દોહિત્રીને મળવા થેલામાં મીઠાઈ લઈને ગયા ધર્મેન્દ્ર-હેમા, નાના-નાની બનવાના આનંદનો પાર ન રહ્યો.

0
1277

બોલીવુડ જગતમાં અવાર નવાર અનેક પ્રકારના શુભ પ્રસંગો આવતા હોય છે, જેમાં કોઈ સ્ટારની સગાઈ, કોઈ સ્ટારના લગ્ન, કોઈ સ્ટારને ત્યાં શ્રીમંતનો કાર્યક્રમ હોય, કોઈ સ્ટારને ગયા જન્મ દિવસ હોય, કોઈ કલાકારને ત્યાં બળનો જન્મ થયો હોય, આ દરેક શુભ પ્રસંગોમાં જો સૌથી વધુ આનંદિત હોય તો તે છે, તે કુટુંબના વડીલો. આવા જ એક શુભ પ્રસંગની ઘટના વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, આવો જાણીએ તે પ્રસંગ વિષે વિગતવાર.

બોલીવુડ હિરોઈન એશા દેઓલે ૧૦ જુનના રોજ દીકરીને જન્મ આપ્યો. તેની જાણ એશાએ પોતે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરી દીધી. દીકરીનું નામ એશાએ મીરાયા તખ્તાની રાખ્યું છે. ફરી વખત નાના નાની બન્યા પછી હેમામાલીની અને ધર્મેન્દ્રના આનંદનો પાર ન રહ્યો અને તરત દીકરીને મળવા હોસ્પિટલ ગયા.

હેમા માલિની અને ધર્મેન્દ્રના આ ફોટા સામે આવ્યા છે. બન્ને હોસ્પીટલની બહાર જોવા મળ્યા. દીકરીને મળતી વખતે હેમા અને ધર્મેન્દ્ર મીઠાઈના ડબ્બાથી ભરેલી થેલી લઈને ગયા, બન્ને સાથે જોવા મળી રહેલા વ્યક્તિના હાથમાં થેલો જોઈ શકાય છે.

પરિવાર માટે આ ઘણો આનંદનો અવસર છે. હાલમાં જ થયેલી લોકસભાની ચૂંટણીમાં હેમા માલિની અને સની દેઓલ ભાજપની ટીકીટ ઉપરથી જીત મેળવી. હવે દીકરી એશાના ઘરે નાની પરી આવી છે. સ્પષ્ટ છે કે નાના-નાની માટે તેનાથી આનંદની વાત બીજી કોઈ નથી હોઈ શકતી.

હેમા માલિનીએ આ વખતે સફેદ કલરનું શૂટ પહેર્યું હતું, અને ધર્મેન્દ્ર પીચ કલરનો શર્ટ અને ગ્રે કલરના પેન્ટમાં જોવા મળ્યા. ધર્મેન્દ્ર તે વખતે નબળા દેખાઈ રહ્યા હતા. તે પહેલા દીકરીના જન્મ પછી એશે ઈંસ્ટાગ્રામ ઉપર લખ્યું – ‘બેબી ગર્લ મીરાયા તખ્તાનીનું સ્વાગત છે. તેનો જન્મ ૧૦ જુન ૨૦૧૯ના રોજ થયો.’ એશાને એક બીજી દીકરી છે. જેનું નામ રાધ્યા છે.

એશાએ ફેબ્રુઆરી ૨૦૧૨માં બિજનેશમેન ભારત તખ્તાની સાથે સગાઈ કરી હતી. ત્યાર પછી ૨૯ જુન ૨૦૧૨ના રોજ જહું આવેલા ઇસ્કોન મંદિરમાં બન્ને લગ્ન બંધનમાં બંધાયા. લગ્નના પાંચ વર્ષ પછી ૨૦ ઓક્ટોમ્બર ૨૦૧૭ના રોજ એશાએ દીકરી રાધ્યાને જન્મ આપ્યો હતો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.