શું વિરાટને આવનારા બાળકની જરાય ચિંતા નથી? પ્રેગ્નેન્ટ અનુષ્કાને આવા યોગા કરાવવા પર લોકો ખિજાયા.

0
324

અનુષ્કાને શીર્ષાસન કરાવતા દેખાયા વિરાટ કોહલી, તો ફેન્સે ગુસ્સામાં આપ્યું આવું રિએક્શન. અનુષ્કા શર્મા હાલના દિવસોમાં પોતાના પ્રેગ્નેન્સીના સમયનો આનંદ લઇ રહી છે. તે ડિલિવરી પહેલા જ બધા અસાઈન્મેન્ટ પુરા કરી રહી છે. કામની સાથે સાથે તે પોતાની પ્રેગ્નેન્સીનું પણ વિશેષ ધ્યાન રાખે છે. નિયમિત યોગા કરે છે અને તેમાં તેમના પતિ વિરાટ કોહલી પણ તેમનો સાથ આપે છે. એવામાં બંને સ્ટાર્સનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેથી આ કપલ સવાલોથી ઘેરાઈ ગયું છે.

હકીકતમાં એક ફોટામાં વિરાટ કોહલી પોતાની પ્રેગ્નેન્ટ પત્નીને માથું નીચે અને પગ ઉપર કરાવીને યોગા કરાવતા દેખાઈ રહ્યા છે. એ ફોટો જોયા પછી લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, શું અનુષ્કા વિરાટને પોતાના થનારા બાળકની ચિંતા નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો અનુષ્કા અને વિરાટનો ફોટો જોઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, અને અન્ય લોકોને સલાહ આપી રહ્યા છે કે તેઓ પોતાના ઘરે પ્રગ્નેન્સીમાં આવી પ્રેક્ટિસ ન કરે. તેને કરતા પહેલા માર્ગદર્શન જરૂર લો.

વિરાટને પ્રગ્નેન્ટ અનુષ્કાને આવા યોગા કરાવતા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેમને ખિજાઈ રહ્યા છે અને ખરું-ખોટું સંભળાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ ઘણું રિસ્કી છે. મહેરબાની કરીને કોઈ માર્ગદર્શન વગર ઘરે આની નકલ કરવાનો પ્રયત્ન ના કરો.’ તેમજ બીજા યુઝરે લખ્યું, ‘જો ઘરમાં આ યોગા કરતા અમારી દાદીએ જોઈ લીધું હોત તો વિરાટ કોહલીને મારી દેત.’ તેની સાથે જ એક યુઝરે આશ્ચર્ય ચકિત થતા લખ્યું, હે ભગવાન, શું પ્રેગ્નેન્સીમાં આ શક્ય છે?’ ચોથા યુઝરે બાળકને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું, ‘બાળકનું માથું ઊંધું થઈ જશે.’

એક યુઝરે તેને રિસ્કી જણાવતા વિરાટ-અનુષ્કાની નિંદા કરી અને લખ્યું, ‘આ તે છે જેને હું ગાંડાજેવી હરકત કહું છું, મને લાગે છે કે તેઓ પોતાની સમજણનો ઉપયોગ નથી કરી શકતા. હું જાણું છું કે આ યોગા છે, સ્વાસ્થ્ય માટે સારું છે, પણ તે નથી ખબર કે આ પ્રગ્નેન્સી દરમિયાન કરવું યોગ્ય છે.’ યુઝરે આગળ લખ્યું, ‘પણ અન્ય કોઈએ આવું કરવાનો પ્રયત્ન ક્યારેય નહિ કરવો જોઈએ. પ્રેગ્નેન્સીમાં કુલ બનો કે સ્ટ્રોંગ પણ આ યોગ્ય નથી. બસ આ જોખમી છે અને કરવું નહિ જોઈએ.’

આ રીતે સોશિયલ મીડિયા પર યુઝર્સ અનુષ્કા-વિરાટને ખુબ ખિજાઈ રહ્યા છે, અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે બાળક સુરક્ષિત હોય. તેની સાથે જ દરેકને સલાહ આપી કે આને ઘરે કરવાનો પ્રયત્ન ના કરે.

જણાવી દઈએ કે, આ પહેલા પણ સોશિયલ મીડિયા યુઝર્સે અનુષ્કાને બાળકને લઈને ચિંતા કરવાની વાત કહી હતી. હકીકતમાં તે શૂટિંગ દરમિયાન જલ્દી-જલ્દી ચાલી રહી હતી, જેના લીધે યુઝર્સે તેમને ખરું-ખોટું સંભળાવ્યું હતું, અને હવે તે પતિ સાથે આવા યોગાસન કરી રહી છે, જેનાથી ફેન્સ ડરી ગયા છે અને બાળકને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.