આ 5 ભૂલોથી સાવધાન, નહિ તો બેંકો માંથી નહિ લઇ શકશો લોન, ક્રેડીટ સ્કોર પણ નીચો જશે.

0
126

જો તમે કરી આ ભૂલો તો લોન પાસ થવામાં આવશે સમસ્યા, અને સપના પુરા થવામાં થશે વિલંબ.

શું તમારી લોન અરજી વારંવાર રદ થઇ રહી છે? જો એવું છે તો તમારો ક્રેડીટ સ્કોર તપાસી લો. તેની ઉપરથી ઘણી બાબતો સ્પષ્ટ થઇ જશે જે તમારા ક્રેડીટ અને લોન સાથે જોડાયેલી હશે. ક્રેડીટ સ્કોરથી તમારો ક્રેડીટ વ્યવહાર જાણી શકાય છે. આ સ્કોર એ પણ જણાવે છે કે, તમે કેટલી લોન મેળવી શકો છો.

સિબિલ, ઈક્વીફેક્સ, હાઈમાર્ક જેવી એજન્સીઓ ક્રેડીટ ઇન્ફોર્મેશન બ્યુરો છે જે ક્રેડીટ સ્કોર વિષે જાણકારી આપે છે. આ એજન્સીઓ તમારી ક્રેડીટ યોગ્યતા વિષે જણાવે છે અને ક્રેડીટ સ્કોરને 300 થી 900 વચ્ચે આંકે છે. લોન લેવા વાળા લોકો કે ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરવા વાળા લોકોની વિગત બેંકો તરફથી ક્રેડીટ બ્યુરોને મોકલવામાં આવે છે ત્યાર પછી ક્રેડીટ વ્યવહાર વિષે જાણી શકાય છે.

એવું માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિનો ક્રેડીટ સ્કોર 750 ની આસપાસ હોવો જોઈએ. ક્રેડીટ સ્કોર જેટલો વધુ હશે, લોન લેવાની યોગ્યતા એટલી વધુ રહેશે. એવી સ્થિતિમાં લોન અરજી સરળતાથી પાસ થશે અને થોડી પ્રક્રિયા પછી લોન જાહેર કરી દેવામાં આવશે. આવો જાણીએ કે કઈ ભૂલો છે જેનાથી ક્રેડીટ સ્કોર ઘટે છે અને લોન લેવામાં મુશ્કેલી પડે છે.

(1) સમયસર લોન ન ચુકવવા ઉપર શું થશે?

સમયસર લોન નથી ચુકવતા તો ક્રેડીટ સ્કોર ઉપર વધુ અસર પડી શકે છે. બાકી રકમની ચુકવણી પર તમામ રેટિંગ એજન્સીઓ કડક નજર રાખે છે. તેમાં એ જોઈ શકાય છે કે લોન લેવા વાળા કે ક્રેડીટ કાર્ડથી ખર્ચા કરવા વાળા વ્યક્તિ કેટલી સરળતાથી બાકી રકમનું પેમેન્ટ કરી દે છે. ફોન, વીજળી, પાણી વગેરેના બીલ પણ જોવામાં આવે છે કે કેટલા જલ્દી ચુકવવામાં આવી રહ્યા છે. જો તમે તેમાં મોડું કરશો તો ક્રેડીટ સ્કોરની ગણતરીએ આ મોટી ભૂલ હશે.

(2) ક્રેડીટ કાર્ડ અને લોન માટે ઘણી અરજી :

જયારે તમે અલગ અલગ ઘણી બેંકોમાં લોન માટે અરજી કરો છો તો તેને સારું નથી માનવામાં આવતું. તેની ઉપરથી જાણી શકાય છે કે તમારી અરજી ઉપર જલ્દી કાર્યવાહી નથી થઇ રહી કેમ કે કોઈ અછત રહી હશે.

