દુનિયાને ડર છે કે ચીન હોંગકોંગમાં પણ થિયાનમેન ચોકની ઘટનાનું પુનરાવર્તન ન કરી દે, જાણો શું હતી એ દર્દનાક ઘટના

0
509

હોંગકોંગમાં સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. અને ચીન જેવી રીતે આક્રમક બની રહ્યું છે તે જોઇને એ પણ ડર છે કે ક્યાંક ફરી થયાનમેન સ્કવાયરની કહાનીને દોહરાવવામાં ન આવે.

જમ્મુ કાશ્મીરની વાતને હવા આપનારું ચીન હોંગકોંગના અવાજને દબાવવા માટે શું કરી રહ્યું છે, તે આખી દુનિયા જોઈ રહી છે. એક તરફ જ્યાં તે જમ્મુ કાશ્મીર અંગે ભારત સરકારને મૂંજવી રહ્યું છે અને બીજી તરફ આખી દુનિયા હોંગકોંગના મુદ્દા ઉપર તેને જ પ્રશ્નોમાં મૂંજવી રહ્યું છે. આમ તો હોંગકોંગ પહેલું નથી, જેનો અવાજ ચીન દળ-બળથી દબાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય. તે પહેલા ઉદગર મુસ્લિમોનો અવાજ દબાવવા માટે પણ તે આ મુજબની કાર્યવાહી કરતું રહ્યું છે.

ઉદગરોને જેલમાં નાખવાથી લઈને, મસ્જીદો તોડવી, આતંકી ગણાવીને તેની હત્યા કરાવવી અને જો ચીને અત્યાર સુધી ઉદગરો વિરુદ્ધ કરી છે. તેનું આગળનું નિશાન હોંગકોંગ પણ બની શકે છે. આખી દુનિયા હોંગકોંગની ખરાબ બનતી સ્થિતિથી દુઃખી છે જ પરંતુ તે એ વાતથી પણ દુઃખી છે કે ક્યાંક હોંગકોંગમાં પણ થીયાનમેન નરસંહાર કાંડની ગણતરીએ ચીન કાર્યવાહી ન કરી બેસે. તેને લઈને ઘણા દેશોએ પોતાની શંકા પણ વ્યક્ત કરી છે.

ચીન છીનવી રહ્યું છે આઝાદી

આ આશંકા પાછળ જે કારણ છે, તે પણ તે તરફ ઈશારો કરી રહ્યું છે. ચીને હોંગકોંગની સરહદ ઉપર મોટા પ્રમાણમાં જવાનો ગોઠવી દીધા છે. તે ઉપરાંત હોંગકોંગમાં જ પ્રદર્શનકારીઓના અવાજને દબાવવા માટે સુરક્ષાદળોનું કડક કાર્યવાહી વધતી જાય છે. હોંગકોંગના પ્રદર્શનકારીઓની વાત કરીએ તો ગયા અઠવાડિયે તેમણે હાર્બર ઉપર લગાવેલા ચીનના રાષ્ટ્રીય ઝંડા સુધીને નુકશાન પહોચાડ્યું હતું. ત્યાર પછી ત્યાં સુરક્ષાદળ ગોઠવી દેવામાં આવ્યું હતું.

અહિયાં ઘણી વખત પ્રદર્શનકરીઓ અને સુરક્ષાદળો વચ્ચે નાના નાના છમકલા પણ થઇ ચુક્યા છે. ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને અહીયાની વિમાન સેવા પણ ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. એટલું જ નહિ વિમાન મથક સુધી બંધ કરવા પડ્યા હતા. ૧૯૯૭માં બ્રિટીશ અને ચીન વચ્ચે કરાર મુજબ કામ કરી રહેલા હોંગકોંગમાં કોર્ટ ચીનથી અલગ સ્વતંત્ર રીતે કામ કરે છે. તે ઉપરાંત અભિવ્યક્તિની આઝાદી પણ છે, જેને ચીન સતત દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પ્રદર્શનોને દબાવવાની તૈયારી

હોંગકોંગમાં પ્રદર્શન કરી રહેલા લોકોનું માનવું છે કે ચીન સતત તેમના અધિકારોને દબાવી રહ્યું છે કે પછી તેનો નાશ કરી રહ્યું છે. તે લોકોનું માનવું છે કે ચીન તેમની પાસેથી તેમની આઝાદી છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેની વિરુદ્ધ ઉભા થતા અવાજને બળપૂર્વક દબાવવા ઉપર આવી ગયું છે. અને ચીન હોંગકોંગ ઉપર પ્રદર્શનકારીઓનો અવાજ બનેલા બીજા દેશોને પણ ચુપ રહેવાની સલાહ આપી ચુક્યું છે.

