આવા સમયે ક્યારે પણ ભૂલથી પણ ના પીવો હળદર વાળું દૂધ, મુશ્કેલી ઉભી થઈ શકે છે તમારા માટે.

0
1794

આ બે સંજોગોમાં ક્યારે પણ ના પીવું જોઈએ હળદર વાળું દૂધ, મુશ્કેલીમાં મુકાઈ જશો.

તમે ઘણીવાર ઇજા થવા પર પોતાની દાદી અથવા નાની કે પછી મમ્મીને એવું કહેતા જરૂર સાંભળ્યા હશે કે, ‘દીકરા હળદરવાળું દૂધ પી લે સારું થઈ જશે.’ જી હા, આ વર્ષો જૂનો નુસખો આજે પણ ઘણા કામનો છે. મૂઢ માર વાગવા પર કે પછી માંસપેશીઓ ખેંચાવા પર આ નુસખો તમને આરામ આપવામાં ઘણી મદદ કરે છે. હળદરવાળું દૂધ ઘણી બાબતોમાં ગજબ ફાયદા પહોંચાડે છે.

આયુર્વેદ અનુસાર, હળદરવાળા દૂધને ‘સુપર ડ્રિંક’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. જોકે એવું નથી કે પહેલાની સરખામણીમાં આ સુપર ડ્રિંકની માન્યતા ઓછી થઈ છે, પણ બદલાતી જીવનશૈલીને કારણે લોકોએ તેને પીવાનું ઓછું કરી દીધું છે. દૂધના લાભ તો આપણે બધા જાણીએ છીએ અને હળદરને તેના એંટી-બાયોટિક, એંટી-ઈંફલેમેટરી અને એંટી-ઓક્સીડેંટ ગુણો માટે ઓળખવામાં આવે છે.

આમ તો હળદરને ગરમ દૂધમાં મિક્સ કરીને પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મળે છે, પણ અમુક પરિસ્થિતિઓ એવી પણ છે, જેમાં આપણે હળદરવાળા દૂધનું સેવન નહિ કરવું જોઈએ. જી હા, તમે એકદમ બરાબર વાંચ્યું. હળદરવાળું દૂધ ફાયદાકરક હોય છે, પણ જો આ બે પરિસ્થિતિઓમાં તેનું સેવન કરવામાં આવે, તો તે તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ લેખમાં અમે તમને એવી બે પરિસ્થિઓ વિષે જણાવીશું અને એ પણ જણાવીશું કે તેની યોગ્ય માત્રા કેટલી હોવી જોઈએ.

આ 2 પરિસ્થિતિઓમાં ન પીવું હળદરવાળું દૂધ :

કફ બહાર નીકળતો ન હોય તો ના પીવું હળદરવાળું દૂધ :

એવા લોકો જેમને બદલાતી ઋતુમાં ગળાની અંદર કફ જામવાની સમસ્યા રહે છે, અને તેમનો કફ બહાર નથી નીકળતો તો તેમણે આવી સ્થિતિમાં રાતના સમયે હળદરવાળું દૂધ નહીં પીવું જોઈએ. આવી સ્થિતિમાં હળદરવાળું દૂધ પીવાથી કફ તમારી અંદર જ રહી જાય છે, અને તમારી છાતીમાં ભારે ભારે લાગી શકે છે. હકીકતમાં હળદર કફને સૂકવે છે, તેના લીધે આવું થાય છે. એટલા માટે આવી પરિસ્થિતિમાં ભૂલથી પણ હળદરવાળું દૂધ ના પીવું.

પણ તમારું મન નથી માની રહ્યું તો દૂધમાં થોડી હળદર નાખીને ઉકાળો અને પછી જ તેને પીવું. તેના સિવાય રાત્રે ભારે ભોજન (વધારે મસાલાવાળું, જેને પચાવવું ઘણું મુશ્કેલ હોય) કરતા લોકોએ પણ રાત્રે હળદરવાળા દૂધનું સેવન નહી કરવું જોઈએ.

