માત્ર 10 મિનિટમાં બની જશે ખુબ જ ટેસ્ટી દૂધ પેંડા, જાણો સૌથી સરળ રેસિપી.

0
406

આ દિવાળી પર બહારથી પેંડા લાવવા કરતા ઘરે જ 10 મિનિટમાં બનાવો દૂધ પેંડા, જાણો સિક્રેટ રેસિપી. દિવાળીનો તહેવાર ઘણો નજીક છે. તહેવાર અથવા ખુશીના કોઈ પણ અવસરની શરૂઆત મીઠી વસ્તુથી કરવામાં આવે છે. દિવાળીના ખાસ અવસર પર માં લક્ષ્મીને દૂધમાંથી બનેલી મીઠાઈઓનો ભોગ ધરાવવામાં આવે છે.

દૂધ પેંડા રેસિપી : આ વર્ષે દિવાળીના અવસર પર જો તમે બજારમાંથી મીઠાઈ ખરીદવાની જગ્યાએ ઘરે જ કંઈક બનાવવા ઈચ્છો છો, તો ઝટપટ બનાવો દૂધના પેંડા. આ પેંડા ખાવામાં ઘણા સ્વાદિષ્ટ હોય છે અને તેમને બનાવવા પણ ઘણા સરળ છે. જાણો દૂધના પેંડાની રેસિપી.

જરૂરી સામગ્રી :

200 ગ્રામ કંડેન્સ દૂધ,

1/2 ચમચી ઘી અથવા બટર,

3/4 કપ મિલ્ક પાવડર,

એક ચપટી કેસર,

એક ચપટી જાયફળ,

3-4 લીલી એલચી,

સમારેલા બદામ અથવા પિસ્તા.

બનાવવાની રીત :

એક કડાઈમાં ઘી અથવા બટર, કંડેન્સ મિલ્ક અને મિલ્ક પાવડર નાખીને 2-3 મિનિટ સુધી ગરમ કરો.

હવે તેમાં લીલી એલચી, કેસર અને જાયફળ પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો.

જયારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય તો ગેસ બંધ કરી દો અને તેને ઠંડુ થવા દો.

પેંડા બનાવતા સમયે હાથમાં ઘી લગાવો અને પેંડા બનાવી દો. પછી તેની ઉપર પિસ્તા અથવા બદામ લગાવો.

જયારે તે ઠંડા થઈ જાય તો તેને એયરટાઇટ કન્ટેનરમાં ભરીને મૂકી દો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.