જાણો રાત્રે જમ્યા પછી ફળ ખાવા કેટલું સારું કે કેટલું ખરાબ?

0
3221

ફળ આરોગ્યપ્રદ પોષણથી ભરપુર અને કોઈ મીઠાઈ કે ચોકલેટથી કેટલાય ગણું ઉત્તમ છે. આમ તો હંમેશા તે વાત ઉપર માથાકૂટ થાય છે કે રાત્રે ફળ ખાવા કેટલું યોગ્ય છે? શરીર તંદુરસ્ત રાખવા માટે આપણે હંમેશા ફળનું સેવન કરતા હોઈએ છીએ, પરંતુ ફળને ખાવા માટેનો પણ એક ચોક્કસ સમય હોય છે.

આપણામાંથી મોટાભાગના લોકોને રાત્રે જમ્યા પછી થોડું ગળ્યું ખાવાનું મન થાય છે. જો તમે વજન ઓછું કરવામાં લાગેલા છો, તો સ્પષ્ટ છે કે તમે ગળ્યું ખાવાની આ ઈચ્છાને કોઈ ફળથી પૂરી કરશો. ફળ આરોગ્યપ્રદ, જ્યુસી, પોષણથી ભરપુર, કુદરતી રીતે ગળ્યા અને કોઈ મીઠાઈ કે ચોકલેટથી કેટલાય ગણું ઉત્તમ છે. તો આવો જાણીએ કે રાત્રે ફળ ખાવા કેટલુ યોગ્ય હોય છે?

આવી છે માન્યતા :

આયુર્વેદના જણાવ્યા મુજબ તમે જયારે ભોજન કરો છો અને જયારે ફળ ખાવ છો, તો બંનેની અસર પાચન ક્રિયા ઉપર અલગ પ્રકારે પડે છે. અને પ્રાચીન સારવાર પ્રણાલી એ જણાવે છે કે, સુવાના ઓછામાં ઓછા 3-૪ કલાક પહેલા ભોજન (ડીનર) કરી લેવું જોઈએ. જો તમે ફળ અને ભોજન એક સાથે ખાવ છો, તો તમારું શરીર પહેલા ફળને પચાવશે અને પછી તે ભોજનને. એ કારણે પેટ ખરાબ થવાની સમસ્યા થઇ શકે છે, અને સાથે જ તમારું શરીર ખોરાકના જરૂરી પોષણનો ફાયદો પણ નહિ ઉઠાવી શકે.

અને, ઘણા લોકોનું માનવું છે કે સુતા પહેલા ફળ ખાવાથી સારી ઊંઘ આવે છે, પરંતુ થાય છે તેનાથી ઉલટું. ફળ શરીરમાં ખાંડ છોડે છે, જે તમારી ઉર્જાને વધારી દે છે અને તમને સુતી વખતે મુશ્કેલી પડે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે રાત્રે ફળ નથી ખાઈ શકતા. પરંતુ તમારે એને સમયસર ખાવાની જરૂર છે. તમારે ફળ રાત્રી ભોજનના ઓછામાં ઓછા ૩૦ મિનીટ પછી ખાવા જોઈએ.

કયા ફળ ખાવા?

તમે સુતા પહેલા કયા ફળ ખાવ છો તેની ઉપર પણ ધ્યાન આપવું ઘણું જરૂરી છે. રાત્રે પ્લેટ ભરીને ફળ ન ખાવ. જો તમે ગળ્યું ખાવા માટે તડપી રહ્યા છો, તો માત્ર ફળનો એક ટુકડો જ ખાવ જેમાં ખાંડનું પ્રમાણ ઓછું અને ફાઈબર વધુ હોય. જેવા કે તરબૂચ, નાશપાતી કે કીવી જેવા ફળ. સાથે જ ફળ ખાઈને તરત સુઈ ન જાવ.

તો વાત માત્ર એટલી જ છે કે તમારે ભોજન અને ફળ વચ્ચે ઓછામાં ઓછું ૩૦ મિનીટનો ગેપ હોવો જોઈએ. જો બની શકે તો ફળ તમે સાંજે રાત્રે ખાવાથી એક બે કલાક પહેલા જ ખાઈ લો. એવી રીતે તમારું પાચનતંત્ર બંને પ્રકારના ભોજનને આરામથી અને સારી રીતે પચાવી શકશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.