ટેસ્ટી અને હેલ્ધી દુધીનાં મુઠીયાની રેસીપી શીખવા ક્લિક કરો. જાણો સરળતાથી મુઠીયા બનાવવાની રીત.

0
2850

નમસ્કાર, મિત્રો આજે અમે તમારા માટે દુધીના ટેસ્ટી અને હેલ્ધી મુઠીયા કેવી રીતે બનાવવા એની રેસિપી લઈને આવ્યા છીએ. આ દૂધીના મુઠીયા સ્વાદમાં એકદમ સરસ અને સારા લગતા હોય છે. અને આ રીતથી તમે એને બનાવશો તો તે એકદમ સોફ્ટ બનશે.

આ લેખમાં તમને સૌથી નીચે શ્રીજી ફૂડનો એક વિડીયો જોવા મળશે. એમાં જોઈને પણ તમે મુઠીયા બનાવતા શીખી શકો છો.

જરૂરી સામગ્રી :

500 ગ્રામ દૂધી,

દહીં કે છાસ,

2 કપ ઘઉંનો કકરો લોટ,

1 નાની ચમચી અજમો,

1/4 કપ રોટલીનો ઘઉંનો લોટ હોય (ઝીણો લોટ),

1 નાની ચમચી હળદળ,

2 નાની ચમચી સાકર,

2.5 મોટી ચમચી તેલ,

2 નાની ચમચી લાલ મરચું પાઉડર,

2 નાની ચમચી વાટેલા લીલા મરચા,

મીઠું સ્વાદ અનુસાર.

વધાર કરવા માટેની સામગ્રી :

3 મોટી ચમચી તેલ,

1/2 મોટી ચમચી રાઈ,

1 નાની ચમચી હિંગ

1 નાની ચમચી તલ.

બનાવવાની રીત :

તો સોફ્ટ દૂધીના મુઠીયા બનાવવા માટે એક વાસણમાં 2 કપ ઘઉંનો કકરો લોટ અને 1/4 કપ રોટલી બનાવવાનો લોટ લઇ એને મિક્સ કરી લો. ત્યારબાદ એમાં મીઠું, અજમો, હળદળ, લાલ મરચું, સાકર અને તેલ નાખી એ બધાને સરખી રીતે મિક્ષ કરી દેવું. ત્યારબાદ તેમાં વાટેલા લીલા મરચા નાખી દેવા અને તેને પણ સારી રીતે મિક્ષ કરી દેવા.

હવે દૂધી લઇ તેને ધોઈને સાફ કરીને છોલી નાખવી, અને તેને છીણી નાખવી. પણ દૂધી કડવી ના હોય તે પહેલા જ તપાસી લેવું. છીણેલી દૂધીને તે લોટના મિક્ષ્ચરમાં નાખી દેવી. ત્યારબાદ તેને સારી રીતે મિક્ષ કરી લેવાનું છે. કારણકે જયારે લોટ બાંધવા માટે, જો તમે દહીં કે છાસ ઉપયોગમાં લેશો તો તેનું પ્રમાણ તમને ખબર પડી જાય.

યાદ રાખવું કે લોટ બાંધવા માટે ખાટું દહીં કે છાસ લેવાની છે. જો તમે છાસ લો છો તો ધ્યાનમાં રાખવાનું કે, છાસ થોડી જાડી હોય. મુઠીયાનો લોટ બનાવવા લોટને પણ ઢીલો રાખવો. અને સરસ રીતે મિક્ષ કરી લો.

હવે બધું મિક્ષ કર્યા બાદ તેના મુઠીયા બનાવી લેવા. પછી ઢોકળા બનાવવાના વાસણમાં પાણીને ગરમ કરવા મૂકી દો. અને પાણી ગરમ થઇ ગયા બાદ વાસણમાં કાણા(હોલ) વાળી જે પ્લેટ આવે તે મૂકી તેના ઉપર મુઠીયા મૂકી દઈશું. પછી તેને ઉપરથી બંધ કરી 25 મિનિટ સુધી ધીમા ગેસે રાખી મુક્શું. ત્યારબાદ ગેસ બંધ કરીને તેને 10 મિનિટ રાખી મુકો. 10 મિનિટ પછી મુઠીયા બહાર કાઢી તેને કાપી નાખવા.

વધાર કરવા માટેની રીત :

મુઠીયાનો વઘાર કરવા માટે વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ અને હિંગ નાખી દો. ત્યારબાદ તેમાં મુઠીયા નાખી દો. તેને મિક્ષ કરી દો. આ સમયે ગેસ મીડીયમ રાખવો. હવે તમારા દૂધીના મૂઠિયા તૈયાર છે.

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

જુઓ વીડિયો :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.