અમદાવાદ : ઘરે બેઠા થશે ડ્રાયવિંગ લાયસન્સ રીન્યુ, 15 દિવસમાં ઓનલાઇન પ્રક્રિયા, જાણો વધુ વિગત

0
3027

આજના સમયમાં વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે, અને વાહન માટે અનેક પ્રકારના કાગળો તૈયાર કરાવવાના રહે છે. અને આ કાગળો તૈયાર કરાવવા માટે આરટીઓ કચેરીમાં જવું પડતું હોય છે. અને ત્યાં આખો દિવસ જેટલો સમય લાગી જાય છે.

પણ સરકારે હવે વાહન ચલાવવા માટેના ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુ કરાવવા માટે એક નવી ઓનલાઈન પ્રક્રિયા બહાર પાડી છે. એમાં અરજદારે હવે આરટીઓ કચેરીએ જવાની જરૂર નહિ રહે, અને ઘરે બેઠા જ પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુ કરાવી શકશે. પહેલાના સમયમાં તો આ કામગીરી ઘણી અઘરી હતી, પણ હવે આ કામગીરી ઘણી સરળ બની ગઈ છે.

વાહનનું લાયસન્સ રીન્યુ કરાવવા માટે અરજદારોએ હવે આરટીઓના ધક્કા નહિ ખાવા પડે. હવે ઘરે જ લાયસન્સ રીન્યુ થઇ જશે. સુભાષ બ્રીજ આવેલા આરટીઓમાં રોજ ૨૫૦ લોકો લાયસન્સ રીન્યુ કરાવવા માટે આવે છે. તેના માટે ૪૦૦ રૂપિયા ફી ઉપરાંત ૬૦૦ રૂપિયા બીજો ખર્ચ થાય છે.

ઓનલાઈન અરજી કર્યા પછી સર્વરના ડેટાના આધારે થશે રીન્યુ :

લાયસન્સ રીન્યુ માટે એપોઇન્ટમેન્ટ લીધા પછી ઓનલાઈન ફી ભરીને ફોટો પડાવવા માટે આરટીઓ આવવું પડે છે. પરંતુ હવે લાયસન્સ રીન્યુનું કામ ઓનલાઈન થવાથી ૧૫ દિવસમાં એ નક્કી કરવામાં આવશે કે, લાયસન્સ કેવી રીતે રીન્યુ કરવામાં આવશે. એટલા માટે અરજી મળ્યા પછી સર્વરના ડેટાના આધારે લાયસન્સ રીન્યુ કરવામાં આવશે.

૨૦૧૦ પહેલા બનાવવામાં આવેલા લાયસન્સ ધારકોને લાભ નહિ :

લાયસન્સ રીન્યુ કરાવવા માટે ઓનલાઈન અરજી આપવાની રહેશે. ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે. રીન્યુ થયા પછી આરટીઓ પોસ્ટથી લાયસન્સ મોકલશે. એક વખત અરજી સ્વીકાર થયા પછી અરજદારને મોબાઈલ ઉપર મેસેજ મોકલવામાં આવશે. જેમાં એ જાણકારી આપવામાં આવશે કે કેટલા દિવસોમાં લાયસન્સ બની જશે. બીજી તરફ જેમણે પોતાનું લાયસન્સ ૨૦૧૦ પહેલા બનાવરાવ્યું છે, તેને આ સેવાનો લાભ નહિ મળે. તેને રીન્યુઅલ માટે આરટીઓ આવવું જ પડશે. આ સીસ્ટમ ખરેખર લોકોને મદદરૂપ થઈ શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.