દરેક દેશના ચલણ ઉપર અલગ અલગ પ્રકારના લખાણ અને તસ્વીરો મુકવામાં આવતા હોય છે, અને તેમાં જે લખાણ અને તસ્વીરો મુકવામાં આવતા હોય છે, તે તે દેશની પ્રતિષ્ઠિત વ્યક્તિ કે તે દેશમાં પૂજવામાં આવતા દેવોના હોય છે. એવું નથી સંભળવા મળતું કે બીજા દેશના કોઈ દેવના ફોટા પોતાના ચલણમાં મુકવામાં આવતા હોય. પરંતુ આજે અમે તમને એ વાત વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં એક દેશના ચલણમાં બીજા દેશના ભગવાનનો ફોટો મુકવામાં આવ્યો છે.
કાલથી ગણેશ ચતુર્થીનું મહાપર્વ શરુ થઇ ગયું છે. દેશભરમાં ગણપતિનું સ્વાગત ધામધૂમ સાથે કરવામાં આવી રહ્યું છે. પછી વાત મહારાષ્ટ્રની કરીએ કે પછી દિલ્હીની, દરેક લોકો ગણેશ ચતુર્થીના પહેલા દિવસે ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. માત્ર ભારત જ નહિ, પરંતુ ઘણા દેશોમાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. તેવામાં આજે અમે તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જે અમુક જ લોકોને ખબર હશે. દુનિયામાં મુસ્લીમ વસ્તી વાળો એક એવો દેશ છે, જ્યાં ગણેશજીની તસ્વીર નોટ ઉપર છપાઈ છે. આવો જાણીએ તેના વિષે.
સૌથી મોટા મુસ્લિમ દેશની નોટમાં છપાઈ છે તસ્વીર
ઇન્ડોનેશિયાના ચલણને રૂપીયાહ કહેવામાં આવે છે. અહિયાંની ૨૦ હજારની નોટ ઉપર ભગવાન ગણેશની તસ્વીર છે. ખાસ કરીને ભગવાન ગણેશને આ મુસ્લિમ દેશમાં શિક્ષણ, કલા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે ઇન્ડોનેશિયામાં લગભગ ૮૭.૫ ટકા વસ્તી ઇસ્લામ ધર્મને માને છે અને માત્ર ત્રણ ટકા હિંદુ વસ્તી છે.
નોટ ઉપર ગણપતિની તસ્વીરની ખાસિયત
ઇન્ડોનેશિયાની આ ૨૦ હજારની નોટ ઉપર સામેના ભાગમાં ભગવાન ગણેશની તસ્વીર છે, જયારે પાછળના ભાગમાં વર્ગખંડનો ફોટો છપાયો છે. જેમાં વિદ્યાર્થી અને શિક્ષકની તસ્વીર છે.
નોટ ઉપર ભગવાન ગણેશની તસ્વીર છાપવાનું કારણ.
ખાસ કરીને થોડા વર્ષો પહેલા ઇન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પાટા ઉપરથી નીચે ઉતરી ગઈ હતી. ત્યાર પછી ત્યાં ૨૦ હજારની એક નવી નોટ બહાર પાડવામાં આવી હતી. જેની ઉપર ભગવાન ગણેશની તસ્વીર છાપવામાં આવી હતી. તે છાપવા પાછળ આર્થિક ચિંતકોનું માનવું હતું કે તેનાથી અર્થવ્યવસ્થા ફરી મજબુત બની જશે અને પાછળથી એવું જ કાંઈક જોવા મળ્યું હતું.
તમારા મતે અપના ભારતીય ચલણ રૂપિયા ઉપર કયા દેવી દેવતાનો ફોટો હોવો જોઈએ, કોમેન્ટ બોક્ષમાં લખીને જણાવો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.