યુટ્યુબ જોઈને આઠમું પાસ બનાવતો હતો બે હાજરની નકલી નોટ, છાપી નાખ્યા એટલા કરોડ.

0
751

એનઆઈએ અને ગુરુગ્રામ પોલીસે સાથે મળીને દરોડો પાડવાથી પકડાઈ ગયેલો નકલી નોટો બનાવવાના માસ્ટર માઈન્ડ કાસીમ જ છે. પોલીસ રિમાન્ડ ઉપર આરોપી કાસીમે જણાવ્યું કે, ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં તેમણે યુટ્યુબના આધારે નકલી નોટ બનાવવાનો ખોટો ધંધો શીખ્યો હતો.

લગભગ પાંચ મહિના સુધી ઈન્ટરનેટ ઉપર એવા ઘણા વિડીયો જોયા પછી, તેણે પોતાના પ્રિન્સીપાલના દીકરા વસીમને સાથે ભેળવીને ૧.૨૦ કરોડની બે-બે હજારની નોટો છાપી નાખી. એ કબુલાત પછી પોલીસ આરોપી સાથે સતત પુછપરછમાં લાગી ગઈ છે.

પુન્હાના ગામ સિંગરના રહેવાસી ફઝર (ઉંમર ૪૪ વર્ષ) નો પુત્ર કાસીમ આઠમું ધોરણ પાસ છે, જેને ધોરણ ચાર સુધી એના બીજા આરોપીના પ્રિન્સીપાલ પિતાએ ભણાવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ અભણ હોવા છતાંપણ તે કોમ્પ્યુટર સારું ચલાવતો હતો. તેનો ફાયદો ઉઠાવીને તેણે યુટ્યુબ દ્વારા નકલી નોટ બનાવવાનો વિડીયો શોધીને તેને ઘણી વખત જોયો.

આ વિડીયો જોયા પછી જયારે કાસીમને વિશ્વાસ આવી ગયો કે, હવે તે આ કાળા ધંધાની શરુઆત કરી શકે છે. તો ત્યાર પછી તેણે પ્રિન્ટર દ્વારા નોટ છાપવાનું શરુ કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે મેવાત અને ગુરુગ્રામમાં ઘણા સ્થળોએ તેને વાપરી છે. સદર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી દલવીર સિંહે જણાવ્યું કે, આરોપીઓને રિમાન્ડ ઉપર લઈને તેના નેટવર્કને શોધવાનો પ્રયત્ન ચાલુ છે.

૨૯ મે ના રોજ સોહના રોડ ઉપર એનઆઈ અને સદર પોલીસ સ્ટેશને સંયુક્ત કર્યવાહી કરીને ૧.૨૦ કરોડ રૂપિયાની નકલી નોટો સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓને ૭ દિવસના રિમાન્ડ ઉપર લઈને પુછપરછ કરવામાં આવી રહી છે.

પુછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, તે આ નોટ પોતાના ઘરે જ મેવાતમાં જ છાપતા હતા. એના માટે નેપાળના રસ્તે પાકિસ્તાન માંથી કાગળ અને સાહી આવતી હતી. ઘટનામાં બીજા લોકો પણ જોડાયેલા છે, જેની પોલીસ તપાસ કરી રહી છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા જ વિશ્વાસ સાથે અમે તમને હ્રદયપૂર્વક વિનંતી કરીએ છીએ કે, આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેયર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે, તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુ માં વધુ લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.