આ છે દુનિયાની સૌથી ખતરનાક જગ્યા જ્યાં કરવામાં આવ્યા 500 પરમાણુ પરીક્ષણ, આજે પણ દેખાય છે એની અસર

0
849

જયારે પણ કોઈ દેશ બીજા દેશને પરમાણુ યુદ્ધની ધમકી આપે છે, તો બીજા દેશ અને એમના પાડોશી રાજ્ય બધા ગભરાઈ જાય છે, કારણ કે પરમાણુ હુમલો કેટલો ખતરનાક હોય શકે છે એનું પરિણામ જાપાનને જોઈને લગાવી શકાય છે. પણ શું તમે ક્યારેય એવી જગ્યા વિષે સાંભળ્યું છે, જ્યાં 456 પરમાણુ બોંબનું પરીક્ષણ કરવામાં આવ્યું છે? આ જગ્યા છે કઝાકિસ્તાનનું ‘ધ પૉલીગન.’ આનો ઈતિહાસ પોતાનામાં જ બિહામણો છે.

કઝાકિસ્તાનના ‘ધ પૉલીગન’ ના ઈતિહાસની વાત કરીએ તો તે ઘણો ખતરનાક છે. 1949 થી 1989 વચ્ચે અહીં લગભગ દર વર્ષે 10 પરમાણુ બોંબનું પરીક્ષણ કરવામાં આવ્યું અને એના પરિણામ આજ સુધી દેખાઈ રહ્યા છે. શીત યુદ્ધ દરમિયાન પૂર્વ સોવિયત રશિયા એટલે કે યુએસએસઆરે પરમાણુ પરીક્ષણ માટે અહીં દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બનાવ્યું હતું. સોવિયત રશિયાની સરકારે અહીં 456 પરમાણુ બૉમ્બનું પરિક્ષણ કર્યું હતું.

કેન્દ્રીય એશિયાના કજાક સ્ટેપીસમાં આવેલા ધ પૉલીગનનું સત્તાવાર નામ છે સેમીપલાટિંસ્ક ટેસ્ટ સાઈટ. આ જગ્યા બેલ્જીયમ જેટલી અથવા અમેરિકાના મૈરીલેન્ડ જેટલી મોટી છે. અહીંનું પ્રમુખ શહેર છે કુઅરશાટોફ, જેનું નમા રશિયન ભૌતિક શાસ્ત્રી આઈગોર કુઅરશાટોફના નામ પર આપવામાં આવ્યું છે. કુઅરશાટોફે સોવિયત રશિયાના પરમાણુ કાર્યક્રમનું નૈતૃત્વ કર્યું હતું. અહીંથી સેમીપલાટિંસ્કમાં કરવામાં આવતા પરીક્ષણો પર નજર રાખવામાં આવતી હતી.

પરમાણુ પરીક્ષણો માટે આ જગ્યાને પસંદ કરવામાં આવી કારણ કે, સર્બિયાની સરખામણીમાં આ વિસ્તાર મેક્સિકોથી વધારે નજીક છે. સોવિયત રશિયાની ખુફિયા પોલીસના દિગ્દર્શક અને સોવિયત પરમાણુ બોમ કાર્યક્રમની લાવરેંતી બેરિયા અનુસાર અહીં લોકો રહેતા ન હતા. અહીંની જમીન જરૂર કરતા વધારે સખત છે. એ કારણે રશિયન જાર નિકોલસે 1854 માં સરકાર વિરુદ્ધ બોલવા વાળા લેખક ફ્યોદોર દોસ્તોવસ્કીને નિર્વાસિત કરી અહીં છોડી દીધા હતા.

જયારે પરમાણુ પરીક્ષણ માટે 1947 માં જગ્યા પસંદ કરવામાં આવી ત્યારે અહિંયા 70,000 લોકો રહેતા હતા. એમાં કારિપ્બેક કુયુકોવ પણ હતા, જે સોવિયત રશિયાના પરીક્ષણોનું પરિણામ સહન કરી રહ્યા છે. એમણે જણાવ્યું, ‘જયારે હું જન્મ્યો ત્યારે મારા હાથ ન હતા. મારી માં આઘાતમાં હતી, એમના માટે મુશ્કેલ સમય હતો. તે ત્રણ દિવસ દિવસ મને જોઈ પણ ન શકી.’

