સાંધાના દુ:ખાવા માટે રામબાણ ઈલાજ છે સરગવાનું જ્યુસ, તેનાં વધુ ફાયદા જાણો અને શેર કરો

0
18260

આપણ માંથી ઘણા બધાને સાંધાના દુ:ખાવાની સમસ્યા પરેશાન કરે છે. વધતી ઉંમર સાથે આપણાં હાડકાં નરમ પડવાનાં કારણે સાંધાનાં દુ:ખાવાની સમસ્યા સર્જાતી હોય છે. તેવામાં આ દુ:ખાવો દૂર કરવાની સૌથી શ્રેષ્ઠ અને અક્સીર ઇલાજ કોઇ હોય, તો તે છે સરગવાની શીંગ અથવા તો સરગવાનાં ઝાડનાં પાંદડાં.

સરગવાનાં ઝાડના પાન અને સરગવાની શીંગ ગર્ભવતી મહીલાઓ, સ્તનપાન કરાવતી મહીલાઓ, મેનોપોઝ ચાલતો હોય તેવી મહીલાઓ માટે અક્સીર છે.

તમે સરગવાની શીંગનું જ્યુસ કે સરગવાના ઝાડનાં પાનનું જ્યુસ બનાવીને પી શકો છો. તમે લીમડાનું જ્યૂસ જે રીતે કાઢો છો તે રીતે સરગવાના પાનનું જ્યુસ કાઢી શકો છો.

સરગવાની શીંગને તમારે બાફી દેવાની હોય છે. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી તેનું જ્યૂસ કાઢવાનું હોય છે. આ મિશ્રણને ગાળીને તેમાં જરૂર મુજબ મીઠુ કે મરી ઉમેરી પી શકો છો.

આ જ્યુસ તમને પીવામાં પણ ઘણું ટેસ્ટી લાગશે. સાથે સાથે સાંધાના દુ:ખાવાની સમસ્યા ઉપરાંત તમારી મોટાભાગની બિમારીઓ પણ દૂર કરશે.

સરગવો આંખનું તેજ વધારે છે, હાડકાંને મજબુત બનાવે છે. અને ડાયાબીટીસના દર્દીઓ માટે પણ એ અત્યંત ફાયદાકારક છે. વજન ઘટાડવા અને નિયંત્રણમાં રાખવા માટે પણ સરગવો ખુબ જ ઉપયોગી છે. તેનાં સેવનથી શરીરનું મેટાબોલીઝમ સુધરે છે, પાચનક્રીયા સુધરે છે અને ચરબી બળવાની શરુ થાય છે.

સરગવો કેન્સરના દર્દીઓ માટે અત્યંત ઉપયોગી સાબીત થાય છે. કારણ કે કેન્સરમાં કેમોથેરપી દ્વારા જે સાઈડ ઈફેક્ટ્સ વ્યક્તીને નડે છે એ સાઈડ ઈફેક્ટમાં સરગવાથી ઘણો ફાયદો થાય છે.

સરગવો ડીટોક્સીફીકેશન માટે પણ અત્યંત ઉપયોગી છે. ફ્રી રેડીકલ્સ એટલે કે શરીરમાં ફરતા નકામા કચરાને તે બાંધે છે અને શરીરમાંથી દુર કરે છે. આથી ત્વચા અને વાળને થતું નુકસાન પણ અટકે છે. ટીબીના દર્દીઓ, રુમેટોઈડ આર્થરાઈટીસના દર્દીઓ, કોઈ પણ જાતની માંદગીમાંથી ઉભા થયા હોય તેવા લોકો માટે પણ આ જ્યૂસ અમૃત સાબીત થઈ શકે છે.

પાચનને લગતી કોઈ મુશ્કેલી હોય, એસીડીટી, ગેસની તકલીફ હોય તેમને પણ સરગવાથી ઘણો લાભ થાય છે. સરગવામાં રહેલાં પોષકતત્વો વ્યક્તીનો રેઝીસ્ટન્સ પાવર વધારે છે, જેથી તેની રોગપ્રતીકારક શક્તી મજબુત બને છે અને રોગો સામે લડી શકવા તે વધુ સક્ષમ બને છે.

સરગવાના સેવનથી બોડી વેઇનને લગતી સમસ્યા જેમ કે, મેમરી લોસ, ખાલી ચડી જવી, સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશન જેવી માનસીક બીમારીઓમાં પણ રાહત મળે છે. જાતજાતનાં બેક્ટેરીયલ અને વાઈરલ ઈન્ફેક્શન સામે સરગવો રક્ષણ આપે છે. જેના કારણે ડેન્ગ્યું, મેલેરિયા અને સ્વાઈન ફ્લુ જેવા રોગોથી બચી શકાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.