શાસ્ત્રો અનુસાર સવારે ઉઠીને ભૂલથી પણ ના જોવી જોઈએ આ ચાર વસ્તુ, નહીંતો થાય છે ભારે નુકશાન

0
509

ભૂલથી પણ સવારે ઉઠીને જોઈ લીધી આ 4 વસ્તુ, તો થશે મોટું નુકશાન, શાસ્ત્રોમાં જણાવી છે આ વાત

આમ તો આજના સમયમાં ઘણી વાતોને લોકો અંધવિશ્વાસ માનતા હોય છે. પરંતુ ઘણા લોકો તે બાબતોમાં વિશ્વાસ ધરાવતા હોય છે. આવો આજે અમે તમને એવી જ થોડી વાતો જણાવવા જઈએ છીએ.

સવારનો સમય દિવસનો સૌથી મહત્વનો ભાગ હોય છે. ખાસ કરીને જે ક્ષણે તમે સુઈને ઉઠો છો તે સમય તો વિશેષ હોય છે, કેમ કે દરેક રાત્રીના અંધકાર પછી આવતી કાલનો સૂર્ય નવું જીવન લઈને આવે છે. એક રીતે આ જીવન- મૃત્યુનું પ્રતિક સ્વરૂપ છે. તેવામાં શાસ્ત્રોમાં સવારના સમયને લઈને ઘણા નિયમ બતાવવામાં આવ્યા છે કે, કેવી રીતે વ્યક્તિએ પોતાના દિવસની શરુઆત કરવી જોઈએ?

ખાસ કરીને એવી માન્યતા છે કે થોડી બાબતને સવારે ઉઠના જ કરી લેવાથી તમારો આખો દિવસ સારો બની જાય છે. અને અમુક બાબતો સવારે ઉઠીને ભૂલથી પણ ન કરવી જોઈએ. ખાસ કરીને એવી માન્યતા છે કે, સવારે આંખ ખુલતા જ અમુક વસ્તુ ન જોવી જોઈએ. આજે અમે તમે એવી જ થોડી વસ્તુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે સવારે ઉઠીને જોવાથી તમારે તે દિવસે મોટી નુકશાનીનો સામનો કરવો પડી શકે છે.

સવારે ઉઠીને ભૂલથી પણ ન જોવી જોઈએ આ ચાર વસ્તુ :

સવારે ઉઠીને ભૂલથી પણ અરીસો ન જુવો :

ઘણા લોકોને સવારે ઉઠતા જ પોતાનો ચહેરો અરીસામાં જોવાની ટેવ હોય છે. જો કે તમને જણાવી દઈએ કે, એમ કરવું વાસ્તુશાસ્ત્રમાં ઘણું અશુભ માનવામાં આવે છે. એટલા માટે જો તમે દિવસ સારો બનાવવા માગો છો, તો સવારે ઉઠીને તમારો ચહેરો અરીસામાં જોવાને બદલે તમારી હથેળીઓને જુવો સાથે જ બંને હાથ જોઇને ભગવાનનું નામ લેવું પણ શુભ માનવામાં આવે છે.

સવારે ઉઠીને કુતરાને ઝગડતા જોવા :

સવારના સમયે શેરી મોહલ્લામાં કુતરા દેકારો મચાવે છે, અને જો આ દેકારો સાંભળીને સવારે ઉઠતા જ ક્યાંક તમે તેને જોઈ લીધા તો પછી તે ઘણું અશુભ ફળદાયી હોઈ શકે છે. માન્યતા છે કે જો સવારે સવારે કુતરાને ઝગડતા જોવાથી તમારી ઉંમર ઓછી થઇ જાય છે.

સવારે ઉઠીને તેલ લાગેલા વાસણ જોવા :

એ માન્યતા પણ પ્રચલિત છે કે, જો સવારે ઉઠતા જ તેલ લાગેલા વાસણ જોવાઈ જાય તો તેનાથી આખો દિવસ ખરાબ જાય છે. એટલા માટે તમે એમ કરવાથી દુર રહો અને શક્ય હોય તો રાતના સમયે જ એવી વસ્તુને દુર કરી દો અથવા સાફ કરી દો.

સવારે ઉઠીને વાંદરો કે બીજા જાનવરનું નામ ન લેવું :

તે બધા સાથે સવારના સમયને લઈને એવું પણ કહેવામાં આવે છે કે, સવારે સવારે ક્યારે પણ વાંદરાનું નામ ન લેવું જોઈએ પછી ભલેને તે તમને જોવા મળે. તેના વિષે એવી માન્યતા છે કે, એમ કરવાથી તમારો દિવસ માથાકૂટમાં પસાર થાય છે અને સાથે જ સમયસર ભોજન પણ નથી મળી શકતું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.