કુયુકોવ ખાનાબદોશ ભરવાડના પરિવારમાં 1968 માં જન્મ્યા હતા, જેમને એક પરમાણુ બોંબના પરીક્ષણના બરાબર પહેલા તે વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તે કહે છે કે, ડોક્ટરોએ મારી માં ને જણાવ્યું હતું કે, જો તે મને નથી ઈચ્છતી તો તે મને એવું ઇંજેક્શન આપી શકે છે, જેનાથી મારી અને એમની તકલીફ ખતમ થઈ જશે. તે કહે છે કે, એમના પિતાએ આવું કરવાની ના પાડી દીધી હતી. કુયુકોવ જણાવે છે, એમણે મને જીવનની ભેટ આપી, મને લાગે છે કે પરમાણુ પરીક્ષણનું દુઃખ સહન કરવા વાળો દુનિયાનો છેલ્લો માણસ બનવું મારું મિશન છે.

કુયુકોવ લગભગ 500 માંથી એક પરીક્ષણની વાત કરી રહ્યા છે, જે લગભગ 4 દશક પહેલા સોવિયેત સંઘે ગુપ્ત રૂપથી કર્યા હતા. શીત યુદ્ધ દરમિયાન સોવિયેત રશિયાએ અસલી પરમાણુ કાર્યક્રમ કર્યા જેની કોઈને જાણકારી નથી, કારણ કે એ સંબંધમાં દસ્તાવેજોને સાર્વજનિક કરવામાં આવ્યા નથી. કુયુકોવ જણાવે છે, એ સમયે મારી માં યુવાન હતી. તે પરીક્ષણ જોવા માટે પહાડો પર ચઢી ગઈ હતી. તે સુંદર નજારો હતો, એક તેજ પ્રકાશ થયો પછી મશરૂમની જેમ કંઈક જમીનથી ઉપર ઉઠ્યું અને પછી કાળું અંધારું છવાઈ ગયું.

સોવિયત રશિયાની સેનાએ ઘણા વર્ષો સુધી ધ પૉલીગનમાં રહેવા વાળાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું. અહીં રહેવા વાળા અમુક લોકોએ જણાવ્યું કે, નવી બીમારીઓ આવવા લાગી. કેન્સર મહાવારીની જેમ ફેલાવા લાગ્યું, અમુક પરિવારે તો પોતાના પરિવાર અને બાળકો સહીત આત્મહત્યા કરી લીધી.

1980 ના અંતમાં નેવાદા-સેમીપલાટિંસ્ક પરમાણુરોધી અભિયાન શરુ થયું અને પરમાણુ પરીક્ષણો પણ પ્રતિબંધ લગાવવામાં આવવા લાગ્યો. કવિ ઓલ્જાસ સુલેમાનોવ અને કારિપ્બેક કુયુકોવ આ અભિયાન સાથે જોડાયેલા બે મુખ્ય એક્ટિવિસ્ટ હતા. આ અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળી. નીતિ અનુસાર સોવિયત સંઘે 1980 માં 18 માંથી 11 પરીક્ષણોને રદ્દ કરવા પડ્યા.

29 ઓગસ્ટ, 1991 માં કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ નુરસુલ્તાન નજારબાયેવે સેમીપલાટિંસ્કને સત્તાવાર રીતે બંધ કરાવી દીધું. થોડા મહિના પછી કઝાકિસ્તાને પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી અને દુનિયાની સૌથી મોટી પરમાણુ પરીક્ષણની જગ્યાની આલોચના કરી અને એ વિસ્તારને અપનાવી લીધો.

સરકારના નિવેદનને માનીને સંયુક્ત રાષ્ટ્રએ 29 ઓગસ્ટને ઇન્ટરનેશનલ ડે અગેંસ્ટ ન્યુક્લિયર ટેસ્ટિંગના રૂપમાં ઉજવવાનો નિર્ણય લીધો. સંયુક્ત રાષ્ટ્રમાં કઝાકિસ્તાનના સ્થાયી રાજદૂત કૈરાત અબદ્રખમાનોફ અનુસાર, જયારે સોવિયત સેના અહીંની ગઈ ત્યારે અહીં 110 મિસાઈલ અને 1200 પરમાણુ બોંબ હતા.