તમે કેવા પ્રકારની લોન લેવા માગો છો અને કેટલી લેવા માગો છો, તે અરજી પાસ કરવા માટે જોવામાં આવે છે. તેના માટે પહેલા ક્રેડીટ કાર્ડ સ્કોર જોવામાં આવે છે. માની લો તમે ઘણા ક્રેડીટ કાર્ડ માટે અરજી કરી છે પણ જુના બીલ ચુકવવામાં અસમર્થ રહ્યા છો તો તેનાથી ક્રેડીટ સ્કોર ઘટે છે. વારંવાર અરજી કરવી, એવું દેખાડે છે કે તમારે ક્રેડીટ કાર્ડની વધુ જરૂર છે. તે સ્થિતિ સારી નથી માનવામાં આવતી.

(3) ક્રેડીટ કાર્ડ ઉપર મોંઘી ખરીદી ન કરો :

ક્રેડીટ કાર્ડ ઉપર મોંધી ખરીદી કરો કે તેની મોટાભાગની લીમીટ ખર્ચ કરો, પણ બીલ સમયસર ચૂકવી દો. જો પુરા પૈસા નથી ચૂકવ્યા અને મીનીમમ ડ્યુ જ ચૂકવો છો તો તેનાથી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. એક મહિનાની ક્રેડીટ બીજા મહિનામાં જાય છે તો વ્યાજ વધતું જાય છે અને તેનાથી તમારો ક્રેડીટ સ્કોર નીચે જાય છે. એટલા માટે ક્રેડીટ યુટીલાઈઝેશન રેટને હંમેશા 30 ટકાની આસપાસ રાખો અને સમયસર બીલ ચુકવતા રહો. ક્રેડીટ કાર્ડ ઉપરથી મોંઘી ખરીદી ન કરશો. જો કરો છો તો સમયસર બીલ ચૂકવી દો.

(4) ક્રેડીટ કાર્ડની લીમીટ ઘટવી :

ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવી એ યુટીલાઈઝેશન રેટ વધારવા માટે સારું રહે છે. તેનાથી બરોબર ઉલટું જો લીમીટ ઘટે છે તો યુટીલાઈઝેશન રેટ ઘટે છે. તમે કાર્ડ ઉપરથી ઓછી ખરીદી કરી શકશો જેનાથી યુટીલાઈઝેશન ઉપર અસર પડશે. માની લો કે પહેલા ક્રેડીટ કાર્ડની લીમીટ 1 લાખ હતી અને આઉટસ્ટેન્ડિંગ ડ્યુ 25,000 રૂપિયા આવે છે. ક્રેડીટ કાર્ડની લીમીટ ઘટીને 60,000 કરવા ઉપર યુટીલાઈઝેશન રેટ પર અસર થાય છે. તેનાથી આગળ જતા લોનમાં તકલીફ પડશે. તેનાથી બચવા માટે ક્રેડીટ કાર્ડની લીમીટ ઘટાડવા વિષે ન વિચારો. જો ક્રેડીટ કાર્ડ ઉપર વધુ ચાર્જ નથી આવતો તો તેને કેન્સલ પણ ન કરાવો.

(5) લોન પહેલા ચૂકવીને બંધ ન કરો :

લોન ચૂકવીને ભલે તમે જલ્દી ફ્રી થઇ જશો પણ તેની નેગેટીવ અસર ક્રેડીટ સ્કોર ઉપર જોવા મળી શકે છે. ખાસ કરીને તમે સિક્યોર્ડ લોન લીધી છે તો લોન ફોરક્લોઝર થવાથી ક્રેડીટ હિસ્ટ્રી ઘટે છે અને તેનાથી ક્રેડીટ એકાઉન્ટને વધુ ફાયદો નથી મળતો. લોન ફોરક્લોઝર માટે બેંક તમારી પાસે વધારાના પૈસા લઇ શકે છે. તે લોન અને રીપેમેન્ટના પૈસાના સોર્સ ઉપર નિર્ભર કરશે. એટલા માટે લોન ફોર ક્લોજરથી પહેલા તેના નફા અને નુકશાન વિષે જરૂર જાણી લો.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.