દુનિયાના એવા સર્જન જેનાથી સર્જકનું મૃત્યુ તેમના જ સર્જનથી થયું.

0
717

શોધક જ શોધની જનની હોય છે અને એ જરૂરિયાત વાળી શોધ માણસને માહિતગાર બનાવી દે છે. માણસની પ્રકૃતિ જીજ્ઞાસા વાળી હોય છે. જે તેને જુદી જુદી ઘટનાઓને સમજવામાં પ્રેરણાદાયક જેવું કામ કરે છે, પરંતુ આ એક જોખમ ભરેલું કાર્ય પણ હોય છે. અમે તમને આ દુનિયાના એવા શોધકોના નામ જણાવવા જઈ રહ્યા છીએ, જે ઈતિહાસના પાના ઓમાં તો અમર થઇ ગયા પણ તેમની પોતાની શોધ જ તેમના મૃત્યુનું કારણ બની.

દુનિયાના એવા શોધકોની યાદી જેમનું મૃત્યુ તે જ શોધથી થયું હતું :-

૧. સેલ્વેસ્ટર એચ રોપર :-

અમેરિકાના શોધક, સેલ્વેસ્ટર હાવર્ડ રોપર, શરુઆતના ઓટોમોબાઈલ અને મોટરસાયકલના મુખ્ય નિર્માતા હતા. ૨૦૦૨માં રોપરે રોપર સ્ટીમ વેલોકીપેડેની શોધ માટે મોટરસાયકલ હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એ જાણીને તમને આશ્ચર્ય થશે કે રોપર સ્ટીમ વેલોકીપેડની શરૂઆત ગતી પરીક્ષણ દરમિયાન અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું.

૨. ફ્રાંજ રેડકલટ :-

ફ્રાંજ રેડકલટને ‘ફ્લાઈંગ ટેલર’ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમને કોટ પેરાશૂટની શોધ કરી હતી પરંતુ આ શોધના પરીક્ષણ માટે એફિલ ટાવર ઉપરથી છલાંગ લગાવી દીધી હતી અને પેરાશૂટ ન ખૂલવાને કારણે જ ટાવરની નજીક બરફ વાળા મેદાનમાં અકસ્માત થઇ ગયું અને તરત જ મૃત્યુ થઇ ગયું.

૩. કેરલ સોસેક :-

કેરલ સોસેકે શોક-શોષિત બેરલને બનાવ્યું હતું. તેના પરીક્ષણ માટે તેમણે નીયગારા જળ પ્રપાત માંથી નિયાગારા નદીમાં પડવાનું કારસ્તાન દેખાડતા દરમિયાન તે એ સમયે બચી તો ગયા પરંતુ જયારે તે બહાર આવ્યા તો નાકમાંથી લોહી વહી રહ્યું હતું.

સારવાર પરીક્ષણ દરમિયાન ખબર પડી કે કારસ્તાન દરમીયાન તેમનું પેટ અને છાતી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયા હતા અને ખોપરીના હાડકા પણ તૂટી ગયા હતા અને તેને કારણે જ હોસ્પીટલમાં જ અવસાન થઇ ગયું હતું.

૪. હોરેસ લોસન હનીલી :-

હનીલીએ પહેલી લડાયક પનડૂબી બનાવ્યું હતું. બે નિષ્ફળ પ્રયાસો પછી તે એક પનડૂબી બનાવવામાં સફળ થયા પરંતુ પરીક્ષણ દરમિયાન પોતાના આઠ ડ્રાઈવરોની ટુકડીના સભ્યો સાથે તેમની બનાવેલી પનડૂબીનો અકસ્માત થઇ ગયો. જેને કારણે તેમનું મૃત્યુ થઇ ગયું.

૮ નવેમ્બર, ૧૮૬૩ના રોજ ચાર્લ્સટન, દક્ષીણ કેરોલીનામાં મેગનોલિયા કબ્રસ્તાનમાં સંપૂર્ણ સૈનિક સન્માન સાથે દફનવિધિ કરવામાં આવી હતી અને તેમના સન્માનમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના એ સમયના સૌથી પ્રસિદ્ધ પનડૂબી એચ.એલ. હનીલી હતાને તેમના નામ ઉપર રાખવામાં આવ્યું હતું.

૫. મેરી ક્યુરી :-

મેરી સ્કોલોવ્સકા ક્યુરી એક ભૌતિક વૈજ્ઞાની અને રસાયણના નિષ્ણાંત હતા અને વિશ્વની પહેલી મહિલા હતી. જેને નોબલ પુરસ્કાર મળ્યો હતો. તેમણે રેડિયોધર્મી, આઈસોટોપને અલગ કરવા માટે રેડિયોધર્મીતા અને ટેકનીકના સિદ્ધાંતને સિદ્ધ કર્યો હતો.

તેમણે એક વિધિની શોધ કરી હતી. જેનાથી રેડિયોધર્મી બે તત્વો, પોલોનિયમ અને રેડીયમની શોધ કરી શકાય છે. શોધ સામગ્રી માંથી અર્નાલ્ડ મોકલવામાં વિકિરણના લાંબા સમય સુધી સંપર્કને કારણે, એ એપ્લાસ્ટીક એનીમિયાના કારણે તેમનું મૃત્યુ થઇ ગયું હતું.

૬. હેનરી સ્મોલીસ્કી :-

સ્મોલીસ્કીએ એક હાઈબ્રીડ કાર-એયરક્રાફ્ટની શોધ કરી. જેનું નામ એવીય મીરજાર રાખવામાં આવ્યું પરંતુ વિમાનના પરીક્ષણને ઉડાડતી વખતે અકસ્માત થઇ ગયો અને તેમનું મૃત્યુ થઇ ગયું.

૭. સબીન અર્નાલ્ડ વોન સોચોકી :-

તેમણે રેડીયમ આધારિત પેંટના શોધક હતા, પરંતુ તે શોધ જ તેમના મૃત્યુનું કારણ બન્યું અને રેડિયોધર્મી સામગ્રીના સપર્કમાં હોવાને કારણે એપ્લાસ્ટીક અનીમીયાથી તેમનું મૃત્યુ થઇ ગયું.

ઉપર જણાવેલી યાદી વાચકોના સામાન્ય જ્ઞાનમાં વધારો કરવામાં મદદરૂપ બનશે કેમ કે અમે દુનિયાના એવા શોધકોના નામ આપ્યા છે. જેમનું મૃત્યુ તેમની શોધથી થયું છે.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.