જો ધનતેરસના દિવસે ભૂલથી પણ ખરીદી આ વસ્તુઓ, તો ફાયદાની જગ્યાએ થશે નુકશાન.

0
312

ભૂલથી પણ ધનતેરસના દિવસે ખરીદતા નહિ આ વસ્તુઓ, ફાયદો થવાના બદલે નુકશાન થશે. ધનતેરસ પાંચ દિવસ સુધી ચાલતા પર્વ દિવાળીનો પહેલો દિવસ હોય છે. તેને ધનત્રયોદશી, ધન્વંતરી ત્રીયોદશી કે ધનવંતરી જયંતીના નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી કાળી ચૌદશ (નાની દિવાળી) કે નરક ચતુર્દશી, મોટી કે મુખ્ય દિવાળી, ગોવર્ધન પૂજા (નુતનવર્ષ) અને છેલ્લે ભાઈ બીજનો તહેવાર ઊજવવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે જ ક્ષીર સાગરના મંથન (સમુદ્ર મંથન) દરમિયાન માતા લક્ષ્મી અને ભગવાન કુબેર પ્રગટ થયા હતા. એ કારણ છે કે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજાનો રીવાજ છે. ધનતેરસના દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા પણ કરવામાં આવે છે.

આ દિવસે સોના ચાંદીના ઘરેણા અને વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે. પરંતુ ધનતેરસના દિવસે ઘણા લોકો ઉત્સાહ અને જાણકારી ન હોવાને કારણે ઘણી એવી વસ્તુ પણ ખરીદી લે છે, જે તેમણે ન ખરીદવી જોઇએ. તો આવો આ લેખમાં તમને જણાવીએ કે, તે કઈ વસ્તુ છે જે તમારે ધનતેરસના દિવસે બિલકુલ ખરીદવી જોઈએ નહી.

ક્યારે છે ધનતેરસ? ધનતેરસનો તહેવાર દર વર્ષે દિવાળીના બે દિવસ પહેલા ઊજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ આસો માસની વદ તેરસના રોજ ધનતેરસ ઉજ્વવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 13 નવેમ્બર, શુક્રવારના દિવસે ઊજવવામાં આવશે. જો ધનતેરસના મુહુર્તની વાત કરીએ, તો સાંજે 5 વાગીને 34 મિનીટથી લઈને સાંજે 6 વાગીને 1 મિનીટ સુધી પૂજા મુહુર્ત રહેશે. આ 27 મિનીટના સમયગાળામાં તમે પૂજા કરી શકો છો.

કેમ ઉજ્વવામાં આવે છે ધનતેરસનો તહેવાર? હિંદુ શાસ્ત્રો મુજબ સમુદ્ર મંથન દરમિયાન સમુદ્રમાંથી ઘણી જ અનમોલ અને કિંમતી વસ્તુઓ નીકળી હતી, જેવી કે શરદ પુનમનો ચંદ્ર, બારસના દિવસે કામઘેનુ ગાય, આસો માસની વદ તેરસના દિવસે ભગવાન ધનવંતરી અને અમાસના દિવસે ધનની દેવી માં લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. એટલા માટે દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસનો તહેવાર ઊજવવામાં આવે છે.

ધનતેરસના દિવસે શું ન ખરીદવું?

આમ તો ધનતેરસના દિવસે નવી વસ્તુની ખરીદી શુભ માનવામાં આવે છે, પરંતુ માનતાઓ મુજબ આ દિવસે લોકોએ અમુક વસ્તુ ખરીદવાથી દુર રહેવું જોઈએ.

ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુ ન ખરીદવી જોઈએ. હિંદુ ધર્મમાં કાળા રંગને અશુભ માનવામાં આવે છે. આથી તમે ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુ ન ખરીદો.

આ દિવસે કોઈ પણ કાપવાની વસ્તુ જેવી કે કાતર અને ચપ્પુ ન ખરીદવા જોઇએ.

માન્યતાઓ મુજબ ધનતેરસના દિવસે કાચની વસ્તુ ન ખરીદવી જોઈએ.

ધનતેરસના દિવસે જરૂર રાખો આ સાવચેતીઓ :

ઘરની સાફ-સફાઈનું કામ ધનતેરસ પહેલા જ પૂરું કરી લો. ધનતેરસના દિવસે સ્વચ્છ ઘરમાં જ ભગવાન ધનવંતરી, માતા લક્ષ્મી અને કુબેર ભગવાનનું સ્વાગત કરો.

ધનતેરસના દિવસે ઉધાર આપવું કે ઉધાર લેવું યોગ્ય નથી માનવામાં આવતું, એટલા માટે તે વાતનુ ખાસ ધ્યાન રાખો.

ધનતેરસના દિવસે જો તમે કોઈ વાસણ ખરીદો છો, તો ઘરે લાવતી વખતે તેને ખાલી ન લાવો અને તેમાં કોઈ મીઠી વસ્તુ જરૂર નાખો.

ધનતેરસના દિવસે તિજોરીમાં ચોખા રાખતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે, ચોખા ખંડિત ન હોય. ક્યારે પણ તિજોરીમાં તૂટેલા ચોખા ન રાખવા જોઈએ.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.