ભૂલથી પણ બાથરૂમની અંદર નહિ કરવાં આ 3 કામ , થાય છે મોટા અપશકુન

0
4081

મિત્રો દરેક ઘરમાં બાથરૂમ અવશ્ય હોય છે. અને એની જરૂરિયાત પણ સૌથી વધારે હોય છે. એનો ઉપયોગ ઘરના તમામ સભ્યો કરે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે, ઘરના વાસ્તુની સાથે સાથે બાથરૂમનું વાસ્તુ પણ ઘણું મહત્વ ધરાવે છે.

જયારે પણ કોઈ વ્યક્તિ પોતાનું ઘર બનાવરાવે છે, તો ઘરના દરવાજા, બેડરૂમ, રસોડું વગેરે માટે વાસ્તુનું ધ્યાન રાખે છે. પરંતુ બાથરૂમ માટે વાસ્તુનું એટલુ ખાસ ધ્યાન નથી રાખતા. જયારે હકીકતમાં બાથરૂમનું વાસ્તુ પણ બીજા બધાની જેમ ઘણું મહત્વ ધરાવે છે.

જણાવી દઈએ કે બાથરૂમના વાસ્તુમાં તમારૂ બાથરૂમ કઈ દિશામાં છે? અને કેવી રીતે બન્યું છે? માત્ર તે વસ્તુ મહત્વની નથી હોતું. પરંતુ તમે બાથરૂમની અંદર શું કામ કરો છો? અને કેવી રીતે કામ કરો છો? તેની અસર પણ તમારા જીવન પર પડે છે.

બાથરૂમ બનાવતા સમયે વાસ્તુનું રાખેલું ધ્યાન તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે. એ ઉર્જા તમારા અને ઘરના વિકાસ માટે સારી રહે છે. અને ખરાબ વાસ્તુ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે, જે ઘરને ખેદાન મેદાન કરી દે છે. એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને થોડા એવા કામો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમારે બાથરૂમમાં ભૂલથી પણ ન કરવા જોઈએ.

૧. તૂટેલી કુંડી કે દરવાજા વાળા બાથરૂમનો ઉપયોગ :

બાથરૂમ બાબતે તમારે સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, તમારા બાથરૂમની કુંડી કે દરવાજા તૂટેલા ન હોવા જોઈએ. આ કામ વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે. જો તમારા બાથરૂમના દરવાજામાં કોઈ મોટું કાણું છે કે, દરવાજો સારી રીતે લગાવ્યો નથી અથવા તો ક્યાંકથી તૂટેલો છે. તો તમારે તેને તરત જ બદલી દેવો જોઈએ કે એને રીપેર કરાવી લેવો જોઈએ.

જણાવી દઈએ કે બાથરૂમના દરવાજા કે કુંડીનું તૂટેલું હોવું ઘરમાં દરિદ્રતા લઈને આવે છે. કારણ કે આપણે બાથરૂમમાં આપણી બધી ગંદકીનો ત્યાગ કરીએ છીએ, એટલા માટે તેની અંદરની નકારાત્મક ઉર્જાને રોકવાનું કામ પણ તે બાથરૂમમાં લાગેલા દરવાજા કરે છે. દરવાજા તૂટેલા હશે તો બાથરૂમની આ નકારાત્મક ઉર્જા હંમેશા તમારા ઘરના બીજા ભાગમાં પણ ફેલાતી જશે. તો આ વાતનું ધ્યાન રાખો.

૨. તૂટેલી ડોલમાં સ્નાન કરવું :

બીજી ધ્યાનમાં રાખવા જેવી વાત છે બાથરૂમમાં વપરાતી ડોલ. આપણે ત્યાં ઘણા બધા લોકો બાથરૂમમાં વપરાતી ડોલ તૂટી જાય તો પણ તેને ફેંકતા નથી. અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એનો ઉપયોગ કરે છે. અને જો તમારે ત્યાં પણ આવું થાય છે તો તમે આજે જ ચેતી જજો. કારણ કે તૂટેલી ડોલમાં પાણી લઈને સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

અને જો ઘરના વ્યક્તિ આ પાણીથી સ્નાન કરે છે, તો તેની અંદર પણ એ નકારાત્મક ઉર્જા વાસ કરી જાય છે. તેવામાં માણસ ઘણો ચીડાયેલો અને ગુસ્સા વાળો બની જાય છે. તેમના દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણય ખોટા હોય છે, અને એમના બધા કામ બગડવા લાગે છે. એટલા માટે વાસ્તુ મુજબ ક્યારે પણ તૂટેલી ડોલથી સ્નાન ન કરવું જોઈએ. આ વાત તૂટેલા ભાગ ઉપર પણ લાગુ પડે છે.

૩. ગંદા બાથરૂમનો ઉપયોગ :

ત્રીજી વાત જે તમારે ધ્યાન રાખવાની છે એ છે સ્વચ્છતા. વાસ્તુ અનુસાર તમારા બાથરૂમની સમય સમય પર સાફ સફાઈ થતી રહેવી ઘણી જરૂરી છે. અને એક ગંદુ બાથરૂમ આરોગ્યની દ્રષ્ટીએ તો ખરાબ હોય જ છે, પરંતુ તે વાસ્તુના હિસાબે પણ તે ખોટું માનવામાં આવે છે.

જે બાથરૂમમાં કરોળિયાના જાળા ટીંગાઈ રહ્યા હોય, લીલ જામી ગઈ હોય કે ગંદકી જામી હોય તેનો ઉપયોગ કરીને આખા ઘરના વાસ્તુ માટે નુકશાનકારક રહે છે. આવી જગ્યાએ સૌથી વધુ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જે ધીમે ધીમે આખા ઘરને અને તેના સભ્યોને અસર કરે છે. એટલા માટે તમે તમારા બાથરૂમને હંમેશા ચોખ્ખું જ રાખો.