બજારમાં મળતી મીઠાઈઓ પર વપરાતો ચાંદીનો વરખ આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે કે નથી? જાણો.

0
256

મીઠાઈની દુકાને મળતી લગભગ દરેક મીઠાઈઓ પર ચાંદીની વરખ લગાવવામાં આવે છે. તેનાથી લોકોનું ધ્યાન મીઠાઈઓ તરફ વધુ આકર્ષાય છે. ઘણા લોકો જ્યારે મીઠાઈ ખરીદવા જાય છે, ત્યારે વરખ વગરની મીઠાઈઓ કરતા વરખવાળી મીઠાઈ ખરીદવાનું વધારે પસંદ કરે છે. ચાંદીને સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવ્યું છે, આથી લોકો આવી મીઠાઈ ખરીદવાનું પસંદ કરે છે.

પણ પ્રશ્ન એ છે કે, શું તે વરખ ખરેખર શુદ્ધ ચાંદીની છે? શું તે ચાંદીની વરખ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે? તેનાથી લાભ થાય છે કે નુકશાન? મિત્રો, આજના આ લેખમાં તમને આ તમામ પ્રશ્નોના જવાબ મળી જશે.

સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે, જો શુદ્ધ ચાંદી હોય તો જ તે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે, નહિ તો તે નુકશાન જ કરશે. આજકાલ ચાંદીના ભાવ કેટલા વધારે છે તે તો તમે જાણો જ છો. એવામાં મીઠાઈ વેચનારા શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરે અને તમને પોસાય એવા ભાવે મીઠાઈ એ વાત માનવી ખુબ જ મુશ્કેલ છે.

બીજી વાત એ કે, જે લોકો મીઠાઈ બનાવવા માટે ભેળસેળવાળી સામગ્રી વપરાતા હોય તે તમને શુદ્ધ ચાંદીની વરખ આપશે? એવું જાણવા મળે છે કે, આ વરખ ચાંદીની હોતો નથી, તે એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે. જે આરોગ્ય માટે નુકશાન કારક હોય છે.

જો તમારે ચાંદીના ગુણ જ જોઈતા હોય, તો રાત્રે ચાંદીના વાસણમાં પાણી ભરીને બીજે દિવસે સવારે એ પાણી પીવો. એટલા જ ગુણ મળશે. તે સિવાય પાણીનું માટલું / પાણીનો જગ વગેરેમાં કાયમ માટે ચાંદીના 2 કે 3 સિક્કા નાખી રાખવા, જેથી એના ફાયદા મળ્યા કરે.

પહેલા શુદ્ધ ચાંદીનો ઉપયોગ થતો હતો, ત્યારે ચાંદીની વરખ ગુણકારી હતી, તેનાથી લાભ થતા હતા. પણ હવે ચાંદીની વરખની શુદ્ધતાની કોઈ ગેરંટી નથી. તો લાભની પણ કોઈ ગેરંટી નથી.

જો તમે ઘરે મીઠાઈ બનાવતા હોય તો, તેના પર કાજુ બદામની કતરણ ભભરાવી દો, તે લાભદાયક રહેશે.

હવે ચાંદીની વરખ બનાવવાની પ્રક્રિયા વિષે ટૂંકમાં જણાવી દઈએ. ચાંદીની વરખને મીઠાઈ પર લગાવાય એટલું પાતળું કરવા માટે તેને ચામડાં વચ્ચે તિપવામાં આવે છે. પછી જાતે જ વિચારો કે આ વપરાઈ?

જો તમે શાકાહારી હો તો વિચાર જરૂર કરજો. કેમકે વરખ બનાવવા માટે તેને પ્રાણીઓની ચામડીમાં ટીપવામાં આવે છે. ઢોરની ખાલના પડ કરી દરેક પડ વચ્ચે ચાંદી મૂકીને તેને પાતળું પડ થાય ત્યાં સુધી હાથથી કે મશીનમાં ટીપવામાં આવે છે. તેથી તેમાં ઢોરની ખાલના અવશેષ ચોંટી જાય છે માટે એ ના ખવાય. તમને યુટ્યુબ પર તેના વિડીયો પણ મળી જશે.