હોસ્પિટલની બેદરકારીના લીધે હવે આ મહિલા કદાચ નહિ બની શકે માં, જાણવા જેવો કિસ્સો.

0
889

હોસ્પિટલમાં કેવા પ્રકારની બેદરકારી થાય છે, તે અંગેના આ સમાચાર આરોગ્ય તપાસના નામ ઉપર કરવામાં આવતી બેદરકારીને ખુલ્લી પાડી રહ્યા છે. અને આપણને વિચારવા માટે મજબુર કરી રહ્યા છે કે, તમે જેની ઉપર વિશ્વાસ કરો છો તે તમારું કેટલુ નુકશાન કરી દે છે. એવી જ એક ઘટના છે ગાઝીયાબાદની, જ્યાં ડોક્ટરની ખોટી સારવારથી એક મહિલાનો જીવ મુશ્કેલીમાં પડી ગયો.

ધ હિંદુ ન્યુઝપેપરમાં છપાયેલા રીપોર્ટ મુજબ, દિલ્હીની એક મહિલા મહિનાઓથી એટલા માટે હોસ્પિટલો અને ગ્રાહક કોર્ટમાં ધક્કા ખાઈ રહી હતી, કે તેની થયેલી ખોટી સારવારનો સાચો નિર્ણય થઇ શકે. ખાસ કરીને મહિલાને જયારે ટીબીના લક્ષણ દેખાયા, તો તે ગાઝીયાબાદની વૈશાલીમાં આવેલી આવેલી પુષ્પાંજલિ હોસ્પિટલમાં ગઈ. ત્યાં ડોક્ટર શારદા જૈને મહિલાને તેના આરોગ્ય સંબંધિત સલાહ આપી.

તેમાં માં બનવાના પ્રાથમિક પ્રશ્નોને લઈને પણ ઘણા જવાબ રહેલા છે. તેમણે મહિલાને ટીબીની દવાઓ લેતા પહેલા ગર્ભ ધારણ કરવાની સલાહ આપી. નવપરણિત મહિલા પોતાના પહેલા બાળક માટે ચિંતિત હતી, તો તેણે તે બાબત ઉપર ડોક્ટર જૈનને પ્રશ્ન કર્યો હતો. ત્યાર પછી ડોક્ટર જૈન દ્વારા આપવામાં આવેલી સલાહથી મહિલા નિશ્ચિંત હતી.

થોડો સમય મહિલા પોતાની ટીબીની સારવાર બાબતે વ્યસ્ત રહી, અને પછી તે દિવસ પણ આવી ગયો જયારે મહિલા ગર્ભવતી થઇ. પરંતુ ડોક્ટરની સલાહ છતાં પણ ભ્રુણ યોગ્ય રીતે વિકસિત જ ન થયું. મહિલાના આરોગ્ય સાથે માત્ર આટલી જ રમત નથી થઇ. ત્યાર પછી મહિલા ગ્રેટર કૈલાશની ફોર્ટીસ હોસ્પિટલમાં ગઈ, જ્યાં તેણે ડોક્ટર નીના સિંહની સલાહ લેવાનું શરુ કર્યું.

ડોક્ટર નીનાએ મહિલાની સમસ્યા ઓછી કરવાને બદલે ઘણી વધારી દીધી. ત્યાં સુધી કે કેસ બગાડ્યા પછી ડોક્ટર નીનાએ સોરી કહી દીધું, અને ફરી વખત પ્રયાસ માટે પોતાની ફી માફ કરી આપી. પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે મહિલા હવે કદાચ જ માતા બની શકે.

ખાસ કરીને ડોક્ટર નીનાએ મહિલાનું અલ્ટ્રાસાઉન્ડ કર્યું. તેમાં તેને મહિલાના ગર્ભનું ભ્રુણ જ ન દેખાયું. પછી શું હતું જયારે તેની ભૂલ ખુલ્લી પડી ગઈ, તો ડોક્ટર નીનાએ ફરી અલ્ટ્રાસાઉન્ડની વાત કરી અને મહિલાના સંતોષ માટે પોતાની ફી માફ કરી દીધી. ત્યાર પછી એવો અલ્ટ્રાસાઉન્ડ થયો કે મહિલાના ગર્ભાશયમાં એટલી ગંભીર ઈજાઓ આવી કે હવે મહિલાના માતા બનવા ઉપર શંકા જ છે.

રાહતની વાત એ છે કે, ગ્રાહક કોર્ટના દબાણથી હોસ્પીટલે પીડિત મહિલાને તેના માટે ૨૫ લાખનું વળતર આપ્યું છે. ડોક્ટર નીના કે ડોક્ટર શારદા પોતાના ધંધામાં નિયમિત રીતે કામ કરી રહી છે. કોઈએ તેની બેદરકારી પર કદાચ જ ફરી પ્રશ્ન કર્યો હોય.

પરંતુ એ મહિલા ૨૫ લાખ મેળવીને ફાયદામાં રહી કે એને નુકશાન થયું, તેનો નિર્ણય તમે તમારી બુદ્ધિથી કરો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.