હવે દુબઈમાં રહી શકો છો 5 વર્ષ માટે, ફક્ત કરવું પડશે આ કામ, જાણો એના વિષે

0
613

જો તમે અત્યાર સુધી ચકચૌંધથી ભરાયેલા દુબઇમાં ફરવાનું સપનું જોઈ રહ્યાં છો, તો હવે તમારું આ સપનું સરળતાથી હકીકતમાં બદલાઈ શકે છે. એટલું જ નહિ તમે દુબઈમાં એક-બે દિવસ અથવા એક મહિનો નહી પણ વર્ષો સુધી રહી શકો છો. એના માટે ફક્ત તમારે લેવા પડશે ટુરિસ્ટ વિઝા.

યૂએઈ સરકારે હાલમાં જ મહત્વપૂર્ણ નિર્ણય લેતા દુનિયા ભરના પર્યટકો માટે પોતાના દેશના દરવાજા ખોલી 5 વર્ષ સુધીના ટુરિસ્ટ વિઝા આપવાની જાહેરાત કરી. આ વાતની જાણકારી યૂએઈની ન્યુઝ વેબસાઈટ અને સમાચાર પત્ર ખલીજ ટાઈમ્સે આપી છે.

ખલીજ ટાઈમ્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ટોચના સંચાલક શેખ મોહમ્મ્દ બિન રાશિદ અલ મકતૂમ, યૂએઈના ઉપ-રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી અને દુબઈના શાસકે સોમવારે જાહેરાત કરી કે યૂએઈમાં પર્યટક વિઝા હવે 5 વર્ષ માટે જાહેર કરવામાં આવશે.

આ નિર્ણય પછી શેખ મોહમ્મદે પોતાના ટ્વીટર હેંડલ પર નિર્ણયની જાણકારી આપતા લખ્યું કે, આજથી અમે દેશમાં પર્યટક વિઝા આપવાના નિયમોમાં પરિવર્તન કર્યા છે. હવે દુનિયાભરના દેશોથી અહીં આવેલા પર્યટકોને વધુમાં વધુ 5 વર્ષ સુધીના વિઝા મળી શકે છે.

આ નિર્ણયને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, એનાથી યૂએઈના પર્યટન ઉદ્યોગને ભારે પ્રોત્સાહન મળશે અને યૂએઈ વૈશ્વિક સ્તર પર લોકપ્રિય પર્યટન સ્થળ બની જશે.

જણાવી દઈએ કે, આ નિર્ણય કેબિનેટ મિટિંગમાં વિતેલા વર્ષોની સફળતાને જોઈને લેવામાં આવ્યો છે. શેખ મોહમ્મદ તરફથી કહેવામાં આવ્યું છે કે, પર્યટક વિઝા બધા દેશોના નાગરિકો માટે હશે.

નિર્ણયને લઈને શેખ મોહમ્મ્દ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ પગલું યૂએઈને એક પ્રમુખ વૈશ્વિક પર્યટન સ્થળના રૂપમાં સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી ભરવામાં આવ્યું છે, જે દેશને આવતા 50 વર્ષોના વિકાસને તૈયાર કરવાની વ્યાપક યોજનાઓનો ભાગ છે. તેમણે કહ્યું કે, વર્તમાનમાં યૂએઈ દર વર્ષે લગભગ 21 મિલિયન પર્યટકોનું સ્વાગત છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.