નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે ઓછા રોકાણ વાળા બિઝનેસની જાણકારી લઈને આવ્યા છીએ. અને આ બિઝનેસને તમે ફક્ત 8000 રૂપિયાથી શરુ કરી શકો છો. આ બિઝનેસની ખાસ વાત એ છે કે, આ એક પાર્ટટાઈમ બિઝનેસ છે. એટલે કે તમે તમારા બીજા બિઝનેસની સાથે કે તમે તમારી નોકરીની સાથે પણ આ બિઝનેસ કરી શકો છો. અને આ બિઝનેસથી તમે ખુબ સારો નફો પણ કમાઈ શકો છો. તો આ બિઝનેસ વિષે જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચજો.
અમે જે બિઝનેસના ફાયદા તમને જણાવી રહ્યા છીએ, એને તમે તમારા ઘરેથી જ શરુ કરી શકો છો. અને બીજી ખાસ વાત એ છે કે, આ બિઝનેસને વિધાર્થી પણ કરી શકે છે અથવા કોઈ નોકરી કરવા વાળા લોકો પણ પાર્ટટાઈમ બિઝનેસ તરીકે આને અપનાવી શકે છે. અને બીજા બિઝનેસ કરવા વાળા લોકો પણ પોતાના બિઝનેસની સાથે સાથે આ કામ કરી શકે છે, અને આને ઘરની મહિલાઓ પણ કરી શકે છે.
તો મિત્રો તમને જણાવી દઈએ કે, અમે સ્ટેમ્પ બનાવવાના બિઝનેસ વિષે વાત કરી રહ્યા છીએ. અને તમે ખુબ સરળતાથી રબર સ્ટેમ્પ બનાવવાના બિઝનેસને, પોતાના ઘરે જ શરુ કરી શકો છો. અને આપણે ત્યાં ઘણી બધી કંપનીઓ, ઓફિસો, દુકાનો એવી છે જેમને રબર સ્ટેમ્પની જરૂર પડે છે. અને હવે તો સ્કૂલો અને કોલેજોમાં પણ રબર સ્ટેમ્પના મદદથી બાળકોને ગ્રેડ આપવામાં આવી રહ્યા છે. એટલે કે એનો ઉપયોગ કરવાં વાળાની સંખ્યા સતત વધતી જઈ રહી છે.
અને વર્તમાન સમયમાં ઘણી બધી જગ્યા પર ફિક્સ લખાણ (નામ, નંબર, તારીખ, હોદ્દો, સરનામું વગેરે) માટે રબર સ્ટેમ્પ વાપરવાનું શરુ કરી નાખ્યું છે. જેથી તેમની જાણકારી બધાને સરળતાથી મળી રહે, તેમની કંપનીનું નામ અને નંબર વગેરે સરળતાથી પહોંચી રહે. અને આજના આ લેખમાં અમે તમને એવા રબર સ્ટેમ્પ બનાવતા મશીન વિષે જાણકારી આપવાના છીએ.
તમને રબર સ્ટેમ્પ બનાવવાના મશીન 4 થી 12 હજારમાં સરળતાથી મળી શકે છે. અને એમાં પણ ઘણા અલગ અલગ પ્રકારના મશીનો પણ જોવા મળે છે. હમણાં તો ઘણા એડવાન્સ મશીન પણ આવી ગયા છે, જેની કિંમત ખુબ વધારે હશે. તમે ઈન્ડિયામાર્ટ જેવી વેબસાઈટ પરથી ડીલર પાસેથી આ મશીન ખરીદી શકો છો, અને તમને આ મશીન ખુબ સરળતાથી મળી રહે છે.
હવે એમાં ઉપયોગમાં લેવામાં આવતા સ્ટેમ્પની વાત કરવામાં આવે, તો એ તમે જ્યાંથી મશીન ખરીદો છો ત્યાંથી જ સરળતાથી મળી રહે છે. અને તેને કેવી રીતે ઉપયોગ કરવા તે બધી પણ જાણકારી આપવામાં આવે છે. અને તમે જે સ્ટેમ્પ બનાવો છો તે કેટલી સાઈઝમાં બનાવવું, કેવી રીતે બનાવવું તે પણ તમને વિગતવાર જણાવી દેવામાં આવે છે.
સ્ટેમ્પની ડિઝાઈનની વાત કરીએ તો તમે એને ફોટોશોપ કે કોરલ-ડ્રોમાં તૈયાર કરી શકો છો. અને આનું પ્રિન્ટિંગ પેપર આવે છે તે પ્લાસ્ટિક જેવું આવે છે, તમારે તેને પ્રિન્ટ કરીને સ્ટેમ્પમાં લગાડવાનું છે અને મશીનમાં ફિસ્ક કરીને બનાવી નાખવાનું છે. આ બધી જાણકારી તમને મશીન ખરીદતા સમયે તે લોકો આપી દે છે.
હવે જો તમે સ્ટેમ્પ બનાવવાનો બિઝનેસ શરુ કરવા માંગો છો, તો તમે અલગ અલગ જગ્યાએ જઈને તેનો જથ્થાબંધ ઓર્ડર લઈ શકો છો. અને તમે ઘણી ઓફિસોમાં જઈને તમારા અલગ અલગ પ્રકારના સ્ટેમ્પ દેખાડીને તેમની પાસેથી ઓર્ડર લઈ શકો છો, અને તેમને ઓફિસ પર ડિલિવર પણ કરી શકો છો. જેથી તે લોકોને વધારે તકલીફ થાય નહીં અને તમે પણ તમારા ધંધાની શરૂઆત સરળતાથી કરી શકો.
જણાવી દઈએ કે, જયારે કોઈને રબર સ્ટેમ્પ બનાવવો હોય તો મોટાભાગે લોકો અલગ અલગ જગ્યાએ જઈને તેની કિંમતની માહિતી મેળવતા નથી. જેથી તમે સીધા ઓફિસમાં જઈને ગ્રાહકને સરળતાથી આપો તો તમને સારો એવો નફો થઈ શકે છે. અને બીજી ખાસ વાત એ કે સ્ટેમ્પ બનાવી લીધા પછી, તેની ડિલિવરી પણ તમે જાતે કરી શકો છો. કોઈને પોતાના ઘરે કે ઓફિસે બોલાવવાની જરૂરત નથી પડતી. આવી સુવિધા મળતા ગ્રાહકને ખુબ સારું લાગશે.
તમારી પાસે ઓફિસ ન હોય તો પણ તમે આ ધંધો કરી શકો છો. અને તમે સ્ટેમ્પની થોડી કિંમત વધારીને એની હોમ ડિલિવરી ફ્રી કરીને પણ સ્ટેમ્પ વેચી શકો છો. આમ કરવાથી ગ્રાહક બીજી જગ્યાએ જઈ શકે નહિ. તમે આને કોઈ સંસ્થા કે કંપનીમાં પણ જથ્થા બંધ વેચી શકો છો. તમે તમારી જાતે અલગ અલગ પ્રકારના સ્ટેમ્પ બનાવીને ગ્રાહકને દેખાડી શકો છો, જેમ કે અપ્રુવ, ડિસપ્રુવ, રિજેક્ટેડ, પેઈડ વગેરેનું સ્ટેમ્પ બનાવીને ગ્રાહકોને દેખાડી શકો છો, કારણ કે આવા સ્ટેમ્પ કંપની, ધંધા વગેરેમાં દરરોજ ઉપયોગ કરવામાં આવે છે.