જે લોકો આ 4 વાતોનો ઉલ્લેખ કોઈની સાથે નથી કરતા તે ખરેખર બુદ્ધિશાળી હોય છે, જાણો કઈ છે એ વાતો

0
2666

આચાર્ય ચાણક્યનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આપણને સ્કુલમાં એમના વિષે ભણાવવામાં આવતું હતું. પણ તેમાં એમના વિષે થોડી માહિતી જ મળતી હતી. હકીકતમાં તેમના વિષે જાણવા જેવી ઘણી બધી વાતો હોય છે. આચાર્ય ચાણક્ય પાટલીપુત્ર (જેને હવે પટનાના નામથી જાણવામાં આવે છે) ના મહાન વિદ્વાન હતા. ચાણક્યને તેમના ન્યાયપ્રિય આચરણ માટે જાણવામાં આવતા હતા.

અને તેઓ આટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોતા, છતાં પણ તે એક સાધારણ ઝૂંપડીમાં રહેને પોતાનું જીવન જીવતા હતા. ચાણક્યએ પોતાના જીવનના અનુભવોને ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે. ચાણક્ય નીતિમાં કેટલીક એવી જ વાતો જણાવી છે કે જેના પર જો વ્યક્તિ અમલ કરે, તો તેને સફળ થવાથી કોઈ રોકી શકે નહિ. સફળતા નિશ્ચિત પણે તેમના પગ ચૂમવા લાગશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, જે પણ વ્યક્તિ એમના દ્વારા જણાવેલી વાતોનો પ્રયોગ પોતાનાં અંગત જીવનમાં કરે છે. તો તેમણે ક્યારેય પણ હારનો સામનો નહિ કરવો પડે. એમની નીતિઓમાં સુખી જીવનના રહસ્ય પણ છુપાયેલા છે. નીતિઓમાં જાણવામાં આવેલ વાતો તમને કડવી લાગી શકે છે પણ છે ૧૦૦% સાચી છે.

અને એમણે ચાણક્ય નીતિમાં કેટલીક વાતો એવી જણાવી છે કે જે ક્યારે પણ કોઈ બીજા વ્યક્તિને જણાવવી જોઈએ નહિ. ચાણક્ય નીતિમાં જણાવામાં આવેલ આ વાતો હમેશા પોતાના સુધી રાખવી જોઈએ. તો આવો જાણીએ કે એ કઈ વાતો છે જે બીજાને જણાવવાની નથી.

ચાણક્ય નીતિ શાસ્ત્ર અનુસાર આ 4 વાતોનો ક્યારેય બીજા જોડે ઉલ્લેખ કરવો જોઈએ નહિ :

વ્યક્તિગત સમસ્યાનો ઉલ્લેખ :

ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રોમાં લખ્યું છે કે, વ્યક્તિને પોતાના જીવનમાં ક્યારેય પણ પોતાની વ્યક્તિગત સમસ્યાનો ઉલ્લેખ કોઈ બીજાને કરવો જોઈએ નહિ. પછી ભલે ને તે તમારો કેટલોય નજીકનો વ્યક્તિ કેમ ના હોય. પોતાની અંગત સમસ્યાનો ઉલ્લેખ કોઈના જોડે કરવાનો નથી. ચાણક્યનું માનવું છે કે સમસ્યાનો ઉલ્લેખ કરવા પર લોકો સામેથી દુઃખ બતાવે છે, પરંતુ પીઠ પાછળ બુરાઈ કરીને ખુશ થાય છે.

પોતાના અપમાનનો ઉલ્લેખ :

ચાણક્ય નીતિ અનુસાર પોતાની બીજી વાત જે કોઈને ન કહેવી જોઈએ તે એ છે કે, જો પોતાનું અપમાન થયું હોય તો એનો કોઈની જોડે ઉલ્લેખ કરવો જોઈએ નહિ. એટલે કે જો કોઈ તમારું અપમાન કરે છે તો તેનો ઉલ્લેખ ક્યારેય પણ બીજા સામે કરવાનો નથી. ચાણક્યનું માનવું છે કે એવું કરવાથી તમારા અપમાનમાં હજુ વધારો થાય છે, અને તમારી મજાક પણ ઉડાડવામાં આવશે. આ વસ્તુ તમારી છબીને વધારે ખરાબ કરી નાખશે.

પત્નીનાં ચરિત્રનો ઉલ્લેખ :

ચાણક્યે પોતાની નીતિમાં એ પણ જણાવ્યું છે કે, મનુષ્યને ક્યારે પણ બીજા જોડે પોતાની પત્નીના ચરિત્રનો ઉલ્લેખ ભૂલથી પણ કરવો જોઈએ નહિ. પોતાની પત્નીનો સ્વભાવ અને જીવનના સંબંધોના વિષે બીજાને જણાવવું જોઈએ નહિ. એવું કરવા પર તમારી જ નહિ પણ તમારી પત્નીની પણ ઈજ્જત જાય છે, અને બીજાને તમારી મજાક ઉડાવવાનો મોકો મળી જાય છે. કેટલીક વાત જણાવવાથી સમસ્યા ઘટવાની જગ્યાએ વધી શકે છે.

વેપાર સંબંધી ઉલ્લેખ :

આ પણ ઘણી મહત્વની વાત છે. અને એના વિષે ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે, કે પોતાના વેપાર સંબંધી વાતોનો ઉલ્લેખ બીજા સામે કરવી જોઈએ નહિ. વેપારમાં નફો કે નુક્શાન થયાની વાત બીજા કોઈને જણાવવાની જરૂર નથી. કારણ કે આવું કરવાથી તે તમારી સ્થિતિ જાણી જાય છે અને જયારે તમને તેમની મદદની જરૂર હશે ત્યારે તે મદદ કરશે નહિ.

અને તમે બુદ્ધિમાન ત્યારે જ કહેવાશો જયારે તમે આ 4 વાતોનો ઉલ્લેખ કોઈની સામે કરશો નહિ. મિત્રો, તમને અમારી આ પોસ્ટ સારી લાગી હોય તો પોતાના મિત્રો સાથે જરૂર શેયર કરજો.