ફક્ત 4,000 રૂપિયા આપીને ઘરે લઇ આવો લાખ્ખોનું સ્કૂટર, દર મહિને બદલવાની પણ મળશે સુવિધા

0
1817

2018 માં ઘણી કંપનીઓએ ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કર્યા છે, એમાં ખાસ તો 2 વ્હીલર વાહનોનો સમાવેશ થાય છે. એમાં જ Ather (અથર) એક મોટું નામ રહ્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરને 16 લોકોની એક સ્ટાર્ટઅપ કંપની અથર એનર્જીએ સંપૂર્ણ રીતે દેશમાં જ તૈયાર કર્યુ છે. માઈલેજથી લઈને એની કિંમત સુધીની બાબતોને કારણે તે ઘણું ચર્ચામાં રહ્યું છે. કંપનીએ Ather S340 અને S450 જેવા 2 સ્કૂટર લોન્ચ કર્યા હતા.

આ ડુક્ટરની કિંમત ક્રમશઃ 1,15,000 અને 1,30,000 ની આસપાસ છે. એ કારણે ઈચ્છા હોવા છતાં પણ લોકો આ સ્કૂટર નથી ખરીદી શકતા. એટલા માટે કંપનીએ જાહેર કર્યુ છે કે, માત્ર 3977 રૂપિયાની નાનકડી રકમ આપીને તમે લાખોની કિંમતનું આ સ્કૂટર પોતાના ઘરે લાવી શકો છો.

આ છે આખી ઓફર : આ સ્કૂટરને લેવાની ઈચ્છા ધરાવતા ગ્રાહકો માટે કંપની લીઝ પ્લાન (lease plan) લઈને આવી છે. એટલે કે તમે મહિનાના ભાડા પર આ સ્કૂટર ઘરે લઇ જઈ શકો છો. કંપની ત્રણ મહિનાથી લઈને 3 વર્ષ માટે લીઝ પ્લાન આપી રહી છે. ગ્રાહકોએ Ather 340 માટે 30,000 રૂપિયા અને Ather 450 માટે 40,000 રૂપિયા જમા કરાવવા પડશે. તમને જણાવી દઈએ કે આ રકમ રિફંડેબલ હશે. આ સ્કૂટરને ભાડેથી આપવા સિવાય કંપની એના માટે ગ્રાહકોના ઘરે ચાર્જિંગ પોઇન્ટ પણ લગાવી રહી છે.

તમને જણાવી દઈએ કે આ સ્કૂટરની ટોપ સ્પીડ 80 કિમી. છે અને તે માત્ર 3.9 સેકેંડમાં 40 કિમી. પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. માઈલેજની વાત કરીએ તો આ સ્કૂટર ફૂલ ચાર્જિંગ પર 75 કિમી. ની માઈલેજ આપે છે. તેમજ આ સ્કૂટરમાં કંપનીએ ઇકો મોડ પણ આપ્યું છે.

કંપનીએ પોતાના સ્કૂટરમાં 2.4 કિલોવોટ આવર્સની લિથિયમ આયન બેટરી આપી છે, જેનું આયુષ્ય 50,000 કિલોમીટર સુધી છે. એની બેટરી IP67 એપ્રુવ છે, એ કારણે તે ન ફક્ત વોટર રેઝિસ્ટેન્ટ છે પણ ધૂળથી પણ સુરક્ષિત છે. આ સ્કૂટરનું સૌથી ખાસ વાત એ છે કે તે માત્ર 50 મિનિટમાં 80 % સુધી ચાર્જ થઇ જાય છે.

ફીચર્સની વાત કરીએ તો બેલેન્સ બનાવી રાખવા માટે સ્કૂટરની વચ્ચે લેગ સ્પેસમાં બેટરી મુકવામાં આવી છે, જેથી એનું હેન્ડલિંગ સારી રીતે થઇ શકે. એના સિવાય કંપનીએ એમાં મોનોશૉક સસ્પેંશન આપ્યા છે. એના સિવાય સ્કૂટરના ફ્રંટ અને બેકમાં ડિસ્ક બ્રેકનું ફીચર આપવામાં આવ્યું છે. આ સ્કૂટરની સૌથી ખાસ વાત એ છે કે એમાં રિવર્સ ગિયર પણ છે. જેમાં તમે બેઠા બેઠા એને પાછળ લઇ જઇ શકો છો.

એના સિવાય પહેલી વાર કોઈ સ્કૂટરમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટિવ ટચ સ્ક્રીન ડેશબોર્ડ આપવામાં આવ્યું છે. 7 ઇંચની કેપેસિટીવ ટચ સ્ક્રીનની ખાસિયત એ છે કે, આ ટચ સ્ક્રીનમાં રસ્તો દર્શાવવા માટે નેવિગેશન, પાર્કિંગ અસિસ્ટ સિસ્ટમ, વોટરપ્રુફ ચાર્જર, મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. એના સિવાય એનું વોટરપૂફ હોવું પણ એનું બધાથી અલગ ફીચર છે.

એન્ડ્રોઇડ સપોર્ટ હોવાને કારણે એમાં ડિજિટલ ડ્રાઈવિંગ લાઇસન્સ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ પણ સ્ટોર કરી શકાય છે. એના સિવાય આ સ્કૂટરને અપડેટ પણ કરી શકાય છે. ઓટીએ એટલે કે ઓવર ધ એયર સપોર્ટ દ્વારા વાહનનું ફર્મવેયર અપડેટ ડાઉનલોડ કરી શકાય છે. વધુ માહિતી માટે www.atherenergy. com ની મુલાકાત લો.