આ છે દુનિયાની એ સતરંગી સુંદર જગ્યાઓ, જ્યાં જીવન છે જ નહિ, જાણો વધુ વિગત

0
858

આપણી આ પૃથ્વી ખુબ વિશાળ છે, અને અહીં જાત જાતની અજાયબીઓ છે. અને હજી પણ ઘણી એવી જગ્યાઓ અને જીવો રહેલા છે જેના વિષે આપણે અજાણ છીએ. હજી આપણી પૃથ્વી પરના કેટલાય રહસ્યો ઉકેલવાના બાકી છે. અને અમુક એવા સ્થળો પણ છે જ્યાં માણસો જતા નથી. અને અમુક સ્થળ તો એવા છે જ્યાં માણસ તો શું એના સિવાયના બીજા જોવા પણ જોવા નથી મળતા. આજે અમે તમને એક એવી જ જગ્યા વિષે જણાવવા જઈ રહ્યાં છીએ.

આપણી પૃથ્વી પર લગભગ 87 લાખ પ્રજાતિઓના જીવ જંતુ રહે છે. પણ આ ધરતી પર એક એવી જગ્યા પણ છે જ્યાં જીવન નથી. અહીં પાણી ઘણું બધું છે, પણ જીવનના નામ પર કાંઈ પણ નથી. અહીં ધરતી પર રહેલ 87 લાખ પ્રજાતીઓમાંથી કોઈ પણ પ્રજાતિના જીવ નથી રહેતા.

શિયાળામાં તાપમાન પહોંચી જાય છે 45 ડિગ્રી સુધી :

યુરોપિયન શોધકર્તાઓએ ધરતી પર એવી જગ્યા શોધી છે, જ્યાં પાણી તો છે પણ ત્યાં જીવન નથી. ત્યાં શિયાળામાં પણ તાપમાન વધીને 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. એવું પણ માનવામાં આવે છે કે, અહીંનું વાતાવરણ મંગળ ગ્રહના વાતાવરણને મળતું આવે છે. આ જગ્યા ઈથિયોપિયામાં આવેલી છે.

પાણી અને હવામાં એસિડ અને ઝેરીલા ગેસ છે :

નેચર ઈકોલોજી એન્ડ ઈવોલ્યુશન મેગેઝીન (એનઈઈ) માં હાલમાં પ્રકાશિત થયેલા એક શોધપત્ર અનુસાર અહીંના પાણી, હવા અને વાતાવરણમાં એસિડ, મીઠું અને ઝેરીલા ગેસ છે. સાથે જ આ જગ્યાની પીએચ વેલ્યુ નેગેટિવ છે. એટલે અહીં જીવનની સંભાવના ના બરાબર છે.

જમીન પર દેખાય છે દરેક પ્રકારના રંગ :

અહીં ધરતીનું સૌથી ખતરનાક અને ખરાબ વાતાવરણ છે. અહીં મોટી માત્રામાં મેગ્નેશિયમ મળી આવે છે. અને અહીં રહેલા તળાવની અંદર નાના નાના જ્વાળામુખી છે, જે આખું વર્ષ ઝેરી ગેસ અને રસાયણ બહાર કાઢતા રહે છે. આ કારણે અહીંની જમીન સતરંગી થઈ ગઈ છે.

2005 પછી અહીં કોઈ નથી રહેતું :

આ જગ્યાનું નામ છે દલોલ જિયોથર્મલ ફિલ્ડ. અહીં તમને દુનિયાના બધા રંગ જોવા મળી જશે. અહીં જ્વાળામુખી છે, એ કારણે અહીંના ડનાકિલ તળાવમાં ઝેરી ગેસ, મીઠું, એસિડ વધારે મળે છે. અહીં નજીકમાં વસેલા ગામમાં વર્ષ 2005 પછી કોઈ નથી રહેતું. જો કે હવે, શોધકર્તા અને અમુક ફિટોગ્રાફર્સ જ અહીં આવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.