ડ્યુઅલ સ્ક્રીન સપોર્ટ અને ટ્રિપલ રિયર કેમેરા સાથે LG Velvet ભારતમાં લોન્ચ.

0
65

પાવરફુલ પ્રોસેસર અને ડ્યુઅલ સ્ક્રીન સપોર્ટ સાથે LG નો નવો ફોન ભારતમાં થયો લોન્ચ. એલજી વેલ્વેટને એલજી વિંગની સાથે સાથે ભારતમાં પણ લોન્ચ કરવામાં આવ્યો છે. એલજી વેલ્વેટના ઇન્ડિયન મોડેલમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જ્યારે ગ્લોબલ વેરિએન્ટમાં સ્નેપડ્રેગન 765 જી પ્રોસેસર આપવામાં આવ્યું હતું. સાથે સાથે એલજી જી 8 એક્સ થિનક્યુની જેમ ડ્યુઅલ સ્ક્રીન એસેસરીઝ બંડલ પણ આપવામાં આવ્યું છે, જે એક એક્સ્ટ્રા સ્ક્રીન સાથે આવશે.

ભારતમાં નવા એલજી વેલ્વેટની કિંમત 36,990 રૂપિયા રાખવામાં આવી છે. ત્યાં વળી એલજી વેલ્વેટ ડ્યુઅલ સ્ક્રીન કોમ્બોની કિંમત 49,990 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનનું વેચાણ 30 ઓક્ટોબરથી શરૂ થશે. ગ્રાહકો તેને ઑરોરા સિલ્વર અને ન્યુ બ્લેક કલર ઓપ્શનમાં ખરીદી શકશે.

એલજી વેલ્વેટના સ્પેશિફીકેશન : આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 પર ચાલે છે, અને તેમાં 6.8 ઇંચની ફુલ એચડી પ્લસ (1,080 x 2,460 પિક્સેલ્સ) સિનેમા ફુલવિઝન પોલેડ (POLED) ડિસ્પ્લે છે. તેમજ ડ્યુઅલ સ્ક્રીન મારફતે વધારાની 6.8 ઇંચની ફુલ એચડી પ્લસ (1,080 x 2460 પિક્સેલ્સ) સિનેમા ફુલવિઝન પોલેડ ડિસ્પ્લે મળશે. તેમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર છે. જેમાં 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ છે. એસડી કાર્ડની મદદથી સ્ટોરેજ 2 TB સુધી વધારી શકાય છે.

એલજી વેલ્વેટના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48 એમપીનો પ્રાયમરી કેમેરો, 8 એમપી સેકન્ડરી કેમેરો અને 5 એમપી ડેપ્થ કેમેરો છે. સેલ્ફી માટે 16 એમપી કેમેરો આગળ આપેલો છે.

તેની બેટરી 4,300 એમએએચ છે અને આ ફોનમાં ક્વોલ્કોમ ક્વિક ચાર્જ 4 પ્લસ (Quick Charge 4+) નો સપોર્ટ મળે છે. તે IP68 અને MIL-STD-810G સર્ટિફાઈડ છે. આ ફોનમાં અન્ડર સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.