આ માણસ આજે પણ દુનિયા માટે બન્યો છે રહસ્ય, અમેરિકન એયરફોર્સને છેતરી આકાશમાંથી થઈ ગયો હતો ગાયબ

0
667

શું તમે ક્યારેય એવો કિસ્સો સાંભળ્યો છે, જેમાં કોઈ માણસ ઉડતા વિમાનમાંથી અચાનક ગાયબ થઈ જાય? તમે કહેશો કે ભલું એવું કેવી રીતે થઈ શકે છે? તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, એવું જ કઈંક આજથી 48 વર્ષ પહેલા અમેરિકામાં થયું હતું, અને આજ એ રહસ્ય ઉકેલાયું નથી.

આ વાત 1971 ની છે, જ્યાં સૂટ-બુટ પહેરીને એક માણસ હાથમાં કાળા રંગનું બેગ લઈને અમેરિકાના એયરપોર્ટ પર પહોંચ્યો, અને ત્યાં કાઉન્ટર પર જઈને સિએટલ જવા વાળી ફ્લાઈટની ટિકિટ લીધી. એયરપોર્ટ પર તેણે પોતાનું નામ ડૈન કૂપર જણાવ્યું, જે અસલમાં એનું નામ ન હતું. પણ નસીબનો ખેલ જુઓ કે આજે પણ દુનિયા એને ડીબી કૂપરના નામથી જ ઓળખે છે.

એયરપોર્ટથી ટિકિટ લીધા પછી તે માણસ સીધો ફ્લાઈટ તરફ વધે છે. તેને વિમાનમાં સૌથી પાછળ વાળી સીટ મળી હતી. તે સીધો જઈને પોતાની સીટ પર બેસી ગયો. બાકી યાત્રીઓની જેમ તેણે પોતાનું બેગ ઉપર ન મૂક્યું અને પોતાની પાસે જ રાખ્યું.

વિમાન જેવું જ એયરપોર્ટ પરથી ઉડ્યું કે, તે વ્યક્તિએ પોતાનું કામ શરૂ કરી દીધું. કૂપરે ફ્લાઈટ અટેન્ડેન્ટને એક કાગળનો ટુકડો આપ્યો, અને અટેન્ડન્ટને લાગ્યું કે તે કોઈ બિઝનેસમેન છે અને એને પોતાનો નંબર આપી રહ્યો છે. જો કે અટેન્ડેન્ટે એ કાગળ લીધું પણ જયારે એને વાંચ્યું તો તે સન્ન રહી ગઈ.

એ કાગળના ટૂકડા પર લખ્યું હતું, ‘મારી પાસે બોમ છે.’ એ પછી કૂપરે ફ્લાઈટ અટેન્ડન્ટને પોતાનું બેગ ખોલીને પણ દેખાડ્યું, જેમાં હકીકતમાં બોમ હતો. એ પછી કૂપરે એને પોતાની બધી શરત જણાવી અને કહ્યું કે, વિમાનને નજીકના એયરપોર્ટ પર લેંડ કરાવવામાં આવે અને એમાં ફરીથી ઈંધણ ભરવામાં આવે. એની સાથે જ એણે 2 લાખ ડોલર (આજના હિસાબે લગભગ 1 કરોડ 36 લાખ રૂપિયા) અને ચાર પેરાશૂટની પણ માંગણી કરી.

કૂપરની માંગ સાંભળીને ફ્લાઈટ અટેન્ડન્ટ સીધી પાયલટ પાસે પહોંચી અને એને બધી વાત જણાવી. એ પછી પાયલટે તરત જ વિમાન હાઈજેક અને કૂપરની માંગો વિષે સિએટલના એયર ટ્રેફિક કંટ્રોલને સૂચના આપી. પછી શું? દરેક બાજુ અફરાતફરી મચી ગઈ. પોલીસથી લઈને એફબીઆઈ સુધી દરેકને સૂચના આપવામાં આવી.

જો કે યાત્રીઓનો જીવ ખતરામાં હતો, એટલા માટે અમેરિકી સરકારે એની માંગો માની લીધી અને બે લાખ ડોલર બેગમાં ભરીને વિમાનમાં એની પાસે પહોંચાડી દીધા, પણ એ પહેલા એફબીઆઈએ એ નોટોના નંબર નોંધી લીધા હતા, જેથી હાઇજેકરને પકડી શકાય.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.