શું તમને પણ નથી મળ્યા પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમના પૈસા?

0
4209

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ જો તમને પૈસા નથી મળ્યા, તો કેન્દ્રીય કૃષિ મંત્રાલયની આ હેલ્પલાઈન ઉપર ફોન કરી શકો છો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમના પૈસા જો કોઈ ખેડૂત ભાઈઓને નથી મળી રહ્યા, તો ચિંતાની કોઈ વાત નથી કારણ કે તેનો પણ ઉકેલ છે. તેના માટે તમે સીધા કેન્દ્રીય કૃષિ મંત્રાલયમાં ફરિયાદ કરી શકો છો. તે મોદી સરકારની ખેડૂતો સાથે જોડાયેલી સૌથી મોટી યોજના છે, અને સરકારના પ્રયાસ છે કે દરેક સાચા ખેડૂતને તેનો લાભ મળે જેથી ખેતીમાં આવતી મુશ્કેલીનો સમય દુર થાય.

દેશના ૩.૯૪ કરોડ ખેડૂતોને તેના બે હપ્તાના પૈસા પહોંચાડી દેવામાં આવ્યા છે, પરંતુ જો તમે તેમાં નથી તો સૌથી પહેલા તમારા રેવન્યુ અધિકારી અને કૃષિ અધિકારીનો સંપર્ક કરો. ત્યાં કામ નથી થતું તો સોમવારથી શુક્રવાર સુધી પીએમ કિસાન હેલ્પ ડેસ્ક (PM-KISAN Help Desk) ના ઈ-મેલ Email (pmkisan-ict@gov. in) ઉપર સંપર્ક કરી શકો છો. ત્યાંથી પણ કામ ન થઇ શકે તો તે સેલના ફોન નંબર 011-23381092 (Direct HelpLine) ઉપર ફોન કરો.

હવે દેશના તમામ ૧૪.૫ કરોડ ખેડૂતોને મળશે લાભ :

આ બાબતે ફરિયાદ એ આવી રહી છે કે, રજીસ્ટર્ડ ખેડૂતોને પણ પૈસા નથી મળી રહ્યા. એક જ ગામમાં થોડા ખેડૂતોના એકાઉન્ટમાં બે વખત બે-બે હજાર રૂપિયા આવી ગયા છે. પરંતુ થોડા ખેડૂતો એવા પણ છે જેમના એકાઉન્ટમાં પહેલો હપ્તો પણ નથી આવ્યો. ઘણા લોકોના ખાતામાં પહેલો હપ્તો આવી ગયો છે તો બીજો નથી મળ્યો. એવા લોકો સૌથી પહેલા રેવન્યુ અને કૃષિ અધિકારીને પૂછે કે, તેમનું નામ લાભાર્થીઓની યાદીમાં છે કે નહિ?

જો છે તો તેમને પૂછો કે પૈસા કેમ નથી આવ્યા? જવાબ ન મળે તો પછી સ્કીમની હેલ્પલાઇન ઉપર સંપર્ક કરો. સરકાર તો દેશના તમામ ૧૪.૫ કરોડ ખેડૂતોને પૈસા આપવા માંગે છે. સરકારની આ ઈચ્છાને પૂરી કરવામાં જો કોઈ અધિકારી અડચણ ઉભી કરી રહ્યા છે તો તેની ફરિયાદ કરો.

એટલું જ નહીં આ યોજનાના વેલફેયર સેક્શન (Farmer’s Welfare Section) માં પણ તમે સંપર્ક કરી શકો છો. દિલ્હીમાં તેનો ફોન નંબર છે 011-23382401, જયારે ઈ-મેલ આઈડી pmkisan-hqrs@gov. in છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચોધરીનું કહેવું છે કે, જો કોઈ સાચા ખેડૂતભાઈના બેંક એકાઉન્ટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમના પૈસા નથી પહોંચી રહ્યા તો તેનો ઉકેલ કરવામાં આવશે.

ચોધરીનું કહેવું છે કે, જો ખેડૂતના ખાતામાં પૈસા નથી પહોંચતા કે પછી કોઈ ટેકનીકલ ખામી છે, તો તેનો કોઈપણ કિંમતે ઉકેલ કરાવીશું. અમારા પ્રયત્ન છે કે તેનો તમામ ખેડૂતને લાભ મળે, એટલા માટે સરકારે પોતાની પહેલી કેબીનેટ બેઠકમાં જ વચન મુજબ આ યોજનાનો ફેલાવો કરી દીધો છે.

આ સ્કીમ હેઠળ સૌથી વધુ ૧,૨૦,૨૩,૧૭૪ ખેડૂતોને ફાયદો યુપીમાં મળ્યો છે, જયારે મહારાષ્ટ્રના ૩૧,૫૬,૨૯૮ ખેડૂતોને લાભ મળ્યો છે. બિહારમાં ૬,૪૬,૧૫૯, રાજસ્થાનના ૨૮,૨૦,૪૪૧ અને ગુજરાતના ૨૯,૭૪,૫૨૦ ખેડૂતો આ સ્કીમનો લાભ મેળવી ચુક્યા છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.