લગ્ન પછી ન કરો રૂપિયા સાથે જોડાયેલી આ 5 ભૂલો, બગડી શકે છે તમારો સંબંધ

0
529

લગ્ન પછી પૈસા સાથે જોડાયેલી ઘણી ભૂલો તમારા સંબંધ ઉપર ભારે પડી શકે છે. પૈસા સાથે જોડાયેલી થોડી સામાન્ય ભૂલો તમને મોટું નુકશાન તરફ લઇ જઈ શકે છે. એક આનંદમય, સફળ અને એકદમ સાચું પરણિત જીવન જીવવા માટે કોઈ ચોક્કસ સચોટ રેસીપી નથી. આપણે બધા લોકો કોઈને કોઈ પ્રકારે લગ્ન જીવનને સુંદર અને સુઃખદ બનાવવા શરુઆતથી જ સખત મહેનત કરીએ છે.

પરંતુ એટલી મહેનત છતાં પણ, ઘણા લગ્નોનો અંત ઘણા કારણોને લીધે છૂટાછેડા સાથે થાય છે. અને આ કારણોમાંથી એક મુખ્ય કારણ છે ‘પૈસા.’ ઘણા અધ્યયનો ઉપરથી એ સાબિત થયું છે કે, પૈસા સાથે જોડાયેલી બાબતો સફળ કે નિષ્ફળ લગ્નના સૌથી મોટા કારણોમાંથી એક છે.

સાદી ભાષામાં, લગ્ન બે અલગ અલગ લોકો વચ્ચેના બંધન અને તાલમેલ ઉભું કરવા સાથે સંબંધ રાખે છે. તેમાંથી નાણાકીય તાલમેલ સૌથી અઘરો પરંતુ એક સારો અને તણાવ મુક્ત સંબંધ જાળવી રાખવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવતા કારણોમાંથી એક છે. એટલા માટે એક સફળ અને આનંદમય પરણિત જીવન માટે પૈસા સાથે જોડાયેલી થોડી સામાન્ય ભૂલોથી દુર રહેવું જરૂરી છે. જેના વિષે અહિયાં નીચે દર્શાવવામાં આવ્યું છે.

નાણાકીય બાબતોમાં એક જેવી વિચારસરણી ન હોવી :

પૈસા સાથે જોડાયેલી બાબતો સંવેદનશીલ હોય છે, પરંતુ તેને ધ્યાન બહાર ન કરવી જોઈએ. એક બીજાની નાણાકીય બાબતો સમજવા માટે લગ્ન પછી પૈસા સાથે જોડાયેલી વાતચીત કરવી ઘણી જરૂરી હોય છે. એક એકલા કમાવા વાળા કુટુંબ ઉપર પણ આ વાત લાગુ પડે છે. તમારે તમારી આવક, લોન, જરૂરી ખર્ચ, રોકાણ અને બીજી નાણાકીય કમીટમેંટસ વિષે ઈમાનદારી સાથે અને ખુલીને વાત કરવી જોઈએ.

ગોપનીયતા જરૂરી છે, પરંતુ એક બીજાને પોતાના બેંક એકાઉન્ટસ કે લોન જેવી મહત્વની વાતો ન જણાવવાથી તમારે અને તમારી પત્નીએ ભવિષ્યમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે. એટલા માટે એક વ્યક્તિના પરણિત જીવનની શરુઆતના સમયમાં જ પૈસા સાથે જોડાયેલી વાતચિત જાણી લેવી જોઈએ, જેથી દંપતીને એક સાથે મળીને પોતાના ભવિષ્યનું પ્લાનિંગ કરવાની તક મળી શકે.

