સ્વાદિષ્ટ દૂધપાક બનાવવું છે, તો જાણો દૂધપાક બનાવવા માટેની એકદમ સરળ રીત.

0
3712

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજે અમે તમને એક એવી રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ જે ઘણા લોકો શ્રાદ્ધના સમયે, અને જયારે કોઈ મહેમાન ઘરે આવે ત્યારે, તેમજ શુભ પ્રસંગમાં બનાવે છે. આજે અમે તમને દૂધપાક બનાવવાની રેસિપી વિષે જણાવવા જઈ રહ્યા છીએ. દૂધપાક એક એવી વસ્તુ છે જે ગરમ હોય ત્યારે પણ અને ઠંડુ હોય ત્યારે પણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. દૂધપાક મોટાભાગના લોકોને પસંદ આવે છે, અને નાના બાળકોને આ ખુબ પસંદ આવે છે. એટલા માટે આજે અમે તમને દૂધ પાક બનાવવાની સરળ અને ઝડપી રીત જણાવવા જઈ રહ્યા છીએ.

દૂધપાક બનાવવા માટેની જરૂરી સામગ્રી :

1 લીટર દૂધ

1 મોટી ચમચી બાસમતી ચોખા

થોડું કેસર

પ્રમાણ અનુસાર ચારોળી

4 મોટી ચમચી ખાંડ

1 નાની ચમચી એલચી અને જાયફળનો પાઉડર

દૂધપાક બનાવની રીત :

સૌથી પહેલા તમારે જે કામ કરવાનું છે, એ છે દૂધપાક બનાવવાના અડધા કલાક પહેલા બાસમતી ચોખાને ધોઈને પલાળીને મૂકી દેવાના છે. સૌથી પહેલા એક લીટર ફૂલ ફેટ વાળું દૂધ લઈને તેને ગાળી લેવાનું છે, અને તેને ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે જે પલાળેલા ચોખા છે તેમાંથી પાણી કાઢીને આમાં એડ કરી દેવાના છે. ગેસને મીડીયમ રાખીને આને ગરમ કરતા રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે.

થોડા સમય પછી એક નાની વાટકીમાં દૂધ લઇ લેવાનું છે અને તે વાટકીમાં કેસર નાખીને સાઈડમાં રહેવા દેવાનું છે. અને દૂધને હલાવતા રહેવાનું છે. થોડા સમય પછી ચોખાને દબાવીને ચેક કરી લેવાના છે જો કડક હોય તો તેને ઉકળવા દેવાનું છે અને સાઈડ સાઈડથી પણ હલાવતા રહેવાનું છે. ત્યારબાદ થોડા સમય પછી એમાં કેસર અને ચારોળી એડ કરી દેવાની છે.

મિત્રો હવે જયારે ચોખા ચળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરવાની છે. હવે ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકાળતા રહેવાનું છે, અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. ખાંડ ઓગળી જાય ત્યારે તેમાં એલચી અને જાયફળનનો પાઉડર એક કરી દેવાનો છે. થોડા સમય સુધી તેને સારી રીતે હલાવતા રહેવાનું છે. હવે આપનો દૂધ પાક તૈયાર છે અને તેને ગેસ પરથી નીચે ઉતારી દેવાનું છે.

ધ્યાન રહે કે નીચે ઉતાર્યા પછી પણ તેને હલાવતા રહેવાનું છે. તેમજ બદામને અડધો કલાક પહેલા થોડા ગરમ પાણીમાં પલાળી દેવાની છે, અને તેની છાલ કાઢી લેવાની છે. અને તેના નાના ટુકડા કરીને તેમાં એડ કરી દેવાની છે. બદામને તમારા અનુસાર આકાર આપી શકો છો, તેના લાંબા કે નાના ટુકડા કરી શકો છો. હવે તમારૂ ગરમા ગરમ દૂધપાક પીરસવા માટે તૈયાર છે. અને જો ઠંડુ આપવું હોય તો ફ્રિજમાં મૂકી દેવાનું છે. અને ગમે ત્યારે સર્વ કરી શકો છો. આ રીતે સરળ રીતે દૂધ પાક બનાવીને તમે એના સ્વાદનો આનંદ માણી શકો છો. અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપણો આભાર. અમે તમારા માટે બીજી ઘણી સ્વાદિષ્ટ વાનગીની રેસીપી લાવતા રહીશું.