આ 3 છોડ ઘરમાં લાગેલા હશે તો માં લક્ષ્મી થશે નારાજ, જીવન ભર છવાયેલી રહેશે ઘરમાં દરિદ્રતા.

0
2412

આપણા દેશમાં હિંદુ ધર્મમાં માનવા વાળા લોકોની સંખ્યા ઘણી વધારે છે. અને હિંદુ ધર્મના માનતા લોકોમાં વાસ્તુ શાસ્ત્રનું ઘણું જ મહત્વ હોય છે. આપણે ત્યાંની પ્રાચીન માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે, જે પણ વ્યક્તિ વાસ્તુ શાસ્ત્રનું અનુસરણ કરે છે, તેમણે જીવનમાં ક્યારે પણ કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો. અને તેઓ પોતાનું જીવન આનંદ પૂર્વક પસાર કરે છે.

હિંદુ ધર્મ અનુસાર છોડ, ઝાડ વગેરેમાં પણ જીવ હોય છે. અને સાથે જ તે સંવેદનશીલ પણ હોય છે. અને તેના શક્તિશાળી ભાવોના માધ્યમથી તમારું જીવન બદલાઈ શકે છે. હિંદુ ધર્મમાં અમુક ઝાડ અને છોડને પવિત્ર માની એમની પૂજા કરવામાં આવે છે.

અને વાસ્તુ શાસ્ત્ર મુજબ આપણા જીવનમાં છોડનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. કારણ કે છોડ જેવી રીતે આપણને જીવવા માટે અલગ વસ્તુઓ પૂરી પાડે છે, તેવી જ રીતે તે આપણા જીવનમાં આનંદ અને દુઃખનું કારણ પણ બને છે. આજે અમે તમને એવા ત્રણ છોડ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનમાં દરિદ્રતાનું કારણ બની શકે છે. તો આવો એમના વિષે વિસ્તારથી જાણીએ.

બોનસાઈ :

મિત્રો ઘરને સજાવવામાં આવે તો તે ઘણું સુંદર લાગે છે. અને આજકાલ લોકો પોતાના ઘરને સણગારવા માટે ઘણા પ્રકારના છોડ પણ ઘરમાં લગાવે છે. જેમાંથી એક છોડ છે બોનસાઈ. આવા પ્રકારના છોડને લોકો ખુબ આનંદથી પોતાના ઘરની અંદર રાખે છે. કારણ કે તે દેખાવમાં ઘણા સુંદર હોય છે. પરંતુ આપણા શાસ્ત્રો મુજબ આવા છોડ નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે.

અને શાસ્ત્રો અનુસાર જે ઘરમાં આવા છોડ લગાવેલા હોય છે, ત્યાં માતા લક્ષ્મીનું આગમન થતું નથી અને એ ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે. તે કારણે જ જો તમે પણ તમારા ઘરમાં બોનસોઈનો છોડ લગાવી રાખ્યો છે, તો આજે જ એને ઘરમાંથી દુર કરી દો. જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા ઉપર અને તમારા કુટુંબ ઉપર કાયમ માટે જળવાઈ રહે.

આંબલીનું ઝાડ :

આ યાદીમાં બીજું આવે છે આંબલીનું ઝાડ. મિત્રો આને પણ આપણે આપણા ઘરમાં ન લગાવવું જોઈએ. કારણ કે હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે, ઘરની આજુબાજુ ક્યારેય પણ આંબલીનું ઝાડ ન હોવું જોઈએ. આપણે ત્યાં એને લઈને એવી માન્યતા છે કે, આંબલીના ઝાડમાં નકારાત્મક શક્તિઓનો વાસ હોય છે.

તેમજ તેની સાથે જ આંબલીનો છોડ ઘરમાં ન લગાવવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલુ છે. અને તે વૈજ્ઞાનિક કારણ એ છે કે, આંબલીના પાંદડામાં અમ્લનું વધુ પ્રમાણ હોવાને કારણે આજુ બાજુનું વાતાવરણ પણ અમ્લીય બની જાય છે. તે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.

કેકટસનો છોડ :

મિત્રો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આપણા ધર્મ શાસ્ત્ર અનુસાર આપણે ભૂલથી પણ આપણા ઘરમાં કેકટસનો છોડ ન લગાવવો જોઈએ. કેમ કે આ છોડમાં કાંટા હોય છે અને કાંટા વાળા છોડ નકારાત્મકતા તરફ ઈશારો કરે છે. તેમજ જે ઘરમાં આ છોડ લાગેલો હોય છે તે ઘરના સભ્યો વચ્ચે લડાઈ ઝગડા અને મનભેદની સમસ્યા રહે છે. જે આપણા જીવનને ઘણી અસર કરે છે.

તેમજ આ છોડને લઈને એવી માન્યતા પણ છે કે, જે ઘરમાં કેકટસનો છોડ લાગેલો હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો. તેમજ કુટુંબના સભ્યોને ઈજા થવાની પણ શક્યતા રહે છે. તેની સાથે જ જો તમે કેકટસનો છોડ ઘરની શોભા માટે લગાવ્યો જ છે. તો તેને તમે તમારા ઘરમાં પ્રવેશ દ્વારની બહાર લગાવો પરંતુ ભૂલથી પણ ઘરની અંદર આ છોડને ન લગાવો.

અને આ બધા ઉપરાંત જો વાસ્તુ શાસ્ત્રનું માનીએ, તો આપણે આપણા ઘરમાં કોઈ એવો છોડ ન રાખવો જોઈએ જે સુકાઈ ગયો હોય કે મૃત થઇ ગયો હોય. વાસ્તુ શાસ્ત્ર મુજબ એવા છોડથી પણ ઘરમાં નકારાત્મકતા આવે છે.