દીકરી ની ઠંડી ઉડાડવા 14 કરોડ ની નોટો સળગાવી ને તાપણું કરનાર દુનિયા નો મોસ્ટ વોન્ટેડ

0
7560

આજે અમે જેની વાત કરવાના છીએ તેની સામે દાઉદ જેવા લોકો કીડી સમાન છે. આના પાપ સામે દાઉદ જેવા અહિંસા નાં પુજારી લાગી શકે. દુનિયામાં પૈસા કમાવવા માટે લોકો અલગ અલગ પ્રકારની રીતો અપનાવે છે. કોઈ સારો રસ્તો પસંદ કરે છે તો કોઈ ભટકીને ખોટા રસ્તા પર જતા રહે છે. મેક્સિકોમાં થયેલા એક એન્કાઉન્ટરમાં ગેરકાનૂની ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા ઘણા બધા માફિયા મરી ગયા. આને દશકનું સૌથી મોટું એન્કાઉન્ટર માનવામાં આવી રહ્યું છે. કંઈક એવું જ એનકાઉન્ટર આજથી લગભગ 20 વર્ષ પહેલા કોલંબિયામાં થયું હતું. જ્યાં ડ્રગ્સ લોર્ડ પાબ્લો એમિલિયો એસ્કોબાર ગૈવિરિયાને મારી નાખવામાં આવ્યો હતો.

પાબ્લો એમિલિયો એસ્કોબાર ગૈવિરિયા એક કોલંબિયન ડ્રગ માફિયા હતા. કોકેનના કારોબારી રહેલા પાબ્લોને દુનિયાના સૌથી ખતરનાક અને સૌથી અમીર ડ્રગ અપરાધી માનવામાં આવે છે. પાબ્લોના ભાઈ રોબર્ટ એસ્કોબારના પુસ્તક ‘ધ એકાઉન્ટ્સ સ્ટોરી’ અનુસાર તે ઘણીવાર એક દિવસમાં 15 ટન કોફીનની તસ્કરી કરતા હતા. 1989 માં ફોર્બ્સ પત્રિકાએ એસ્કોબારને દુનિયાના 7 માં સૌથી અમીર વ્યક્તિ ઘોષિત કરવામાં આવ્યા હતા. એમની અંદાજિત અંગત સંપત્તિ 30 બિલિયન ડોલર એટલે કે 16 અરબ રૂપિયા હતી. એમની પાસે લક્ઝરી મકાન અને ગાડીઓ હતી.

ઉંદર ખાઈ જતા હતા નોટ :

પાબ્લોના ભાઈ રોબર્ટના જણાવ્યા અનુસાર, જે સમયે પાબ્લોનો વર્ષનો નફો 1,26,988 કરોડ રૂપિયા હતો. એ સમયે ગોડાઉનમાં મુકવામાં આવેલી રકમનો 10 ટકા ભાગ ઉંદર કોતરી નાખતા હતા. અથવા તો પાણી અને અન્ય કારણોને લીધે ખરાબ થઇ જતો હતો. રોબર્ટના જણાવ્યા અનુસાર તે 2,500 ડોલર દર મહિને નોટના બંડલ પર રબર બાંધવા માટે ખર્ચ કરતા હતા. 1986 માં એમણે કોલંબિયાની રાજધાની ના નેતા બનવાનો પ્રયત્ન કર્યો હતો. એના માટે એમણે દેશનું 10 બિલિયન ડોલર (5.4 અબજ રૂપિયા) નું રાષ્ટ્રીય દેવું ચૂકતે કરી દેવાની ઓફર આપી હતી.

ઘણા ચર્ચ બનાવડાવ્યા :

તે કોલંબિયાની સરકાર અને અમેરિકાના એક મોટા દુશ્મન હતા. છતાંપણ એમને મેડેલિનમાં ગરીબોના જીવનદાતા માનવામાં આવતા હતા. પાબ્લોએ ચર્ચ પણ બનાવડાવ્યા હતા, જેનાથી એમને સ્થાનિક રોમન કૈથોલિક સમાજમાં ઘણી લોકપ્રિયતા મળી હતી. એમણે પોતાની ‘રોબિન હુડ’ છબી બનાવવા માટે ઘણી મહેનત કરી હતી.

15 વર્ષની છોકરી સાથે કર્યા હતા લગ્ન :

1976 માં 26 વર્ષની ઉંમરમાં પાબ્લોએ 15 વર્ષની મારિયા વિક્ટોરિયા સાથે લગ્ન કર્યા હતા. એમના બે બાળકો હતા જુઆન પાબ્લો અને મૈનુએલા. પાબ્લો એસ્કોબારે 5000 એકર જમીનમાં ફેલાયેલું હૈસિયેંદા નૈપોલેસ (નેપલ્સ એસ્ટેટ) નામનું એક આલીશાન એસ્ટેટ તૈયાર કર્યુ હતું. એમનો પરિવાર એમાં જ રહેતો હતો.

એની સાથે જ એમણે એની નજીક ગ્રીક શૈલીના એક કિલ્લાનું નિર્માણ કરાવવાની યોજના બનાવી હતી. કિલ્લાનું નિર્માણ પણ શરુ કરી દેવામાં આવ્યું હતું, પણ તે ક્યારેય પૂરો થઈ શક્યો નહિ. એમના ખેતર, પ્રાણી સંગ્રહાલય અને કિલ્લાને સરકાર દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા અને 1990 માં એને એક્સટિંકશન દે ડોમીનો નામના એક કાયદા અંતર્ગત ઓછી આવક વાળા પરિવારોને આપી દેવામાં આવ્યા. આ સંપત્તિને એક થીમ પાર્કના રૂપમાં પણ બદલી નાખવામાં આવી હતી.

પાબ્લોનો ખાત્મો :

રાષ્ટ્રપતિ પદના એક ઉમેદવાર લુઈસ કાર્લોસ ગૈલાનની હત્યા પછી સરકાર પાબ્લો અને ડ્રગ કાર્ટેલ્સની વિરુદ્ધ થઈ ગઈ. પહેલા સરકારે તેમને આત્મસમર્પણ, ઓછી સજા અને કેદમાં રહેવા દરમ્યાન તેની સાથે વિશેષ પ્રકારનું વર્તન રાખવાના બદલામાં તેની અપરાધી ગતિવિધિઓ બંધ કરવાની શરત મૂકી. સામે પાબ્લોએ શરત મૂકી કે તે સજા પોતાની જ બનાવેલી જેલ માં રહી ને પૂરી કરશે, ત્યારબાદ એને એની જ આલીશાન જેલ ‘લા કૈથેડ્રલ’ બનાવી જેમાં તેને કેદ કરીને રાખવામાં આવ્યા. પણ 1992 માં એ ત્યાંથી ભાગી ગયા. ત્યારબાદ ડેલ્ટા ફોર્સ અને સેંટ્રા સ્પાઇકના સંયુક્ત એસ્ટેટ પાબ્લોના શોધ અભિયાનમાં શામેલ થઇ ગયા.

એમણે એસ્કોબારની શોધ માટે વિશેષ કોલંબિયન પોલીસ સ્ટાફ ફોર્સ સર્ચ બ્લૉક બનાવ્યો. પાબ્લોની શોધ 2 ડિસેમ્બર, 1993 ના રોજ પુરી થઇ ગઈ, જયારે એણે એકવાર ફરી સર્ચ બ્લૉકથી બચીને ભાગી નીકળવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પાબ્લો અને એના બોડીગાર્ડ એલ્બારો ડી જીસસ ઇગુડેલોની કોલંબિયન રાષ્ટ્રીય પોલીસે ગોળી મારીને હત્યા કરી દીધી. એમના પગ, ધડ અને કાન પર ગોળી મારવામાં આવી હતી. પરિવારના અમુક સભ્યોનું માનવું છે કે પાબ્લો એ આત્મહત્યા કરી હતી. એમના ભાઈઓએ જણાવ્યું કે પાબ્લો ઘણીવાર કહેતા હતા, કે જયારે એમની પાસે બચવાનો કોઈ રસ્તો નહિ રહે તો તે પોતાના કાન પર ગોળી મારીને પોતાને મારી નાખશે.

પાબ્લો નાં જીવન પર ઘણી બાયોગ્રાફી સીરીજ બની છે જેની હિન્દી ડબ પણ જોવા મળી રહેશે જેમાં એક સીરીઝ નેટફ્લીક્સ પર ”નાર્કોસ”  નામની છે જે નવી છે અને એક પાબ્લો એસ્કોબાર નામની ઘણી જૂની સીરીજ નું હિન્દી ડબિંગ છે જે ઝી વાળા ની ઓનલાઈન સાઈટ zee5 પર જોઈ શકો છો કે બીજી સાઈટો પરથી ડાઉનલોડ કરી શકો છો.

ભાગી નીકળ્યા પત્ની અને બાળકો :

પાબ્લોની વિધવા વિક્ટોરિયા હેનાઓ વૈલેજો (હવે મારિયા એસાબેલ સૈંટોસ કોબાલેરો) ના દીકરા જુઓન પાબ્લો (હવે જુઆન સેબેસ્ટિયન મૈરોકવીન સૈંટોસ) અને દીકરી મૈનુએલા 1995 માં કોલંબિયામાંથી ભાગી નીકળ્યા હતા. પહેલા તો એમને કોઈ પણ એવો દેશ ના મળ્યો જે એમને શરણ આપી શકે. ત્યારબાદ પાબ્લોના પરિવારના બાકીના સભ્યો એમની કાકી લેતિસિયા એસ્કોબાર અને એમની બે દીકરીઓ સહીત પ્રવાસિત થઈને વેનેજુએલા જતા રહ્યા, જેમાં એક અત્યારે ટેક્સાસમાં રહે છે.

દીકરીને ઠંડીથી બચાવવા માટે સળગાવ્યા 13 કરોડ રૂપિયા :

પાબ્લો પાસે એટલા બધા રૂપિયા હતા કે તેને રાખવા માટે જમીનો ખરીદતો અને તેમાં તે રૂપિયા દાટતા. પાબ્લો વિષે એવું કહેવામાં આવે છે કે તે પોલીસથી બચવા માટે લંડન, ઓસ્ટ્રિયા, જર્મન વગેરે દેશોમાં છુપાયા કરતા હતા. પાબ્લોની આ પ્રકારની હરકતોની મીડિયામાં ઘણી ચર્ચા થઈ રહી હતી. અને આજકાલ એમની આ વાર્તા ઘણી વાયરલ થઇ રહી છે. એવી જ રીતે એકવાર પોલીસથી બચવા માટે એમનો પરિવાર ઠંડા પર્વતીય વિસ્તારમાં લાંબા સમય સુધી છુપાયો હતો. પરંતુ એક રાત્રે પાબ્લોની દીકરીને ઠંડીને કારણે હાઇપોથર્મિયા (ઠંડીને કારણે શરીરનું તાપમાન ઝડપથી ઓછું થઇ જવું) થઇ ગયો હતો. એમણે દીકરીને બચાવવા માટે 20 લાખ ડોલર (13 કરોડ રૂપિયા) સળગાવી દીધા હતા, જેથી દીકરીના શરીરનું તાપમાન સામાન્ય થઇ શકે, અને એને ગરમી મળતી રહે.

તમને થશે આટલા બધા રૂપિયા કેવીરીતે કમાતો હતો?

એમેઝોન નાં જંગલો માંથી કુદરતી પદાર્થ જે સાવ મફત માં મળતો તેનાથી પ્રોસેસ કરી ને તે દુનિયાનું સૌથી સારી ગુણવત્તા અને વાળું સૌથી મોંઘુ ડ્રગ્સ અમેરિકા, મેક્સિકો મા ઘુસાડતો. એટલે જ અમેરિકા નો તે મોટો દુશ્મન હતો. પણ તે ખાલી ડ્રગ્સ જ નહિ પછી પોલીસો ને મારવા માંડ્યો લગભગ ૨૦૦૦ જેટલા નીર્દોસ પોલીસો ને મરાવી દીધા. અને પાર્લામેન્ટ પર હુમલા મા પણ તેનો જ હાથ કહેવાય છે. તે પોલીસો ને મારવા માટે ઇનામ આપતો જેમકે હવાલદાર ની કેટેગરી માટે 1 લાખ એની ઉપરના અધિકારી માટે એનાથી વધુ એની ઉપરના માટે એનાથી વધુ.