પિતૃ પક્ષમાં ભૂલથી પણ ના કરવા જોઈએ આ કામ, ખુશીઓ પર લાગી શકે છે ગ્રહણ, જાણો વધુ વિગત

0
1236

પિતૃપક્ષમાં ૧૬ શ્રાદ્ધ થાય છે અને પિતૃને ખુશ કરવામાં આવે છે. તે દિવસોમાં ભૂલથી પણ કોઈ ભૂલ ન કરવી જોઈએ, નહિ તો ખુશીઓને ગ્રહણ લાગી શકે છે. જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા મુજબ ભાદરવા મહિનાની વદની તિથિઓ પિતૃપક્ષ કહેવાય છે. તે દરમિયાન મૃત વ્યક્તિની મૃત્યુ તિથિઓ મુજબ તે પક્ષમાં તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધના બે પ્રકાર હોય છે. પ્રાર્વણ શ્રાદ્ધ અને એકોદિષ્ટ શ્રાદ્ધ. ભાદરવા વદના પિતૃશ્રાદ્ધ અપહારણમાં મૃત્યુ તિથીના દિવસે કરવામાં આવે છે. એકાદિષ્ટ શ્રાદ્ધ હંમેશા મધ્યાહ્નમાં કરવામાં આવે છે.

પૂર્વજોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનું મહાપર્વ છે પિતૃશ્રાદ્ધનું શ્રાદ્ધ. જે શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. ભાદરવા વદ એકમથી અમાસ સુધીના સમયને શ્રાદ્ધ કહે છે. ધર્મશાસ્ત્ર કહે છે કે, પિતૃને પીંડદાન કરવા વાળા ગૃહસ્થ દીર્ઘાયુ અને યશ પ્રાપ્ત કરે છે.

પિતૃની કૃપાથી તમામ પ્રકારની સમૃદ્ધી અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પિતૃપક્ષમાં પિતૃને આશા રહે છે કે, અમારા પુત્ર પીંડદાન કરીને અમને સંતુષ્ટ કરી દેશે. તે આશા સાથે પિતૃલોકમાંથી પિતૃ પૃથ્વી ઉપર આવે છે. મૃત્યુ તિથીના દિવસે કરવામાં આવેલા શ્રાદ્ધને પાર્વણ શ્રાદ્ધ કહેવામાં આવે છે.

૧૩ સપ્ટેમ્બરના રોજ શુક્રવારે સવારે સાત વાગીને ૩૪ મીનીટે ચૌદશની તિથી પૂર્ણ થશે. અને સાત વાગીને ૩૫ મીનીટે પુનમ શરુ થશે, જે ૧૪ સપ્ટેમ્બરના રોજ શનિવારે સવારે ૧૦ વાગીને ૦૨ મીનીટે પૂર્ણ થઇ જશે. શ્રાદ્ધ તર્પણ પીંડદાનનો સમય બપોરનો હોય છે, એટલા માટે પુનમ ૧૩ સપ્ટેમ્બરના રોજ શુક્રવારે થશે.

શ્રાદ્ધ પક્ષમાં જો કોઈ ભોજન પાણી માંગવા આવે તો તેને ખાલી હાથે ન જવા દો. માન્યતા છે કે પિતૃ કોઈપણ રૂપમાં તમારા કુટુંબી વચ્ચે આવે છે, અને તેમની પાસેથી અન્ન જળની ઈચ્છા રાખે છે. ગાય, કુતરા, બિલાડી, કાગડા તેને શ્રાદ્ધ પક્ષમાં મારવા ન જોઈએ. પરંતુ તેને ખાવાનું આપવું જોઈએ. માંસાહારી ભોજન જેવા કે માંસ, માછલી, ઈંડાનું સેવન ન કરવું જોઈએ, દારુ અને નશાવાળી વસ્તુથી દુર રહો.

કુટુંબમાં આંતરિક ઝગડાથી દુર રહો. બ્રહ્મચર્યનું પાલન કરો. તે દિવસોમાં સ્ત્રી પુરુષોએ સબંધ ન બાંધવા જોઈએ. નખ, વાળ અને દાઢી મુછ ન બનાવવા જોઈએ. કેમ કે શ્રાદ્ધપક્ષ પિતૃને યાદ કરવાનો સમય હોય છે. તે એક પ્રકારે શોક વ્યક્ત કરવાની વિધિ છે.

