દુબઈની શાનો સૌકત તો જોઈ હશે પણ ભારતીય લોકો જીવે છે આવું બદત્તર જીવન, ફોટા જોઈને હલી જશો

0
1175

પોતાનું અને પોતાના પરિવાનું જીવન અને ભવિષ્ય સારું રહે એના માટે લોકો એવી નોકરીની શોધ કરે છે, જેમાં તેને વધારે પૈસા મળે, જેથી તે વધારે બચત કરીને પરિવારને ભવિષ્યમાં આર્થિક મદદ કરી શકે. એવામાં ઘણા બધા લોકો વિદેશમાં નોકરી કરવા જાય છે. વિદેશમાં જ્યાં ચલણ મોટું હોય એવા દેશોમાં નોકરી કરીને તેઓ વધારે પૈસા કમાઈ શકે છે. એના માટે લોકો દુબઈ, ઓમાન, અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોમાં જઈને મોટી રકમ કમાય છે.

પણ જણાવી દઈએ કે, એવું જરૂરી નથી કે વિદેશ જતા દરેક લોકોના નસીબમાં સારી નોકરી અને સારું જીવન જ લખ્યું હોય. જો કે વધારે ભણેલા લોકોને ત્યાંની મોટી મોટી કંપનીઓમાં નોકરી મળે છે, અને સારો પગાર અને બીજી સારી સુવિધા પણ મળે છે.

તો ઘણા લોકો એવા પણ હોય છે કે જે નાછૂટકે ઠીક-ઠાક પૈસા આપતાં દેશમાં જઈને નોકરી કરે છે, પણ ત્યાં એવા લોકોની જિંદગી બદતર બની જાય છે. ઘણા લોકોને વિદેશમાં નોકરી તો મળે છે, પણ ત્યાંનું તેમનું જીવન જોઈને આપણને થાય કે, એમના કરતા તો આપણે અહીંયા પોતાના પરિવાર સાથે ઓછા પગારમાં વધારે સુખી છીએ.

આજે અમે તમને થોડા ફોટા દ્વારા આવા જ એક દેશમાં નોકરી કરતા લોકોની સ્થિતિ જણાવવાના છીએ, જેને જોઈને અહીંનું જીવન સારું લાગશે. મિત્રો, સંયુક્ત આરબ અમિરાતની રાજધાની દુબઈમાં અમુક ભારતીયો નર્ક સમાન જીવન જીવે છે. એમની સાથે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ઘણા લોકો પણ એવું જ જીવન જીવે છે. આવો એક ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં કેદ કરેલા એમના જીવન પર એક નજર કરીએ અને જોઈએ કે, દુબઈમાં ભારત સહિત અન્ય દેશોમાંથી આવેલા લોકોની જિંદગી કેવી હોય છે.

આ ફોટામાં તમને ત્યાં મજુરી કામ કરતા લોકો દેખાશે છે જેમાં ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી લોકો રહેલા છે. તેમના પરિવાર, મિત્રો અને સંબંધીઓને તો એવું હશે કે, દુબઈમાં તેઓ એશ-આરામનું જીવન જીવતા હશે, પણ ખરેખરમાં તેમની જિંદગી ત્યાં અલગ જ હોય છે.

મિત્રો, ઈરાનના એક ફોટોગ્રાફર ફરહાદ બેરહમેને થોડાં વર્ષો પહેલાં દુબઈમાં આવેલા સોનપુરમાં રહેતાં મજુરોના થોડા પાડ્યા હતા. જે ઈન્ટરનેટ પર આવ્યા પછી ખુબ વાયરલ થઈ રહ્યા છે. એમના સિવાય અન્ય ફોટોગ્રાફરે પણ ત્યાં મજુરી કરતા લોકોના ફોટા પાડ્યા હતા જે લોકો સમક્ષ આવ્યા છે. આ બધા ફોટા તમારો દુબઈ વિશેનો ભ્રમ ભાંગી નાખશે.

જાણવા મળ્યું છે કે, બહારના દેશોમાંથી આવેલા મજૂરો પાસે ત્યાં ખૂબ જ ઓછા પૈસામાં કલાકો સુધી કામ કરાવવામાં આવે છે, અને તેમની હાલત ખૂબ જ દયનીય હોય છે.

જેવું ઉપર જણાવ્યું એક, દુબઈના સોનપુરમાં ફક્ત ભારતના જ નહિ પણ બાંગ્લાદેશ, પાકિસ્તાન અહીં સુધી કે ચીનના પણ લાખો મજૂરો રહે છે. તે બધા ત્યાં મજુરી કરે છે. ફોટોગ્રાફરે અહીંના તેમના જીવનના ફોટા પાડ્યા છે, જે તમે અહીં જોઈ શકો છો.

સોનપુરમાં આવેલા એમના કેમ્પમાં એક જ જગ્યા પર બધા સાથે જમવાનું બનાવતા હોય છે. એવામાં ત્યાં નાંખવામાં આવેલી ગેસની પાઈપ તેમના માટે જોખમી બની શકે છે. એક નાની એવી ભૂલથી ત્યાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, અને કેટલાય લોકોના જીવ જઈ શકે છે.

જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે, ઘણા એવા કેસો બન્યા છે જેમાં દુબઈમાં ઘણા મજૂરોના પાસપોર્ટ છીનવી લેવામાં આવે છે. એને લીધે તેઓ મુશ્કેલીમાં ફસાઈ જાય છે.

અહીં મજુરો ગંદકી વચ્ચે રહેવા માટે મજબૂર બને છે. અહીં ભારતીય મજૂરોની જિંદગી ખૂબ ખરાબ રીતે પસાર થાય છે.

મિત્રો, અહીંયા ઘણા બધા મજૂરોએ એક નાની ઓરડીમાં સાથે વચ્ચે રહેવું પડે છે. જેમાં એમને સુવા માટે પુરતી જગ્યા પણ નથી મળતી.

તેમને દુબઈની સખત ગરમીમાં 14 કલાક કામ કરવું પડે છે. દુબઈમાં ઘણી વખત તો ગરમીનો પારો 50 ડિગ્રી પણ પહોંચી જાય છે, તેમ છતાં તેમણે કામ તો કરવું જ પડે છે.

આ મજુરોને તેમની મહેનતના બદલામાં ઓછું મહેનતાણું મળે છે. વળી એમાંથી તેનો મોટાભાગનો હિસ્સો પોતના ઘરે મોકલે છે. અને વધેલા પૈસામાંથી ત્યાં રૂમનું ભાડુ અને પોતાના ખાવા-પીવાનો ખર્ચ કાઢે છે.

જણાવી દઈએ કે, સોનપુરમાં ભરાતું માર્કેટમાં એવું છે જ્યાં મજુરોને સસ્તી શાકભાજી મળી જાય છે. નહીંતર દુબઈના બાકીના ભાગોમાં તેઓ શાકભાજીના લેવા જાય તો તેના ભાવ તેમના પગાર કરતાં પણ વધી જાય છે. ઘણા લોકો બહારની ઝગમગાટ જોઈને નોકરી કરવા દુબઈ જાય છે, પણ પછી ત્યાંની હકીકત જાણીને અફસોસ કરે છે.