ડ્રમમાં ઘૂસીને પગથી ગાજર સાફ કરી રહ્યો હતો જ્યુસની દુકાનનો કર્મચારી, કાર્યવાહી કરવાની કરી માંગણી.

0
532

આજના સમયમાં વાતાવરણ ઘણું દુષિત થઇ ગયેલું જોવા મળે છે, અને જેને કારણે આપણેને જીવન જીવવા માટે શુદ્ધ ખોરાક અને શુદ્ધ હવા જરૂરી છે, તે મળતી નથી અને જેને કારણે આપણે આરોગ્યની બાબતમાં ઘણી મુશ્કેલીઓ અનુભવી રહ્યા છીએ, અને આરોગ્યનું સ્તર ઘણું નીચું જઈ રહ્યું છે. અને તેના માટે પણ જવાબદાર આપણે માણસ જ છીએ, કેમ કે આપણે જ આ વાતાવરણને દુષિત કરવા પાછળ જવાબદાર છીએ આપણે જ તેની જાળવણી અંગે જરાપણ કાળજી નથી લઇ રહ્યા, આપણા ખાવા પીવાની બાબતમાં પણ આપણે ઘણા બેદરકાર હોઈએ છીએ, જેમ કે બહારનું ખાવાનો વધુ આગ્રહ પણ જવાબદાર છે. અને તે પણ નથી જોતા કે તે વસ્તુ બનાવવામાં સ્વચ્છતાની કેટલી કાળજી લેવામાં આવે છે.

વિડીયો વાયરલ થવાથી સોશિયલ મીડિયામાં દુકાનદાર ઉપર ઘણી ટીપ્પણીઓ કરવામાં આવી રહી

તે પહેલા મુંબઈના કુર્લા રેલ્વે સ્ટેશન ઉપર જ્યુસના પાણીમાં હાથ ધોવા વાળા દુકાનદારનો વિડીયો વાયરલ થયો હતો.

મુંબઈ. દાદરના પ્લાઝા માર્કેટના એક ઘણી નવાઈ પમાડે તેવો વિડીયો સામે આવ્યો છે. જ્યાં શાકમાર્કેટની અંદર એક વ્યક્તિ ડ્રમમાં ઘુસી લાતો મારીને ગાજરોને સાફ કરતો જોવા મળી રહો છે. વિડીયો વાયરલ થઇ ગયા પછી ખાદ્ય વિભાગે ઘટના અંગે કાર્યવાહી કરવાની વાત કરી છે. વિડીયો બનાવવા વાળા વ્યક્તિનો દાવો છે કે આ ગાજરોનો ઉપયોગ જ્યુસ બનાવવામાં કરવામાં આવે છે.

વિડીયો બનાવવા વાળા વ્યક્તિનો દાવો છે કે જે સમયે આ ઘટનાનું શુટિંગ કરવામાં આવી રહ્યું હતું, દુકાનના માલિકે તેની સાથે મારઝૂડનો પ્રયાસ પણ કર્યો. વિડીયો વાયરલ થવાથી સોશિયલ મીડિયામાં દુકાનદાર ઉપર ઘણી ટીપ્પણી કરવામાં આવી રહી છે અને કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

જણાવી આપીએ કે આ પહેલા મુંબઈના કુર્લા રેલ્વે સ્ટેશન ઉપર જ્યુસના પાણીમાં હાથ ધોવા વાળા દુકાનદારનો વિડીયો વાયરલ થયો હતો. જેની ઉપર રેલ્વે તરફથી કાર્યવાહી પણ કરવામાં આવી રહી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડિયો :