ડવની જે એડ પર આખી દુનિયામાં બબાલ મચી હતી, એણે ભારતમાં કમાઈ લીધા અરબો રૂપિયા

0
1252

મિત્રો ભારતના મોટાભાગના લોકો કાળી ચામડી વાળા હોય છે. અને જે લોકો ગોરાપણાને જ સુંદરતા માને છે, એમના હિસાબે તો ભારત કદાચ બદસુરત લોકોનો સૌથી મોટો દેશ હશે. અને એ વાત ખોટી નથી કે, આપણા દેશમાં ગોરા બનાવવા વાળી પ્રોડક્ટનો ઘણો વધારે ઉપયોગ કરવામાં આવે છે. ફેયરનેસ ક્રીમ સિવાય પણ ઘણી બધી પ્રોડક્ટ્સનો ગોરા બનવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

જણાવી દઈએ કે, એક વાર BBC એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયામાં કોકા કોલાથી વધારે લોકોને ગોરા કરવા વાળી ક્રીમ વેચાય છે. કોકા કોલાની તુલના એટલા માટે કરવામાં આવી કે, તે એક સામાન્ય પ્રોડેક્ટ છે અને લગભગ બધે જ મળે છે. અને ઘણી જગ્યાએ લોકો પાણીની જગ્યા કોકા કોલા વગેરે પીવે છે.

ખુબ જ તુચ્છ હતી ડવની એડ :

મિત્રો તમે યુનિલીવર કંપનીનું નામ સાંભળ્યું જ હશે. તે મૂળ રૂપથી બ્રિટેન અને નેધરલૈંડની કંપની છે. અને તે આખી દુનિયારમાં ફેલાયેલી છે. આ કંપની 40 ખરબથી વધારે વાર્ષિક ટર્નઓવર કરે છે. અને આ જ કંપનીની એક પ્રોડક્ટ છે ‘ડવ’ સાબુ. તેજ સાબુ, જેને કંપની સાબુથી વધારે ક્રીમ જણાવે છે. આમ તો ખરબો રૂપિયા છે આ કંપની પાસ, પણ શિષ્ટાચાર એક કોડીનો પણ નથી. આમણે એક તુચ્છ એડ બનાવી હતી.

એ એડમાં એક કાળા રંગની છોકરી હોય છે જેણે ભૂરા રંગનું ટી-શર્ટ પહેરેલું હોય છે. તે ડવની ક્રીમ લગાવે છે. પછી તે ટીશર્ટ ઉતારી નાખે છે. ટીશર્ટ ઉતારવાની જ વાર હતી ને અંદરથી નીકળી એક ગોરી છોકરી જેણે હલકા ગુલાબી રંગની ટી શર્ટ પહેરી હતી. અને એના ભૂરા રંગના વાળ હતા. એકદમ ઝક્ક સફેદ. એ એડમાં કંપની જે કહેવા માંગે છે, તે મેસેજ સાફ છે. તમારૂ અંગ કાળું હોય કે શ્યામ. ડવ ક્રીમ લગાવો રંગત નિખારી આવશે. તેમે સફેદ થઇ જશો. ગોરો એટલે સુંદર અને કાળો કે શ્યામ એટલે બદસુરત.

હંગામો થયા પછી ડવે માંગી હતી માફી :

જણાવી દઈએ કે, ડવ કંપનીની આ જાહેરાત પર ખુબ હંગામો થયો હતો. લોકોએ ડવની આ એડને નસ્લીય ભેદભાવ વાળી કહી હતી. એ એડથી નારાજ થયેલા લોકોએ ડવની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની વાત કરી. એની આલોચના પણ થઇ. પછી ડવએ લોકોની માફી માંગી. માફી એવી કે પહેલા જાણી જોઈને ભૂલ કરવી અને પછી માફી માંગવી.

કંપનીએ જણાવ્યું કે, અમે થોડા સમય પહેલા ફેસબુક પર ફોટો પોસ્ટ કરી. આ એડ અશ્વેત મહિલાઓનું સાચું પ્રતિનિધિત્વ કરવામાં નાકામ રહી. આના કારણે લોકોને જે તકલીફ થઈ છે, તેના માટે અમે માફી માંગીએ છીએ.