સોવિયત સેનાના જવાની સીધી અસર સેમીપલાટિંસ્કની સામાજિક આર્થિક વ્યવસ્થા પર પડી. આ વિસ્તારની સુરક્ષાને જવાબદારી કઝાકિસ્તાનના 500 સૈનિકોને આપવામાં આવી. આ વિસ્તારમાં રહેવા વાળા લોકો અહીંની ઈમારતો અને અન્ય સામાનના ટુકડાને તોડીને વેચવા લાગ્યા અને પરમાણુ વિકિરણથી પ્રભાવિત થયા. અહીં સુધી કે 1933 માં ધ પૉલીગનના દિગ્દર્શકને સૈન્યનો સામાન ચોરી કરીને વેચવાના આરોપમાં કાઢી મુકવામાં આવ્યા હતા.

પરમાણુ પરીક્ષણ તો બંધ થઈ ગયું, પણ અહીં સ્વાસ્થ્ય સમસ્યાઓ પુરી ન થઇ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેડિયોએક્ટિવ મેડિસિન એન્ડ ઈકોલોજી ઓફ કઝાકિસ્તાનના એક અનુમાન અનુસાર, 1949 થી 1962 વચ્ચે અહીં રહેવા વાળા પાંચથી દસ લાખ લોકો વિકિરણના સંપર્કમાં આવ્યા. વિકિરણ પર કામ કરી રહેલા શોધકર્તા તલગત મુલ્દાગલિવે જણાવ્યું, પૉલીગનમાં જે થયું, તે ચેર્નોબિલ કહે છે સેમીપલાટિંસ્કમાં સેંકડો પરમાણુ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.

દુનિયામાં ધ પૉલીગન જ એકમાત્ર એવી જગ્યા નથી જ્યાં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યા હોય. શીત યુદ્ધ દરમિયાન સોવિયત રશિયા સહીત અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન પણ બીજી જગ્યાઓ પર પોતાની પરમાણુ ટેક્નિકને મજબૂત કરવા માટે પરીક્ષણ કરી રહ્યા હતા.

લાસ વેગાસથી 105 કિલોમીટર દૂર નેવાદા ઉત્તર અમેરિકા માટે એવી જ જગ્યા હતી. 3500 વર્ગ કિલોમીટરના આ ક્ષેત્રમાં અમરિકી સેનાએ 1951 થી 1992 વચ્ચે 928 પરમાણુ પરીક્ષણ કર્યા. એમાંથી 800 જમીનની નીચે કરવામાં આવ્યા હતા. પણ એ પરીક્ષણ પછી ઉડેલો ધુમાડો 150 કિલોમીટર દૂર સુધી દેખાયો અને ઘણી વાર મીડિયાના આકર્ષનું કેન્દ્ર બન્યા.

સેમીપલાટિંસ્ક અને નેવાદાના સિવાય શીત યુદ્ધ દરમિયાન રશિયાના ન્યુ જેમ્લા અને પેસિફિક દ્વીપો પર સૌથી વધારે પરીક્ષણ કરવામાં આવ્યા. રશિયાના આર્કટિક વિસ્તારમાં 1955 થી 1990 વચ્ચે 224 પરીક્ષણ કરવામાં આવ્યા. 20 ઓક્ટોબર, 1961 માં અહીં જાર બોંબનો વિસ્ફોટ કરવામાં આવ્યો અને જે 57 મેગાવોટથી અધિક શક્તિશાળી હતું. આ માનવ ઇતિહાસના સૌથી જબરજસ્ત વિસ્ફોટ માનવામા આવે છે.

ફ્રાંસીસી સેનાને પોલિનેશીયાને પોતાના પરમાણુ પરીક્ષણ કેન્દ્રના રૂપમાં વાપર્યું છે. ફ્ન્ગાતોફા અને મુરુરોઆમાં 12 અને 176 પરમાણુ બોંબ વિસ્ફોટ કરવામાં આવ્યા. અમેરિકી સેનાની વાત કરીએ તો માર્શલ દ્વીપોની નજીક સેનાએ 40 વિસ્ફોટ કર્યા હતા. એવા એક વિસ્ફોટમાં એલ્યુજલેબ નામનો એક નાનો દ્વીપ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો હતો.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.