શ્વાસ લેવામાં તકલીફ હોય તો નહિ પીવું હળદરવાળું દૂધ :

કફની સમસ્યા સિવાય જે લોકોને શ્વાસ લેવાની મુશ્કેલી એટલે કે શ્વાસ લેવામાં તકલીફ, શ્વાસ ન આવી રહ્યો હોય, શ્વાસ લેતા સમયે છાતીમાં દુઃખાવો થતો હોય તો તેમણે રાત્રે સુતા પહેલા હળદરવાળું દૂધ નહી પીવું જોઈએ. હકીકતમાં હળદરમાં રહેલા ગુણ એટલા તીવ્ર હોય છે કે, તે આપણા શ્વસન તંત્રને વધારે સક્રિય કરે છે, જેના લીધે શ્વાસ લેવામાં વધારે તકલીફ પડી શકે છે. એટલા માટે જો તમે શ્વાસ લેવાની સમસ્યાથી પીડિત છો કે પછી પંપ લો છો, તો ભૂલથી પણ રાતના સમયે હળદરવાળું દૂધ ના પીવું.

કેટલી માત્રામાં કરવું જોઈએ હળદર અને અન્ય વસ્તુઓનું સેવન :

આયુર્વેદ અનુસાર, કોઈ પણ વ્યક્તિએ દિવસમાં 20 થી 40 મિલીગ્રામ માત્રામાં જ હળદર લેવી જોઈએ. તેના સિવાય આખા દિવસમાં હળદર, સૂંઠ વગેરે જેવી ગરમ વસ્તુઓનું સેવન 100 મિલીગ્રામથી વધારે નહિ કરવું જોઈએ.

હળદરવાળું દૂધ બનાવવાની યોગ્ય રીત :

હળદરવાળું દૂધ બનાવવા માટે તમારે નીચે જણાવેલી રીત અપનાવવી જોઈએ. હળદરમાં કરક્યૂમિન નામનું કેન્સર વિરોધી તત્વ હોય છે, જેનો ફાયદો લેવા માટે તમારે આ રીતે દૂધ બનાવવું જોઈએ.

સામગ્રી :

સૌથી પહેલા હળદરનો એક ટુકડો લો. જો તમે અડધો લીટર દૂધ બનાવી રહ્યા છો, તો તેની માત્રા પૂરતી છે.

અડધી ટી-સ્પૂન કાળામરીનો પાઉડર

બદામની પેસ્ટ (ઈચ્છા અનુસાર)

ગોળ (શિયાળામાં ઉત્તમ) અથવા બ્રાઉન શુગર (વૈકલ્પિક)

હળદરવાળું દૂધ બનાવવાની રીત :

સૌથી પહેલા અડધો લીટર દૂધ ગરમ કરવા મુકો.

દૂધ ગરમ કરતા સમયે થોડું હલાવી લો.

પછી હળદરના ટુકડાને પીસીને તેનો રવાદાર (ઝીણો નહિ હોય એવો) પાઉડર બનાવી લો. તમે ઇચ્છો તો હળદરના પાઉડરનો ઉપયોગ પણ કરી શકો છો.

હળદરના પાઉડરને દૂધમાં મિક્સ કરીને અડધી મિનિટ ઉકાળો.

હવે તેમાં કાળા મરીનો પાઉડર નાખો.

દૂધમાં ઉભરો આવવા પર તેમાં ગોળ મિક્સ કરો.

પછી દૂધને 5 મિનિટ ઉકળવા દો. અને ગાળી લો.

તમે ઇચ્છો તો તેમાં પલાળેલી બદામની પેસ્ટ મિક્સ કરીને તેને વધારે ટેસ્ટી અને હેલ્ધી બનાવી શકો છો.

જો તમે આ રીતે હળદરવાળું દૂધ બનાવશો તેમજ ઉપર જણાવેલી 2 પરિસ્થિતિઓમાં નહીં પીવો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલા માટે આ વાતોનું વિશેષ ધ્યાન રાખો.

આ માહિતી ઓન્લી માય હેલ્થ અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.