જોકે એક લગ્નમાં એવા કોઈ સખત અને ઝડપી નિયમ નથી, પરંતુ છતાં પણ એક વ્યક્તિએ એક વાત સ્પષ્ટ કરી લેવી જોઈએ કે, નિયમિત આવકની વહેંચણી કેવી રીતે કરવામાં આવે, અને ઘરના ખર્ચ અને બીજી જરૂરી વસ્તુ પાછળ તેને કેવી રીતે ખર્ચ કરવામાં આવે.

એવું વિચારીને ખર્ચ કરવો કે આ જીવન ફરી વખત નહિ મળે :

લગ્ન થતા જ તમારા જીવનમાં રોમાન્સનો સમય શરુ થઇ જાય છે. આપણે ફિલ્મ જોવા, અચાનક ફરવા જવું કે મિત્રો સાથે પાર્ટીઓ કરવી વગેરે જેવું પ્રવૃતિઓ કરવા લાગીએ છીએ. એનાથી પરણિત જીવનની શરુઆત આનંદમય રહે છે. અને એવું કરવામાં કોઈ ખોટુ નથી, પરંતુ છતાં પણ આપણે ઘણી વખત બજેટથી બહાર જતા રહીએ છીએ, કે પછી આપણી હેસિયતથી વધુ ખર્ચ કરી દઈએ છીએ. તેના મધ્યમ અને લાંબા સમયમાં આર્થિક બાબત ઉપર ખરાબ અસર પડી શકે છે.

એટલા માટે સારી રીતે સમજી વિચારીને તમામ કામગીરી માટે એક બજેટ તૈયાર કરવું હંમેશા સારું રહે છે. તેમાં પર્સનલ ખર્ચ, રોકાણ, દેવું અને ફરવું પણ સામેલ થવું જોઈએ. તેનાથી તમને નાણાકીય બાબતો ઉપર નજર રાખવાની સાથે સાથે જરૂરથી વધુ ખર્ચ કરવાથી દુર રહેવામાં પણ મદદ મળશે. બીજી તરફ તમને જરૂર પડે ત્યારે ખર્ચ કરવામાં તકલીફ પણ નહિ પડે. ખર્ચ અને જરૂરિયાતથી વધુ ખર્ચ વચ્ચે સામાન્ય અંતર હોય છે, અને તેમાંથી કોઈનું પણ ઉલ્લંઘન ન થાય તેના માટે ધીરજની જરૂર પડે છે.

નવા જીવનનો આનંદ ઉઠાવવા માટે ક્રેડીટ ઉપર આધારિત રહેવું :

નવા પરણિત જોડા હંમેશા એક બીજી ભૂલ કરે છે, તે ક્રેડીટ ઈંસ્ટુમેંટસ ઉપર પોતાની નિર્ભરતા વધારતા રહે છે. પોતાની ચુકવવાની ક્ષમતાથી વધુ દેવું કરી દેવાની જાળમાં ફસાવાની શક્યતા વધી જાય છે, અને એમાંથી બહાર નીકળવામાં ઘણો લાંબો સમય લાગી શકે છે. જો તમે હનીમુન ઉપર જવા માગો છો, કે તમારા ઘર માટે કોઈ મોટી ખરીદી કરવા માગો છો, તો પહેલાથી તેનું પ્લાનિંગ કરીને રાખવાનો પ્રયાસ કરો. કે પછી એવી રીતે લોન લો કે તમારી નિયમિત આવક ઉપર કોઈ દબાણ ન પડે.

તે ઉપરાંત તમે અમુક વસ્તુમાં કાપ પણ મૂકી શકો છો, કે તેના અફોર્ડેબલ હોવા સુધી રાહ પણ જોઈ શકો છો. ક્રેડીટ ઉપર તમારી નિર્ભરતાથી બચવા માટે, તમે બંનેએ દર મહીને થતા ખર્ચ ઉપર એક બીજા સાથે વાત કરવી પડશે, અને તમારા ખર્ચ ઉપર ધ્યાન રાખવું પડશે, અને સાથે પૈસા બચાવવા માટે એક સામાન્ય નાણાકીય લક્ષ્ય પણ બનાવવું પડશે.

