ધનતેરસ પર આ ચાર વસ્તુઓનું જરૂર કરો દાન, ભરાશે ધનના ભંડાર.

0
432

ધનતેરસના દિવસે ખરીદી કરવાની સાથે આ વસ્તુનું જરૂર કરો દાન, થશે લાભ. ધનતેરસનું પર્વ આજે, આ દિવસે વિશેષ વસ્તુનું સારી રીતે શોપિંગ કરવામાં આવે છે. ઘણા લોકો દિવાળીનું શોપિંગ પણ આ જ દિવસે કરી લે છે. આમ તો આજે સોના ચાંદીના સિક્કા, વાસણ, માં લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ વગેરે ખરીદવામાં આવે છે પરંતુ આજના દિવસે થોડી વિશેષ વસ્તુનું દાન કરવું પણ ઘણું શુભ રહે છે.

આ વસ્તુના દાનથીજીવનમાં ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આવો જાણીએ ધનતેરસના દિવસે કઈ વસ્તુનું દાન કરવાથી મળે છે માં લક્ષ્મીના આશીર્વાદ. પરંતુ દાન તે વ્યક્તિને કરવું જોઈએ, જે દાનને પાત્ર હોય. એટલે કે જરૂરિયાત વાળા વ્યક્તિને દાન કરો. ત્યારે તમને આ પુણ્યનો લાભ પ્રાપ્ત થશે.

ધનતેરસના દિવસે કરો પીળા વસ્ત્રોનું દાન : આમ તો જ્યોતિષીમાં પીળા રંગનો સંબંધ બૃહસ્પતી ગ્રહ સાથે છે. પરંતુ ધનતેરસના દિવસે પીળા વસ્ત્રોનું દાન કરવું શુભ રહે છે. એવું કહેવામાં આવે છે કે ધનતેરસના દિવસે કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિને જો પીળા રંગના વસ્ત્રોનું દાન કરવામાં આવે તો વ્યક્તિને પુણ્ય પ્રાપ્ત થાય છે. ધનતેરસના દિવસે પીળા વસ્ત્રનું દાન કરવું મહાદાન કહેવાય છે. એમ કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુ પણ મજબુત બને છે અને તેમના જીવનનો ભાગ્યોદય થાય છે.

ગરીબ નિર્ધન લોકોને કરો અન્નદાન : ધનતેરસના દિવસે અન્નદાનનું પણ મહત્વ છે. આ શુભ પ્રસંગે તમારે તમારા ઘરે કોઈ ગરીબ ભૂખ્યા વ્યક્તિને આદર ભાવ સાથે ભોજન કરાવવું જોઈએ. એમ કરવાથી તમારી ઉપર માતા લક્ષ્મીની કૃપા વરસશે. શક્ય હોય તો ખાવામાં ચોખાની ખીર અને પૂરી જેવા પકવાન જરૂર સામેલ કરો અને ભોજન પછી તે વ્યક્તિને દક્ષિણાના રૂપમાં પૈસા જરૂર આપો.

સાવરણીનું દાન કરવું પણ માં લક્ષ્મીજીને પ્રિય : સાવરણી માં લક્ષ્મીજીને પ્રિય છે. એટલા માટે ધનતેરસના દિવસે સાવરણીને ઘરે લાવીને તેની પૂજા આરાધના કરવી જોઈએ. જો તમે આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યા છો, તો આજના દિવસે સાવરણીનું દાન કરવાથી તમારી આર્થીક તંગી દુર થઇ જશે. દાન લેવા વાળા વ્યક્તિના ઘરમાં પણ લક્ષ્મીનું આગમન થાય છે.

ધનતેરસના દિવસે મીઠાઈનું દાન કરવું હોય છે શુભ : ધનતેરસના દિવસે મીઠાઈ અને નારીયેલનું દાન કરવાથી ધન-ધાન્યના ભંડાર ભરાયેલા રહે છે. તેની સાથે જ જીવનમાં ક્યારે પણ આર્થિક તંગી આવતી નથી. આ દાન કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિ ને જ કરો.

લોખંડની વસ્તુનું દાન કરવાથી ચમકે છે ભાગ્ય : ધનતેરસના દિવસે લોખંડનું દાન કરવાથી જીવનના દુર્ભાગ્ય દુર થાય છે. એમ કરવાથી વ્યક્તિને માં લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.