગઈ કે જમીનની અંદર સાંપ ન હોય. એટલા માટે સપેરાએ મહિલાની ઝુપડીની જમીનને સારી રીતે ખોદી. તેમાંથી સાંપના સેંકડો ઈંડા નીકળ્યા. કહેવામાં આવે છે કે સાંપની આ જાતી ઘણી જ ખતરનાક હોય છે.

એક જ ઘર માંથી આટલા બધા ઝેરીલા સાંપ નીકળવાને કારણે આસપાસના દરેક લોકો ગભરાય ગયા હતા. અને જે વિધવા મહિલાના ઘર માંથી આટલા બધા સાંપ નીકળ્યા હતા, તેનું આખું ઘર ખોદકામથી ખરાબ થઇ ગયું છે. જેને કારણે તે પોતાના માસુમ બાળકો સાથે પાડોશીઓના ઘરમાં રહે છે. તે ઉપરાંત ગામના લોકોને એ શંકા પણ છે કે, આ જગ્યા ઉપર કોઈ મોટો ખજાનો પણ હોઈ શકે છે. કારણ કે આટલા પ્રમાણમાં સાંપ તે જગ્યા ઉપર મળી શકે છે, જ્યાં ખજાનો છુપાયેલો હોય છે.