એક મહિલાએ ડવની આ એડ પર પોસ્ટ લખી. તેના પર જવાબ આપતા ડવે લખ્યું :

જે ફોટો વિષે તમે વાત કરી રહ્યા છો, તેમાં ડવ બોડી વોશના ફાયદાઓ જણાવ્યા છે. આ 100 ટકા સૌમ્ય છે, અને સલ્ફેટ મુક્ત છે. સૌથી વધારે ડર્મટોલજિસ્ટ આ જ પ્રોડક્ટ ઉપયોગ કરવાની સલાહ આપે છે. અમે દરેક ઉંમર, દરેક સમુદાય અને દરેક રંગની મહિલાઓની સુંદરતાને પ્રતિનિધિત્વ કરવાના માટે પ્રતિબદ્ધ છીએ. અમે સારા ઉત્પાદ બનાવવાના માટે બધી મહિલાઓની જરૂરતનું ધ્યાન રાખીએ છીએ.

પ્રશ્ન એ છે કે, સ્વસ્થ અને સુંદર ત્વચાનો રંગ ગોરો જ કેમ દેખાય છે?

તમે પણ માનતા હશો કે, પ્રોડક્ટના ફાયદાઓ જે જણાવવામાં આવ્યા હોય અને જે દેખાડવામાં આવે છે, તેમાં જમીન આસમાનનો ફરક હોય છે. કંપનીએ પ્રોડક્ટના સૌમ્ય, સલ્ફેટ ફ્રી જેવા ફીચર્સ ગણાવ્યા છે. પણ એમાં કાળા અને ગોરાનું અંતર દેખાડ્યું છે. પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા છોકરી અશ્વેત હતી. અને પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી તે એકદમ ગોરી-ગુલાબી થઇ ગઈ. એવું કેમ? જો આ નસ્લીય માનસિકતા નથી, તો આફ્ટર ઇફેક્ટ હંમેશા ગોરો જ કેમ રહે છે? સ્વસ્થ અને સુંદર ત્વચા ગોરી કેમ દર્શાવવામાં આવે છે?

ડવએ પોતાના મુખ્ય ગુનાહની માફી જ માંગી નહિ.

પોતાની જાહેરાત પર વિવાદ થયા પછી, ડવએ જે માફી માંગી છે તે પણ સાચી નથી. ડવએ આ વિજ્ઞાપન બનાવવા માટે માફી માંગવી જોઈતી હતી. તેમને કહેવું જોયતું હતું કે, આવી જાહેરાત બનાવીને અમે ભૂલ કરી છે. આવી એડ બનાવવી માનસિક દીવલીયેપનની નિશાની છે. તમે જ કહો કે, આવા વિજ્ઞાપન કહેવા શું માંગે છે? પૈસા આપીને પ્રોડક્ટ ખરીદો. અને પ્રોડ્કટની સાથે તેમની માનસિકતા પણ ખરીદો.

સાચી રીતે જોવા જઈએ તો તમે પોતાની સ્વાભાવિક ઓળખાણને ઘસીને મટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો. બીજાના જેવા દેખાવાનું સપનું કેમ જોવો છો? કારણ કે લોકોને જણાવવામાં આવ્યું છે કે, તેમના જેવા હોવું સારું છે. ગોરું હોવું સારું છે, શું ગોરું હોવું એટલે સુંદર? શું અશ્વેત હોવું તે શરમજનક બાબત છે?

પહેલા પણ આવું કરી ચુકી છે ડવ :

જાણકારી માટે જણાવી દઈએ કે, આવું પહેલી વાર નથી થયું જયારે ડવએ આવું કર્યું હોય. આનાથી પહેલા વર્ષ 2011 માં પણ કંપનીને પોતાની પ્રોડક્ટ વિષે સફાઈ આપવી પડી હતી. એ વખતે એમની એક એડ હતી જેમાં 3 મહિલાઓ રૂમાલ લપેટીને ઉભી હોય છે. આ ડવ બોડી વોશની એડ હતી. તેના પાછળ બે બોર્ડ્સ હતા, બીફોર અને આફ્ટર લખેલા.

