ભૂલથી પણ બાળકોની સામે નાં કરો આ 6 વસ્તુઓ, જો તમે કરતા હોય તો આજથી જ છોડી દો.

0
1893

મિત્રો આજકાલ મોટાભાગના માતા-પિતા એ વાત ભૂલી જાય છે કે, તેઓ પોતાના બાળકોની સામે જે પણ કરે છે, તેની અસર તેમના કોમળ મન પર પણ પડે છે. અને આ અસર સકારાત્મક અને નકારાત્મક એમ બંને રીતની હોઈ શકે છે. પરંતુ ભલે પરિસ્થિતિ કેવી પણ હોય કેટલીક વાતો એવી છે, જેને બાળકોની સામે ક્યારેય પણ કરવી જોઈએ નહિ.

જેવું કે આપણે બધા જાણીએ છીએ કે, બાળકોનું મન ઘણું કોમળ હોય છે. અને તેમને દરેક સમયે પ્રેમ અને અટેંશનની જરૂર હોય છે. બીજી તરફ માતા-પિતા ઉપર બાળકો સિવાય બીજી પણ ઘણી બધી જવાબદારી હોય છે. ઓફિસના કામનું પ્રેશર અને દરેક સમયે કોઈ ને કોઈ સમસ્યાને દૂર કરવાની જલ્દીમાં તેઓ ભૂલી જાય છે કે, તે પોતાના બાળકોને કેટલીક જરૂરી વસ્તુથી દૂર રાખી રહ્યા છે.

મોટાભાગના માતા-પિતા એ પણ ભૂલી જાય છે કે, બાળકોના સામે તેઓ જે કરી રહ્યા છે તેની અસર તેમના બાળકના કોમળ મન પર પણ પડી શકે છે. આ અસર સકારાત્મક કે નકારાત્મક એમ બંને રીતની હોય શકે છે. પરંતુ પરિસ્થિતિ કેવી પણ હોય કેટલીક વાતો એવી છે કે, જેને બાળકોની સામે ક્યારેય પણ જ કરવી જોઈએ.

1. ખોટું ન બોલવું :

દરેક માતા પિતા એ વાતનું ખાસ ધ્યાન રાખે કે, તમારે બાળકની સામે ખોટું બોલવું જોઈએ નહિ. તમે પોતાના બાળક માટે કોઈ કામ નહિ કરી શકતા હોય, તો તેના ઘણા કારણ હોય શકે છે. આવું ત્યારે થાય જયારે કરવા માટે ઘણું બધું હોય અને કોઈ એક વસ્તુ પર ફોક્સ કરી શકવાનું મુશ્કિલ થઇ જાય. પરંતુ કંઈ પણ થાય પણ બાળક સામે ખોટું બોલવું બિલકુલ પણ સારું નથી.

સ્વાભાવિક વાત છે કે, બાળકો એટલા નાના, નિર્દોષ અને બિનઅનુભવી હોય છે કે, તે સમજી નહિ શકે કે તમે ખોટું કેમ બોલી રહ્યા છો. તમારું એક અસત્ય તેમના પર શું અસર કરી શકે છે કે એનો અંદાજો તમને જયારે ખબર પડશે ત્યારે તમારો બાળક તમને ખોટું બોલવાનું ચાલુ કરી દેશે.

2. પાર્ટનરના ઝગડાઓ :

જયારે તમે તમારા પાટર્નર પર ભડકો છો, ગુસ્સે થાવ છો, જોરથી બોલો છો અને હિંસક થાવ છો ત્યારે બાળકો ખરાબ રીતે ગભરાય જાય છે, અને પોતાને અસુરક્ષિત અનુભવ કરે છે. મોટા થવા પર તે આવી આદત અપનાવી દેશે. UNICEF ના એક રિપોર્ટ મુજબ બાળકોના સામે મારપીટ કરવું અને ભડકવાથી તે પણ મોટા થઇને પોતાના પાર્ટનર સાથે પણ એવો વ્યવહાર કરશે, જેવો તેના માતા-પિતા એક-બીજા સાથે કરતા હતા.

3. મજાક ઉડાવવો :

તમે તમારા બાળકોની સાથે એક બીજાની કે કોઈ અન્ય વ્યક્તિની મજાક કરો કે, તેમની પોતાની નિર્દોષતાનો મજાક ઉડાવો છો. તો એ ભલે તમને રમૂજી લાગે, પરંતુ આ બધાની તમારા બાળક પર નેગેટિવ અસર પડી શકે છે. આનાથી બાળકો ખરાબ યાદો બનાવે છે. તેમજ મોટાભાગે તેમનો આત્મવિશ્વાસ પણ વિખેરાઇ જાય છે.

4. બાળકો સાથે માર-પીટ કરવી અને ભડકવું :

જણાવી દઈએ કે, તમારા બાળકને તમારી દેખભાળ અને પ્રેમની જરૂરત હોય છે ના કે તમારા ગુસ્સાની. એવું બની શકે છે કે બાળકો તમને ગુસ્સો અપાવે, પણ તમારે પોતાનો મિજાજ ન ગુમાવવો જોઈએ. અને ન તેમના ઉપર હાથ ઉઠાવવો જોઈએ, કે તેમના પર બૂમો પાડવી નહિ. તમે જેટલું તેમના પર ભડકશો એટલી તેઓ તમારા સામે ન આવવાની જીદે ચડશે. તે તમારાથી ડરવા લાગશે અને કોઈ પણ વાત તમારા સાથે શેયર પણ નહિ કરે.

5. જંક ફૂડ ખાવું :

મિત્રો, બાળકોને જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ ખવડાવવું આમ તો સરળ હોય છે.  પણ આપણે બધા એ વાત સારી રીતે જાણીએ છીએ કે, આ પ્રકારના ખોરાકમાં એવા પોષક તત્વો નથી હોતા, જે તમારા બાળકના વિકાસ માટે ખુબ જરૂરી છે. તેમજ આ પ્રકારના ખોરાક ખાવાની આદત પણ જલ્દી લાગી જાય છે, અને પછી બાળકોને આનાથી તૃષ્ણા પણ થવા લાગે છે. એટલા માટે બાળકના સામે જંક ફૂડ ખાવાથી બચો. તેનાથી તેમને લાગવા લાગશે કે, જંક ફૂડ ખાવું તેને માટે પણ સારું છે.

6. બાળકોના સામે ફોન પર ચીપકી રહેવું :

જણાવી દઈએ કે, પોતાના બાળકોની સાથે રમવાની જગ્યા પર હંમેશા ફોન પર ચીપકી રહેવું એ ઘણી ખરાબ આદત છે અને સાથે સાથે આ આદત બાળકો સાથે અન્યાય પણ છે. અને બાળકોથી છુટકારો મેળવવા માટે તેમને ફોન કે ટેબલેટ પકડાવી દેવું એતો એના કરતા પણ વધારે ખરાબ વાત છે. આ હરકતથી બાળક પોતાના અંદર આ વાત બેસાડી દે છે કે, ટેબલેટ કે ફોનની સાથે સમય વિતાવવો પુરી રીતે સારું છે.