દુનિયાના સૌથી મોટા વાહન હવે પોતે જ ચાર્જ થઈને ચાલી રહ્યા છે, આ લેખ વાંચીને જોઈલો ટેકનોલોજીએ દુનિયાને ક્યાં પહોંચાડી છે.

0
613

આ ઈ-ડમ્પરને જર્મનીની કંપનીએ બનાવ્યું છે. કંપનીના પ્રવક્તાના જણાવ્યા મુજબ આ ડમ્પર રોજ લગભગ ૨૦ ફેરા કરે છે અને તેનાથી ૨૦૦ યુનિટ વીજળી ઉત્પન થાય છે.

ઓટો ડેસ્ક. દુનિયાભરમાં ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ ઘણું ઝડપથી થતું જઈ રહ્યું છે અને ઘણી કંપનીઓ સતત ગ્રીન એનર્જી ઉપર કામ કરી રહી છે. આમ તો હજુ સુધી તેના માટે તકલીફ માત્ર ચાર્જીંગ સ્ટેશનને લઈને આવી રહી છે અને તેને સુવિધાજનક બનાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેવામાં સોલર ચાર્જીંગ વાહન પણ તે કડીનો એક ભાગ છે. તેવામાં જો અમે તમને એવી જાણકારી આપીએ કે દુનિયાનું સૌથી મોટું વાહન હવે પોતે જ ચાર્જ થઈને ચાલી રહ્યું છે, તેને કોઈ ઈલેક્ટ્રીસીટીની જરૂર નથી. વિશ્વાસ નહિ આવે, પરંતુ તે વાત સાચી છે.

ઇલેક્ટ્રો ડમ્પર કે ઈ-ડમ્પર હંમેશા એક ૪૫ ટનના નિર્માણમાં કામ આવે તેવા વાહન હોય છે. તે સ્વીત્ઝરલૅન્ડના ડુંગરોમાંથી ચૂનો પથ્થર લાવવા માટે કામ આવે છે. ડમ્પર ખાલી થઈને ડુંગર ઉપર જાય છે અને ત્યાંથી ૬૫ ટન વજન લઈને પાછા આવે છે. તેમાં ૬૦૦ kWh ની બેટરી આપવામાં આવી છે. તેમાં આ વિશેષ બેટરી રીજનરેટીવ બ્રેકીંગ સીસ્ટમ સાથે આવે છે. તેથી તે પહાડ ઉપરથી ઉતરતી વખતે પોતે ઈલેક્ટ્રીસીટી જનરેટ કરે છે અને તેને સ્ટોર કરે છે. તેને કારણે જ તે ઇલેક્ટ્રિકસીટી ડુંગર ચડવા માટે જરૂરી ચાર્જીંગ કરે છે.

આ ઈ-ડમ્પરને જર્મનીની કંપનીએ બનાવ્યું છે. કંપનીના પ્રવક્તાના જણાવ્યા મુજબ આ ડમ્પર રોજ લગભગ ૨૦ ફેરા કરે છે અને તેમાં ૨૦૦ યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે. તેવી રીતે આ ડમ્પર એપ્રિલ મહિનાથી કામ કરી રહ્યું છે અને તેણે અત્યાર સુધી લગભગ ૭૬,૦૦૦ ડીઝલની બચત કરી છે. તેની સાથે જ લગભગ ૨૦૦ ટન કાર્બન ડાઈ ઓક્સાઈડને પણ અટકાવી ચુક્યા છે.

ફોર્મ્યુલા ઈ-ડ્રાઈવર લુકાસ ડી ગ્રાસીનું કહેવું છે કે તે સંપૂર્ણ રીતે એક જાદુ છે અને તે એક ટ્રક પોતે વીજળી ઉત્પન કરીને પોતાના માટે ઈલેક્ટ્રીસીટી એકઠી કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.