ડુંગળીને હાથ પર રગડવાથી થાય છે એવા ચમત્કારીક ફાયદા, કે જાણીને ચકિત રહી જશો

0
2456

ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે, જિંદગીમાં જે વસ્તુ આપણને રોવડાવે છે તેના ફાયદા પણ ઘણા હોય છે. અને એમાંથી જ એક છે ડુંગળી. અને આજે અમે તમને ડુંગળીના એવા ફાયદા જણાવવાના છીએ, જે જાણીને તમે ચકિત થઈ જશો.

મિત્રો ડુંગળી આપણા રસોડાનું એક અનિવાર્ય અંગ છે. અને મોટેભાગે તેનો ઉપયોગ ખાવામાં દરરોજ થાય છે. પણ એનો અન્ય કામોમાં ઉપયોગ થાય છે. જણાવી દઈએ કે, ડુંગળીનો ઉપયોગ તમે ખાવાનું બનાવવા ઉપરાંત થોડી નાની મોટી ઈજા કે બીમારીઓમાં પણ કરી શકો છો. તો આવો જાણીએ ડુંગળી વિષે થોડા બીજા મહત્વના ફાયદા જેનો ઉપયોગ તમે નાની મોટી બીમારીઓમાં કે ઈજા થવા ઉપર કરી શકો છો.

ડુંગળીના ચમત્કારી ફાયદા :

૧) આ સાંભળવામાં થોડું વિચિત્ર જરૂર છે, પણ છે એકદમ સાચું. મિત્રો જીવડા કરડે તે જગ્યાએ ડુંગળી ઘસવાથી ઘણો ફાયદો થાય છે. તો હવેથી જયારે પણ તમને કોઈ નાના મોટા જીવડા કરડી લે, તો તે જગ્યા ઉપર તમે ડુંગળી ઘસો તો એનો તરત ફાયદો મળશે.

૨) જણાવી દઈએ કે, હાથમાં બળતરા થવા ઉપર પણ ડુંગળીનો ઉપયોગ કરી શકાય છે. કારણ કે ડુંગળી ઘણી ઠંડી હોય છે અને તેની પ્રકૃતિ દર્દ નિવારક ઔષધી જેવી હોય છે. તેવામાં હાથમાં બળતરા થવા ઉપર તેને ઘસવાથી ઘણો આરામ મળે છે.

૩) જો તમારી આંગળીમાં કે શરીરના કોઈ ભાગમાં ફાસ ઘુસી ગઈ છે, તો તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે ડુંગળી તેમાં પણ ઘણી કામ આવે છે. તમે બસ ડુંગળીનો એક નાનો એવો ટુકડો લો અને તેને ફાસ વાળા ભાગ ઉપર ૪૦ મિનીટ સુધી ફેરવો. ઘુસી ગયેલી વસ્તુ પોતાની મેળે બહાર આવી જશે.

૪) જાણકારી માટે જણાવી દઈએ કે, ડુંગળીના રસને પાણીમાં ભેળવીને ચહેરા ઉપર લગાવવાથી થોડા જ દિવસમાં ખીલ મુંહાસે દુર થઇ જાય છે.

૫) વાળના મૂળમાં ડુંગળી ઘસવાથી વાળ કાળા અને મુલાયમ રહે છે. એટલું જ નહિ તેનાથી વાળ ખરવાના પણ ઓછા થઇ જાય છે. એનાથી તમારા માથામાં વાળનો જથ્થો વધે છે.

૬) તમને જાણીને નવાઈ લાગશે કે, ગઠીયા કે સાંધાના દુ:ખાવામાં ડુંગળીના રસને સરસીયાના તેલમાં ભેળવીને માલીશ કરવાથી ઘણો આરામ મળે છે.

૭) જો તમને પેશાબ સારી રીતે નથી આવી રહ્યો, તો પેટ ઉપર ડુંગળીના રસનું હળવું માલીશ કરવાથી ઘણો ફાયદો થાય છે.

૮) ડુંગળીના રસમાં બેક્ટેરિયાનો નાશ કરવાં વાળા ગુણ હોય છે. એટલે તેને ઘા ઉપર લગાવવાથી ઇન્ફેકશન નથી વધતું.

૯) કાચી ડુંગળી ખાવાથી ઇન્સ્યુલીન બને છે. તેથી ડુંગળીનો સલાડ ડાયાબીટીસમાં ફાયદાકારક છે.

૧૦) તેમજ ડુંગળીમાં ફાઈબર પણ વધુ હોય છે, એટલે રોજ કાચી ડુંગળી ખાવાથી પાચનતંત્ર મજબુત બને છે.

11) કાચી ડુંગળીમાં મિથાઈલ સલ્ફાઇડ અને એમીનો એસીડ પણ હોય છે. જેને કારણે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.