એડમાં દેખાડ્યા મુજબ, ડવ બોડી વોશ ઉપયોગ કરવા પર તમારી ત્વચાનો રંગ નિખરે છે. માણસ ખુદને સાફ અને તાજો રાખવા માટે સ્નાન કરે છે. એટલા માટે તે સાબુ અને બોડી વોશ પણ લગાવે છે. જયારે ડવે સ્નાન કરવાનો અર્થ સાફ થવું નહિ, પણ ગોરા થવા સાથે જોડ્યો છે. તેમનું કહેવું છે કે, બોડી વોશ લગાવવાથી તમે કાળાથી ગોરા થઇ જશો. ત્યારે પણ ઘણા લોકોએ આનો વિરોધ કર્યો હતો. તે સમયે પણ ડવે માફી માંગી હતી.

તેમની રણનીતિ તો નથી બદલી પણ, જે માનસિકતા પર માર્કેટ ટક્યું છે તેને આઝાદ કેવી રીતે કરીએ? તેને વધુ મજબૂત કરાવવી જ એમની રણનીતિ હોય છે.

ભારત બદસુરત લોકોનો દેશ છે :

જેવું કે આપણે જાણીએ છીએ કે, ભારતના લોકો શ્યામ ચામડી વાળા હોય છે. અને જો ગોરું હોવું જ સાચી સુંદરતા છે, તો ભારત સૌથી વધારે બદસુરત લોકોનો દેશ છે. જો તમને આ વાક્ય ખરાબ લાગ્યું હોય તો અમારો ઈરાદો સાર્થક થયો. અમે ચાહતા હતા કે તેમને ખુબ ખરાબ લાગે. તમે કેટલા પણ પ્રયત્ન કરી લો, પોતાની અશ્વેત ચામડીને ઉતારીને ફેંકી નહિ શકો.

આપણે આપણું ભૂગોળ નહિ બદલી શકીએ. કોઈ ઉષ્ણ કટિબંધીય પ્રદેશને ઉઠાવીને ધ્રુવીય ક્ષેત્રમાં નહિ રાખી શકીએ. દરેક જગ્યાની પોતાની પ્રકૃતિ હોય છે. ત્વચાનો રંગ પણ સ્વભાવિકતા છે. શરીરનો કાળો, ભૂરો કે ગોરો રંગ તે જગ્યાની આબોહવા પર નિર્ભર છે. તેમાં ઓછી સુંદરતા અને વધારે સુંદરતા જેવું કંઈ જ નથી.

કારોબાર કરવો કંપનીનો અધિકાર છે, અપમાન કરવું નહિ :

મિત્રો, એક ગ્લોબલ કંપનીનું આટલું નસ્લીય હોવું એ વિચારવા જેવી વાત છે. આમ તો કોઈએ પણ નસ્લીય વિચાર રાખવા ખરાબ વાત છે, પરંતુ ગ્લોબલ કંપનીઓના આવું વિચારી રહ્યા છે. એવું નથી કે યુનિલીવર ફક્ત પશ્ચિમના દેશોમાં જ હોય. આફ્રિકા અને એશિયાઈ દેશોમાં પણ આની ખુબ વધારે પ્રોડક્ટ જોવા મળે છે. પશ્ચિમી દેશોમાં પણ અશ્વેત રહે છે.

આટલું ગ્લોબલ હોવાના કારણે તેને વિવિધતાને પ્રમોટ કરવું જોઈએ. પણ તે આવું નથી કરી રહ્યા, સામાજિક રુઢિયો અને આ પ્રકારના નસ્લીય અપમાનને વધારો આપવો ખોટી વસ્તુ છે. આઝાદી હોવી જોઈએ. પરંતુ આઝાદીની સાથે જે જવાબદારી નિભાવવી હોય છે તેનું શું? રિચા ચઢ્ઢાએ એક ઇન્ટરવ્યૂમાં ડવને સ્કેમ જણાવ્યું હતું. અને ખરેખર તે છે.