કરો સુકાયેલી, ફાટેલી અને ખંજવાળ વાળી એડીઓનો પ્રાકૃતિક ઈલાજ થોડાક દિવસમાં

0
8112

નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. તમાર માંથી ઘણા બધાને સુકી એડી, ફાટેલી એડી કે પછી એડીમાં ખંજવાળ આવવાની સમસ્યા હશે. તમે એના માટે બજારમાં મળતી વિવિધ ક્રીમ પણ લાવ્યા હશો. પણ એનાથી કોઈ ખાસ ફરક નહિ પડ્યો હોય. પણ આજે અમે તમારા માટે આ સમસ્યાઓનો ઉલાજ લઈને આવ્યા છીએ. તમે એના વડે તમારી આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકશો, અને એ પણ મફત. તો આવો જાણીએ આ લેખમાં શું ખાસ છે?

મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, જયારે પગની ચામડીમાં પાણી ઓછું થઇ જાય છે, તો ચામડીમાં તિરાડ પડી જાય છે. એ કારણે ત્યાં ખંજવાળ, દુ:ખાવો અને લોહી વહેવા લાગે છે. તેમજ એડીઓના ફાટવાને કારણે મધુમેહ જેવી બીમારીઓ પણ થઇ શકે છે. પણ હવે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને કેવી રીતે તમે ઘેર બેઠા ફાટેલ એડીઓનો ઈલાજ કરી શકો છો, અને એ કોઈ આડ અસર વગર તેના વિષે જણાવીશું.

પેપરમીંટ ઓઈલ (Peppermint Oil) :

જાણકારી માટે જણાવી દઈએ કે પીપરમીંટ ઓઈલને પાણીમાં સારી રીતે ભેળવીને પગમાં લગાવવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે.

બેકિંગ સોડા :

મિત્રો બેકિંગ સોડા ફક્ત ખાવામાં જ નથી કામ લાગતો. એમાં ઘણા એવા પણ ગુણ મળી આવે છે, જે ફાટેલ એડીઓ માટે ફાયદાકારક હોય છે. એના માટે આ ઉપાય કરો.

૧) ૨ ચમચી પાણી અને એક ચમચી બેકિંગ સોડાને સારી રીતે ભેળવી દો. પછી એની પેસ્ટ બનાવો.

૨) બેકિંગ સોડા અને પાણીથી બનાવેલી આ પેસ્ટને તમારી એડી ઉપર લગાવો.

૩) તેને સુકાવા માટે ૫ થી ૧૦ મિનીટ માટે રાખો. સુકાયા પછી પગ ઠંડા પાણીથી ધોઈ લો અને કોઈ સુંવાળા કપડાથી પગને સાફ કરી લો.

જેતુનનું તેલ :

મિત્રો જેતુનના તેલથી તમારા પગ ઉપર માલીશ કરો. આમ કરવાથી તમારી એડીઓનો દુ:ખાવો દુર થઇ જશે.

વેસેલીન અને લીંબુ :

બીજો એક ઉપાય એ છે કે એક ચમચી વેસેલીન અને ત્રણ ચમચી લીંબુનો રસ સારી રીતે ભેળવીને પછી તેને તમારા પગ ઉપર લગાવો. પગ ઉપર લગાવ્યા પછી એક કલાક માટે તેને રાખી મુકો. તમે ધારો તો પગના મોજા પહેરીને આખી રાત માટે પણ રાખી શકો છો. સતત એક અઠવાડિયા સુધી આ પદ્ધતિ અપનાવીને જુવો તમને નવાઈ થાય તેવા પરિણામ મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.