દેવું છુપાવવું :

તમારી પત્ની સાથે તમારું દેવું છુપાવવું કદાચ એક સંબંધમાં સૌથી મોટી ભૂલ છે. પરણિત જીવનની શરુઆત ઈમાનદારી સાથે કરવી જોઈએ, અને તમારા જીવનસાથીને તમારા નાણાકીય મેનેજમેંટ વિષે સારી રીતે માહિતગાર કરવા જોઈએ. દેવું હંમેશા ખરાબ નથી હોતું, એટલા માટે તેને એવા વ્યક્તિથી છુપાવવું ન જોઈએ, જેની સાથે તમારું આખું જીવન પસાર કરવાનું છે.

દેવા વિષે ખુલીને વાત કરવાથી તમને દેવામાંથી છુટકારો મેળવવા માટે જરૂરી પૈસા એકઠા કરવામાં મદદ મળશે. તમારા જીવનસાથી વહેલી તકે દેવું ચુકવવામાં તમારી મદદ પણ કરી શકે છે. તમારા પરણિત જીવનની શરુઆતના સમયમાં તમારા દેવાને પહોંચી વળવા, તમારા હાથમાં ખર્ચ કરવા માટે વધુ પૈસા રહેશે, અને તમે તમારા બીજા નાણાકીય લક્ષ્યોને પુરા કરવાની દિશામાં આગળ વધી શકશો.

પૈસાની બાબતમાં તમારા જીવનસાથીને સારી રીતે સમજવા :

દંપતીઓ દ્વારા હંમેશા અન્ય એક ભૂલ એ થઇ જાય છે કે, તે પૈસા સાથે જોડાયેલી બાબતોમાં એક બીજાનું સન્માન નથી કરતા. પૈસા સાથે જોડાયેલી વાતચીત કરવી અને સંવેદનશીલ બાબતો જેવી કે, પૈસાની તંગી ઉપર ચર્ચા કરવી સારી વાત છે. પરંતુ તેને એક બીજાનું સન્માન કરતા અને શાંતિ પૂર્વક રીતે કરવું જોઈએ. તમારા તર્ક તમારા જીવનસાથી માટે અપમાનજનક અને દયાજનક ન હોવા જોઈએ.

યાદ રહે કે સારી વાતચીતમાં, કોઈ પણ વાતને સારી દિશામાં વાળવાની શક્તિ હોય છે. જરૂરથી વધુ ખર્ચ અને બીજા ખોટા ખર્ચ ઉપર એક બીજા સાથે ચર્ચા કરો. પરંતુ શાંતિથી અને ઓછામાં ઓછી માથાકૂટ સાથે. છેલ્લું પરંતુ ઓછું મહત્વ નથી, જો તમારા હમણાં હમણાં લગ્ન થયા છે ત્યારે પણ, ઇન્સ્યોરન્સના મહત્વને ક્યારે પણ ધ્યાન બહાર ન કરો, જે તમારા અને તમારા જીવનસાથીના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે.

પોતાના પરણિત જીવનની શરુઆતમાં જ એક ટર્મ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ લઇ લેવાથી, માત્ર તમને તમારા ભવિષ્ય માટે જ નહિ પરંતુ તમારા બાળકોના ભવિષ્ય માટે એક સારો પાયો નાખવામાં મદદ મળશે. જો તમે કોઈ એવી પાયાની જરૂરિયાત વિષે વિચારી રહ્યા છો, તો વહેલામાં વહેલા ઇન્શ્યોરન્સ પોલીસીઓ લઇ લો, જેથી આઘેડ ઉંમરમાં પહોંચતા પહેલા કે તમારા બાળકોના ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશતા પહેલા જ તમારે પ્રીમીયમનું પેમેન્ટ થઇ જાય.

આ માહિતી ટાઈમ્સ નાવ હિન્દી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.