પિતૃપક્ષ દરમિયાન જે પણ ભોજન બનાવો તેમાંથી એક ભાગ પિતૃના નામે કાઢીને ગાય કે કુતરાને ખવરાવી દો. ભૌતીક સુખ સાધન જેવા કે સોનાના ઘરેણા, નવા કપડા, વાહન તે દિવસોમાં ખરીદવું સારું નથી માનવામાં આવતું, કેમ કે તે શોકકાળ હોય છે.

પુનમ શ્રાદ્ધ – ૧૩ – સપ્ટેમ્બર ૨૦૧૯

પ્રતિપ્રદા શ્રાદ્ધ – ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯

દ્વિતીયા શ્રાદ્ધ – ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૯

તૃતીયા શ્રાદ્ધ – ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯

મહા ભરણી – ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯

પંચમી શ્રાદ્ધ – ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૯

ષષ્ઠી શ્રાદ્ધ – ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૯

સપ્તમી શ્રાદ્ધ – ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૯

અષ્ટમી શ્રાદ્ધ – ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯

નવમી શ્રાદ્ધ – ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯

દશમી શ્રાદ્ધ – ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૯

એકાદશી શ્રાદ્ધ – ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૯

મધા શ્રાદ્ધ – ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૯

ચતુર્દશી શ્રાદ્ધ – ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૯

સર્વપિતૃ અમાસ – ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૯

પુનમનું શ્રાદ્ધ :

જ્યોતિષશાસ્ત્ર મુજબ કોઈપણ વ્યક્તિનું મૃત્યુ પૂનમે થાય તો તેનું શ્રાદ્ધ ભાદરવા સુદ પૂનમે કરવું જોઈએ. તેમાં દાદા-દાદી પરદાદી અને નાના-નાનીનું શ્રાદ્ધ કરવું જોઈએ.

ભરણીનું શ્રાદ્ધ :

૧૮ સપ્ટેમ્બરની ચોથની તિથીએ બુધવારે ભરણી નક્ષત્ર હોવાને કારણે તેને ભરણીનું શ્રાદ્ધ કહેવામાં આવે છે. ભરણી નક્ષત્રમાં પિતૃને પાર્વણ શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ છે. નોમની તિથીના રોજ સૌભાગ્યવતી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે.

સન્યાસીઓનું શ્રાદ્ધ :

સન્યાસીઓનું શ્રાદ્ધ પાર્વણ પદ્ધતિથી બારસ પર કરવામાં આવે છે. ભલે તેમનું મૃત્યુ તિથી કોઈ પણ કેમ ન હોય.

મધાનું શ્રાદ્ધ :

જ્યોતિષશાસ્ત્ર મુજબ ૨૬ સપ્ટેમ્બરના રોજ ગુરુવારે મધા નક્ષત્ર હોવાને કારણે મધાનું શ્રાદ્ધ ગણવામાં આવશે. એનાથી જેની જન્મકુંડળીમાં પિતૃદોષને કારણે ઘર કુટુંબમાં અને પતિ પત્નીમાં ઝગડા, અશાંતિ રહેતી હોય, તો તે શાંત થઇ જાય છે. અને ઘરમાં સુખ શાંતિ રહે છે.

આકસ્મિક મૃત્યુ વાળાનું શ્રાદ્ધ :

વાહન અકસ્માત, સાંપ કરડવાથી, ઝેર ખાવાથી કે આકસ્મિક મૃત્યુને કારણે જેનું મૃત્યુ થઇ ગયું હોય તેનું શ્રાદ્ધ ચૌદશની તિથીએ કરવું જોઈએ. ચૌદશ તિથીમાં મરવા વાળાનું શ્રાદ્ધ ચૌદશના રોજ ન કરવું જોઈએ. કોઈ વ્યક્તિનું મૃત્યુ પુનમના રોજ થયું હોય, તો તેનું શ્રાદ્ધ ભાદરવા સુદ પૂનમે કરવું જોઈએ. તેમાં દાદા-દાદી, પરદાદી અને નાના-નાનીનું શ્રાદ્ધ કરવું જોઈએ.

ધાર્મિક કથાઓ મુજબ શ્રાદ્ધમાં પીંડદાન અને તર્પણ કર્યા પછી, પંચવલી કર્યા પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. પંચવલી વગર શ્રાદ્ધ પૂર્ણ થતું નથી. ગાયને ભોજન પશ્ચિમ દિશામાં મોઢું કરીને પાંદડા ઉપર આપવું જોઈએ. કુતરાને જમીન ઉપર, કાગડાને પણ જમીન ઉપર આપવું, અને માણસ, યક્ષ વગેરેને પાંદડા ઉપર. કીડા મકોડા અને કીડીઓને પાંદડા ઉપર આપવું જોઈએ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.