તમે પણ ડૂબેલા છો કરજના બોજ નીચે અને મેળવવા માંગો છો છુટકારો, તો જરૂર કરો આ ત્રણ માંથી કોઈ એક ઉપાય

0
5863

મનુષ્ય જીવન ઘણું વિચિત્ર છે. માણસે જીવનમાં ઘણા પ્રકારના ઉતાર ચઢાવ જોવા પડે છે. જેમાં સુખ દુઃખ બધાનો સમાવેશ થઇ જાય છે. જીવનમાં ક્યારે એવો સમય પણ આવી જાય છે જયારે કરજ લેવાની જરૂર પડે છે. જો કે સામાન્ય છે. પરંતુ ક્યારે ક્યારે આ કરજ આપણા જીવની જંજાળ બની જાય છે. લોકો ક્યારે ક્યારે તેના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે અને નીકળવું મુશ્કેલ બની જાય છે. કરજ લેવા વાળાને તે દિવસથી જ તેને ચુકવવાની ચિંતા શરુ થઇ જાય છે. ઘણાની તો ઊંઘ પણ હરામ થઇ જાય છે.

સામાન્ય રીતે વેપાર કરવા વાળા લોકો અને ખેતી કરવા વાળા લોકો કરજ લેતા રહે છે અને ચુકવતા રહે છે. પણ જયારે વાત આવે છે સામાન્ય ગૃહસ્થી માણસની તો તે એક વખત કરજના ચક્કરમાં ફસાઈ જાય છે, તો ઘણા સમય સુધી આ કરજ ચુકવવા માટે ઝઝૂમતો રહે છે. જો તમારું મન ચોખ્ખું છે તો ભગવાનની કૃપાથી જલ્દી જ તમારું કરજ ચૂકવાઈ જાય છે.

આજે અમે તમારા માટે આ મુશ્કેલ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ, જે તમને કરજ માંથી મુક્તિ અપાવશે. આ ત્રણ સરળ અને સચોટ ઉપાય એવા છે જે તમને જરૂર રાહત અપાવશે. એવું હંમેશા જોવામાં આવે છે કે દરેક વ્યક્તિને કોઈને કોઈ કારણથી કરજ લેવું જ પડે છે.

૧. પહેલો ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ એક નારીયેળ લેવાનું રહેશે. અને ત્યારબાદ એક રક્ષા સૂત્ર જો કે આખા પરિવારના સૌથી લાંબા વ્યક્તિના માપનું હોવું જોઈએ અને રોલી(કંકુ) લેવાનું છે. પણ એ દેશી ઘી માં પલાળેલું હોવું જોઈએ. હવે આ કંકુથી તમારે આ નારીયેલ ઉપર સાથીયો બનાવીને તેની ઉપર રક્ષા સૂત્રને લપેટવાનું છે, અને લપેટતા લપેટતા એ કામના કરવાની છે કે તમારી ઉપરના તમામ કરજ વહેલામાં વહેલી તકે દુર થઇ જાય.

ત્યારબાદ આ નારીયેલને સ્વચ્છ પાણીમાં પધરાવી દેવાનું છે. તે વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ટોટકાને તમારે મંગળવારના દિવસે કરવાનો છે. કરજ માંથી છુટકારો મેળવવા માટે મંગળવારના દિવસે પૂજા, હવન અને જાપ વગેરે કરવા જોઈએ. રોજ તમે દરરોજ હનુમાન અષ્ટકના પાઠ કરો. જો શક્ય ન હોય તો દરેક મંગળવારે સાત વાર હનુમાન અષ્ટકના પાઠ કરો. ઋણના હપ્તા મંગળવારના દિવસે જ આપો, આમ કરવાથી ઋણ જલ્દી દુર થઇ જાય છે.

૨. બીજો ઉપાય એ છે કે અઠવાડિયામાં દર સોમવારે સવારે વહેલા ઉઠીને ભગવાન શિવ પર પાણી ચડાવો અને દીવડો પ્રગટાવો. પ્રદોષના દિવસે નિરંકાર ઉપવાસ કરવા જોઈએ. તેનાથી તમને જલ્દી જ કરજ માંથી મુક્તિ મળી જશે.

૩. ત્રીજો ઉપાય એ કે જો તમારી કુંડળીમાં ગ્રહોની સ્થતિ ખરાબ હોવાને કારણે જ આર્થીક તંગી આવી રહી છે, અને કરજ પણ નથી ચૂકવી શકતા તો તરત જ તે ગ્રહની શાંતિના પ્રયાસ કરો.

એના સિવાય તમે ઋણમોચન મંગળ સ્ત્રોતના પાઠ પણ કરો. તમને કરજ માંથી જરૂરથી રાહત મળશે, અને જીવનમાં ક્યારેય આ સમસ્યાનો સામનો નહિ કરવો પડે. તો આજથી જ આ ઉપાયને અજમાવવાના શરુ કરી દો અને જીવનની મુશ્કેલીઓ માંથી આરામ મેળવો.

મિત્રો આ તમામ ટોટકા કરવા છતાં પણ જો તમને કરજ લેવાની જરૂર પડે જ છે. તો એવામાં તમે એક વાતનું ખાસ ધ્યાન રાખો, કે કરજ હંમેશા બુધવારના દિવસે જ લેવું જોઈએ. તેમજ મંગળવારના દિવસે ભૂલથી પણ કોઈની પાસેથી કરજ ન લો. અને જો તમે પહેલાથી જ કરજ લઇ લીધું છે તો તેને તમે મંગળવારના દિવસે જ ચૂકવો કેમ કે અમારો પહેલો ઉપાય મંગળવાર સાથે જ જોડાયેલો છે.