એટલું જ નહિ ચીન સ્પષ્ટ કરી ચુક્યું છે કે આવા પ્રકારના પ્રદર્શનોને શાંત કરવા માટે કાંઈ પણ કરવામાં પાછા નહિ પડે. ચીન માત્ર એ વાત કરી રહ્યું નથી પરંતુ તેના માટે પોતાને તૈયાર પણ કરી રહ્યું છે.

થીયાનમેન નરસંહાર ઉપર ચુપ રહે છે ચીન

જે શંકાથી આખું વિશ્વ ડરી રહ્યું છે ખરેખર તે છે શું. ૪ જુન ૧૯૮૯ના રોજ થીયાનમેન ચોક ઉપર લોકશાહી સમર્થકોના શાંતિપૂર્ણ પ્રદર્શનને ત્યાની સરકારે સેનાના બુટ નીચે કચરી નાખ્યા હતા, ચીની સેનાની આ કાર્યવાહીમાં લગભગ ૧૦,૦૦૦ સામાન્ય લોકો મરી ગયા હતા. અને સરકારી આંકડા મુજબ ૨૦૦ લોકો મરી ગયા અને લગભગ ૭ હજાર ઘાયલ થયા હતા. ચીનની સરકાર તેને લઈને હંમેશા ચુપ રહી પરંતુ બ્રિટેનના એક અહેવાલમાં ત્યાં મરી ગયેલા લોકો વિષે ખુલાસો કરવામાં આવ્યો હતો.

આ અહેવાલમાં ચીનમાં તે સમયે બ્રિટીશ રાજદૂત એલન ડોનાલ્ડના તે ટેલીગ્રામનું વર્ણન છે, જેમાં તેમણે તેની માહિતી આપી હતી. આ દસ્તાવેજ બ્રિટેનના નેશનલ આર્કોઈવમાં રહેલો છે. આ અહેવાલ ઉપર અમેરિકા અને ફ્રાંસના નિષ્ણાંતોએ પણ સંમતી દર્શાવી હતી. વાત એ છે કે ત્રણ દશક પછી પણ ચીનની સરકાર થીયાનમેન ચોક ઉપર થયેલા નરસંહારને લઈને સંપૂર્ણ ચુપ રહે છે. તેની ઉપર કોઈએ ચર્ચા કરવાની પણ છૂટ નથી. એટલું જ નહિ તેને લઈને ચીનમાં ઈન્ટરનેટ ઉપર પ્રતિબંધ લાગુ છે.

સરકારની નીતિઓના વિરીધી હતા હુ

ચીનમાં આ વિરોધ પ્રદર્શન એપ્રિલ ૧૯૮૯માં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ મહાસચિવ અને ઉદાર સુધારક હું યાઓબાંગના મૃત્યુ પછી શરુ થયું હતું. હુ કેમ કે ચીનના રૂઢીવાદીઓ અને સરકારની આર્થિક અને રાજકીય નીતિના વિરોધી હતા. આમ તો તેને સરકાર માંથી દુર કરવામાં આવ્યા હતા. હુ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીનાના ચેરમેન પણ રહી ચુક્યા હતા. તે ઉપરાંત તે પાર્ટીના મુખ્ય અધિકારીઓ માંથી પણ એક હતા. ૮ એપ્રિલ ૧૯૮૯ના રોજ હુ ને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યાર પછી તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. તે સમયે તેમની પત્ની તેમની સાથે હતી.

૧૫ એપ્રિલના રોજ તેમનું અવસાન થઇ ગયું. આમ તો ત્યાર પછી તેમની પત્ની તરફથી હુ ના ઇલાજમાં બેદરકારી કરવાની વાત સામે આવી. ધીમે ધીમે તે વાત લોકો ઉપર છવાઈ ગઈ. તે ઘટના પછી ૧ જુને તત્કાલીન રાષ્ટ્રપતિ લી પેંગે એક જાહેરાત આપવાની ઈચ્છાથી થીયાનમેન ચોક ઉપર લગભગ ૫૦ હજાર લોકો એકઠા થયા હતા.

વિદ્યાર્થીઓએ તેમની યાદમાં ૧ માર્ચનાં રોજ આયોજિત કર્યું હતું. ૩-૪ જુન ૧૯૮૯ના રોજ આ પ્રદર્શનોએ જોર પકડ્યું. તેની વિરુદ્ધ ચીને પોતાની ફોજને તેની શક્તિ દબાવવા ઉપર રોડ ઉપર ખુલ્લી છૂટ આપી દીધી હતી. પીએલએના વિરોધને દબાવવા માટે બંધુકો જ નહિ પરંતુ ટેન્કોનો ઉપયોગ કરવામાં પણ પાછા પડ્યા ન હતા.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.